ॐ સ્વામી

સૌથી મોટું રહસ્ય

આકર્ષણનો નિયમ તમારા સ્વપ્નોને સાચા પાડી શકે છે જો તમે પણ અન્ય કોઈને તેમનાં સ્વપ્નાઓ સાચા પાડવા માટે મદદરૂપ થાવ તો.

આપણામાંના મોટાભાગનાં લોકોએ આકર્ષણનાં નિયમ વિશે વાંચ્યું હશે અને અનેકજણને એ ખરેખર કામ કરી શકે કે કેમ તેના વિશે કૌતુક પણ થયું હશે. શું સંપત્તિ, પ્રેમ અને શાંતિ ફક્ત તેના વિશે વિચાર કરવાથી કઈ પ્રાપ્ત કરવાં શક્ય છે ખરા? એ વિશે કોઈ શંકા નથી કે દરેકવસ્તુ એક વિચાર માત્રથી શરૂ થતી હોય છે, પરંતુ આપણા સ્વપ્નાઓને ખરા કરવા માટે કર્મ કરવું એ અતિઆવશ્યક છે. આટલું કહ્યા પછી, એવાં પણ કરોડો લોકો છે કે જેઓ તેમનાં જીવનમાં બદલાવ આવે તેના માટે સતત વિચાર કરતાં રહીને પ્રાર્થના પણ કરે છે, તેઓ સઘન…read more

નહિ જળ નહિ ચંદ્ર

અહી એક સુંદર બૌદ્ધ દંતકથા છે કે જે તમને શ્રદ્ધા, શરતીપણા, અને અહંમની પેલે પાર જોવામાં મદદરૂપ થશે.

એક દિવસે મને એક સ્ત્રી તરફથી એક ઈ-મેઈલ આવ્યો કે જેને મેં ગયા વર્ષે દીક્ષા આપી હતી. તે પોતે આધ્યાત્મિક ગુણોને પોતાનાં જીવનમાં ઉતારવામાં તેમજ તેને બીજા લોકો સુધી ફેલાવીને તેમને મદદ કરવા માટે અત્યંત સમર્પિત હતી. હમણાં-હમણાં જો કે તેની શ્રદ્ધા કોઈ બીજા ગુરુ તરફ જતી હતી કે જેઓ આ જગતમાં સદેહે ઉપસ્થિત નથી. તે કેટલાંક ભક્તો અને તેમના અનુભવોની વાતોથી તે ગુરુ સાથે જોડાઈ ગઈ હતી. વ્યાજબીપણે, આ બધાંથી તે આ ગુરુની શક્તિ વિશે વિચારણામાં પડી ગઈ હતી અને પછી તરત જ તે તેમની ઉપસ્થિતિને પોતાનાં જીવનમાં અનુભવવા…read more

સૌથી મહત્વનું કાર્ય

જો તમે જીવનની ઝેન (બૌદ્ધ રીતિ)ને સમજી લેશો તો તમે જીવનમાર્ગે એક હનુમાન કુદકો લગાવી શકશો.

જો તમે મને પૂછો કે જીવનમાં તમારી સૌથી અગત્યની પ્રાથમિકતા શું હોવી જોઈએ, હું ચોક્કસ એવું નહિ કહું કે જ્ઞાનપ્રાપ્તિ કે પ્રભુ પ્રાર્થના હોવી જોઈએ. હું એમ પણ નહિ કહું કે બીજા લોકોની સેવા કરવી તે તમારી મુખ્ય પ્રાથમિકતા હોવી જોઈએ. હું કહીશ કે સૌથી પહેલાં તમારી શારીરિક તંદુરસ્તીનું ધ્યાન રાખવું એ તમારી સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ. જો કે આ મારો ફક્ત એક મત છે. “હોવી જોઈએ” શબ્દથી હું એવું નથી કહી રહ્યો કે એ તમારા માટે “હોવી જોઈએ”.સારું ખાવું, કસરત કરવી અને શરીરનો ઉત્તમ આકાર જાળવી રાખવો એ…read more

એક કષ્ટદાયી પડાવ

શું મૃત્યુ એ કોઈ પસંદગીની વાત છે? શું અમુક રીતે મરવાનો અર્થ એ છે કે તમે સ્વર્ગમાં જશો નહિ જાવ?

મને પૂછવામાં આવતાં દરેક સવાલનો જવાબ જેટલો બની શકે તેટલો સીધો આપવાનો હું ઉત્તમ પ્રયાસ કરું છું. પરંતુ અમુક સવાલો એવા પણ હોય છે કે જેનો હું જવાબ આપવાનું પસંદ નથી કરતો. ના એટલાં માટે નહિ કે મારી પાસે કશું કહેવા જેવું નથી હોતું પરંતુ એટલાં માટે કે સત્ય કોઈ વખત સવાલ પૂછનાર માટે કષ્ટદાયી હોઈ શકે છે. ગયા વર્ષે, મારા વિદેશ પ્રવાસ દરમ્યાન, મારા પ્રવચનને અંતે એક યુગલ મારી પાસે આવીને મને અંગત મુલાકાત માટે વિનંતી કરી. મારી પાસે સમયની ખુબ જ કટોકટી હતી, હું કોઈને પણ પાંચ મિનીટથી…read more