ॐ સ્વામી

મોચી, કુતરો અને ઈશ્વર

આ એક સુંદર વાર્તા છે, કે જે આધ્યાત્મિકતાનાં ખરા હેતુ – દરેકમાં દિવ્યતાને જોવી – ની એક હળવી યાદ પણ અપાવી જાય છે.

એકજણ કે જે મારા બ્લોગને અને પ્રવચનોને શરૂઆતથી અનુસરતાં આવ્યા છે તેઓ મને હમણાં મળવા આવ્યા હતા. તેમણે એક હૃદય દ્રવિત કરી નાંખે એવી વાર્તા કહી. આ રહ્યો તેનો સીધો સુર. “સ્વામી,” તેમણે કહ્યું, “ સવારમાં સ્નાન કર્યા પછી પ્રથમ કામ હું ભગવાનનાં પૂજાલયમાં દીવો પ્રગટાવવાનું કરું છું અને મારી પ્રાર્થના કરું છું. દીવો અને અગરબત્તીની સાથે, હું તાજા ફૂલો પણ ચડાવું છું. મારા ઘર આગળ એક વાડ કરેલી જગ્યા છે જ્યાં હું આ ફૂલો ખુબ જ કાળજી અને પ્રેમપૂર્વક ઉગાડું છું કારણકે તે પ્રભુને ચડાવવાનાં હોય છે. હું તેને…read more

જયારે તેઓ તમને દુઃખ પહોંચાડે

માનવીય લાગણીઓનાં અનેક રંગો અને ધોધ જીવન સરિતાને ફક્ત શ્વાસ અદ્ધર કરી દે તેટલી સુંદર અને ભૂરી બનાવતી હોય છે.

કોઈએ મને એક દિવસે પૂછ્યું હતું કે શા માટે આપણને આપણી જ પ્રિય વ્યક્તિઓ સૌથી વધુ દુઃખ પહોંચાડતી હોય છે? જો કે તમે મને પૂછો તો હું કહીશ કે આ કોઈ સવાલ નથી પણ એક વિધાન વાક્ય છે,કારણકે તમારી સૌથી પ્રિય વ્યક્તિઓ જ તમને સૌથી વધુ દુઃખ પહોંચાડતી હોય છે. જે તમને ઓળખતા જ નથી હોતા તે કદાચ તમને પીડા આપી શકે પરંતુ તમને લાગણીનાં સ્તરે દુઃખ નથી પહોંચાડી શકતાં. તૂટી ગયેલાં સંબંધોમાં, એક ક્ષણ એવી આવતી હોય છે કે જયારે બે વ્યક્તિઓ હવે તે સંબંધની પરવા નથી કરતા હોતા….read more

અફવા ઉપર બે શબ્દ

ખોટી અફવાઓ અસ્થાયી વાદળો જેવી હોય છે. તેના તરફ કોઈ પ્રતિકાર ન આપો તો તે આપોઆપ જ વેર-વિખેર થઇ જશે.

આશ્રમમાં મારો સમય સામાન્ય રીતે અત્યંત વ્યસ્ત હોય છે. રોજ, હું ઘણાં બધાં લોકોને વ્યક્તિગત રીતે મળતો હોવ છું. તે દિવસે પણ, દરરોજની જેમ, સવારથી બપોર સુધીનાં સમયમાં ચાલીસ એક વ્યક્તિગત મુલાકાતો ગોઠવેલી હતી. મારા માટે સમયની કટોકટી હતી અને માટે અમે દરેક વ્યક્તિને ફક્ત પાંચ મિનીટનો સમય ફાળવતાં હતા. એક માણસ મારી પાસે આવ્યો અને બોલ્યો, “સ્વામી તે લોકો તમારા વિશે ખોટી અફવાઓ ફેલાવે છે.” “બરાબર છે,” મેં કહ્યું. “મને કોઈ વાંધો નથી.” મારે એના પોતાના પ્રશ્ન ઉપર સમય વિતાવવો હતો નહિ કે અન્ય લોકો મારા વિશે શું કહે…read more

સૌથી મોટામાં મોટી કલા

તમારા સુખનો માર્ગ કદાચ ઘણાં બધાં રંગોથી પ્રભાવિત હોઈ શકે છે, પણ અંતે તો તે માર્ગ તમે જાતે જ કંડારતા હોવ છો.

તમને ખબર છે પ્રભુત્વ મેળવવા જેવી એક સૌથી મોટામાં મોટી કલા કઈ છે? એવી કલા કે જેની કોઈ અવળી બાજુ નથી, કે જે તમને એક વધુ સારા વ્યક્તિ બનાવતી હોય અને આ દુનિયાને એક વધારે સારું સ્થળ. ચોક્કસપણે તે કોઈ સૌથી વધારે જ્ઞાન કે સંપત્તિ મેળવવા વિશેની નથી. તે તમારા ખરા સ્વભાવને ઓળખી કાઢવા વિશેની પણ નથી. તમે વિચારશો કે તો પછી એ શું હોઈ શકે છે? ચાલો પ્રથમ હું તમને એક વાર્તા કહું. એક ગામડાની અંદર એક વૃદ્ધ વ્યક્તિ રહેતો હતો તે હંમેશાં ચીડાયેલો અને ગુસ્સે ભરાયેલો રહેતો હતો….read more

હિમાલય જેવું મૌન

મનનું મૌન એ સૌથી મોટા આશીર્વાદ છે કારણકે શાંતિ અને ડહાપણ આવા મૌનના બીજમાંથી જ સ્ફૂરતા હોય છે.

વહેલી સવારનાં લગભગ ત્રણ જેટલાં વાગ્યા છે જયારે હું આ લેખ લખી રહ્યો છું. તોફાની પવન જોર જોરથી ફૂંકાઈ રહ્યો છે જાણે કે તે આખા હિમાલયને ઉખાડી નાંખવા ન માંગતો હોય. જુના અને ઊંચા વૃક્ષો હવામાં જાણે કે એકબીજાને ભેટવા માટે ઝૂલી રહ્યા છે. પ્રેમનાં કે ભયના કારણોસર, એ તો હું નથી જાણતો. બહાર કાળું ડીબાંગ અંધારું છે કે વૃક્ષો અને પર્વતો જયારે વીજળીનો ચમકારો થાય ત્યારે તે ચમકારાના પ્રકાશમાં જ દ્રશ્યમાન થાય છે. વાદળોમાં મોટા ગડગડાટ થઇ રહ્યા છે અને વરસાદ સાંબેલાની ધારે પડી રહ્યો છે જાણે કે આવતીકાલ…read more