ॐ સ્વામી

પ્રેમ કરવો અને વળતો પ્રેમ મેળવવો

કાળજી કરનાર હૃદય માટે પ્રેમ અનપેક્ષિત દરવાજો બિલકુલ અનપેક્ષિત સમયે ખટખટાવે છે.

મેં એકવાર એક વાક્ય વાંચ્યું હતું, “મને પ્રેમ કરો અને હું તમારા માટે પર્વતો પણ હટાવી દઈશ. અને મને નુકશાન પહોંચાડો અને હું એ જ પર્વતો તમારા માથા ઉપર પટકી દઈશ.” મને લાગે છે કે આ વાક્ય આપણા જીવનનાં બન્ને દ્રષ્ટિકોણ/અવસ્થા બતાવે છે. પ્રથમ, પ્રેમ કે તેનો અભાવ આપણને બીજા માટે (કે આપણી જાત માટે) કેવું અનુભવડાવે છે અને બીજું, આપણે પ્રેમને કેવી રીતે સ્વાનંદ ગણી લેવાની ભૂલ કરીએ છીએ. શું પ્રેમનો એવો અર્થ છે કે તમને હંમેશાં એ સંબંધમાં સુખ અને ખુશીઓ જ મળશે? જયારે આપણા મનનું ધારેલું ન…read more

આખરે કેટલું પુરતું હોય છે?

અવિચારી તલાશની નિરર્થકતા ઉપરની અહિ એલેકઝાન્ડર ધ ગ્રેટનાં જીવનની એક સુંદર વાર્તા છે.

એવી દંતકથા છે કે ગ્રીસનો એલેકઝાન્ડર ત્રીજો, કે જે સામાન્ય રીતે એલેકઝાન્ડર ધ ગ્રેટ તરીકે પ્રખ્યાત છે તેને પોતાના એક સંદેશ વાહકને પોતાનો સંદેશ લઈને એક શાંત યોગી દંડીની પાસે ફિલસુફીના પ્રવચન અને ચર્ચા માટે આમંત્રણ આપવા મોકલ્યો. અસંખ્ય લોકોનાં જીવ લઈને દુનિયા આખીને જીતી લઇને તે પોતાની સત્તા વધારવામાં ખુબ જ ઝડપથી પ્રગતી કરી રહ્યો હતો. તેને આ યોગી વિશે ખુબ સાંભળ્યું હતું. દંડીનીએ તો જો કે તેનાં આમંત્રણનો અસ્વીકાર કર્યો અને તેઓ પોતાની જંગલમાં આવેલી ઝુપડીમાં જ રહેવાનું પસંદ કર્યું. એલેકઝાન્ડરે આ વાતને જો કે હળવાશથી ન લીધી,…read more

જીવનનો કોયડો

કોઈ વખત તમારે ફક્ત જીવનનો કોયડો ઉલટો કરીને જોવાનું છે અને તમને ત્યાં એક સુંદર ચિત્ર બનેલું દેખાશે.

એક દિવસે, ધ્યાનની શિબિરમાં, એક સ્ત્રીએ મને કહ્યું કે તેની પાસે જોઈતી લગભગ દરેક ચીજવસ્તુ છે, અને છતાં પણ તે ખુશ નથી. તે વર્ષોથી પોતાના જીવનમાં રહેલાં ખાલીપા સાથે લડતી આવી છે અને છતાં પણ હજી સુધી તેમાંથી બહાર આવી શકી નથી. તેણે કહ્યું કે પોતે ધ્યાન અને બીજું બધું પણ કરીને જોયું છે પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. “એક ખાલીપો સતત છે અને હું મારા જીવનમાં ખુશ નથી,” તેણે કહ્યું. “મારા કુટુંબમાં દરેકજણ સારા છે અને મારે કોઈ આર્થિક સમસ્યા પણ નથી, પણ બસ મને એવું લાગ્યા કરે…read more

ખુશીનો ફુગ્ગો

આજના જમાનામાં અને સમયમાં ખુશ કેવી રીતે રહેવું તેના વિશેની આ વાત છે. ફિલસુફી ભરેલી છે છતાં પણ સત્યથી દુર નથી.

એક ગુરુનાં અનેક શિષ્યો મઠમાં એકત્રીત થયા હતા. તેઓ ત્યાં પોતાના ગુરુની એક ઝલક જોવા માટે આવ્યાં હતાં, તેમની જ્ઞાનભરી વાણી સાંભળવા આવ્યાં હતાં, ધ્યાન શીખવા માટે આવ્યાં હતાં. ટૂંકમાં, તેઓ આજનાં તણાવગ્રસ્ત વિશ્વમાં ખુશ જીવન કેમ જીવવું તે જાણવા માંગતા હતા, શું તેના માટેનો કોઈ માર્ગ છે કે કેમ? ગુરુએ તેમના પ્રશ્નોને ખુબ જ ધીરજથી સાંભળ્યા અને શાંતિથી ખુશી પર પોતાનું પ્રવચન શરુ કર્યું. તેઓ પ્રવચનની વચ્ચે જ અટકી ગયાં અને એકઠા થયેલાં પાંચસો લોકોમાંના દરેકજણને એક-એક ફુગ્ગો આપ્યો. “આ ખુશીનો ફુગ્ગો છે,” તેમને કહ્યું. “તેને ફુલાવો અને તેનાં…read more