ॐ સ્વામી

લગ્ન શા માટે નિષ્ફળ જતા હોય છે?

તમને શું લાગે છે લગ્નજીવનમાં સૌથી મહત્વનું તત્વ કયું હોય છે? તે જાદુઈ શબ્દ પ્રેમ નથી. જાણવા માટે વાંચો આ લેખ.

અમારો સંબંધ ખુબ જ અદ્દભુત હતો. અમે લગ્ન કરતા પહેલા ચાર વર્ષ સુધી એકબીજાની સાથે પ્રેમમાં હતા. ત્યારે તો અમારી વચ્ચે કોઈ પણ પ્રકારની દલીલ થતી હોય એવું મને યાદ નથી. અમે બન્ને એકબીજા માટે આત્મીય હતા. પરંતુ આજે, લગ્નના ફક્ત ત્રણ વર્ષ પછી અમે છૂટાછેડાના કિનારે આવીને ઉભા રહી ગયા છીએ. મેં એવું ક્યારેય ધાર્યું પણ નહોતું કે આવું મારી સાથે પણ બની શકે છે. હું દલીલો કરીને, પૂછી-પૂછીને, અને નાના-મોટા ઝઘડાઓ કરીને થાકી ગઈ છું. તેને મારી સાથે બિલકુલ સમય વિતાવવો પસંદ નથી. તે મને સાંભળતો જ નથી….read more

શ્રદ્ધા ઉપર બે શબ્દ

શ્રદ્ધા એ અંધકારની તમારી એકાકી ક્ષણોમાં રહેલો પ્રકાશ છે, તે તમારી શાંતિ અને તાકાતનો સહારો છે.

“મેં ભગવાન પાસે બાઈક માંગ્યું, પણ મને ખબર છે કે ભગવાન એવી રીતે કામ નથી કરતાં. એનાં બદલે મેં બાઈકની ચોરી કરી અને પછી ભગવાનની માફી માંગી લીધી.” હું લખવા માટે એક ખુબ જ સુંદર સોફ્ટવેર WriteMonkey નો ઉપયોગ કરું છું. અને જેટલી વખત તેને ચાલુ કરું ત્યારે તેના મુખ્ય પૃષ્ઠ પર એક સરસ વાક્ય લખેલું હોય છે (મોટાભાગે રમુજી). આજે આ વાક્ય હતું જયારે હું શ્રદ્ધા ઉપર લખવાનું વિચારી રહ્યો હતો. થોડા સમય પહેલાં મેં શ્રદ્ધા ઉપર મારા વિચારો લખેલા હતાં અને મેં હંમેશા એવી માન્યતા રાખી છે કે…read more

મૂક સાક્ષી

જયારે તમે તમારી જાતનું અને તમારા વિચારોનું અવલોકન કરતાં શીખો છો, ત્યારે તમે એક અગરબત્તી જેવા બની જાવ છો. જીવન જેમ જેમ તમને બાળતું જાય તેમ તેમ તમે સુંગધ ફેંકતા જાવ છો.

ઘણી પૂર્વીય સંસ્કૃતિમાં, જયારે શિષ્ય ગુરુને ત્યાં પોતાનો અભ્યાસ સંપૂર્ણ કરી લે ત્યારે ગુરુદક્ષિણા – કૃતજ્ઞતાના પ્રતિક રૂપે કઈક આપવાનો રીવાજ હતો. અમુક કિસ્સાઓમાં, ગુરુ પોતે સ્પષ્ટપણે જણાવતાં કે પોતાને શેની જરૂર છે. એવી એક રીતે, એક વખત શિષ્યોની ટોળી શિક્ષાના અંતે પોતાનાં ગુરુ પાસે જાય છે અને પૂછે છે કે તેમને ગુરુદક્ષિણામાં કઈ ખાસ કશાની જરૂરત છે કે કેમ? “વાસ્તવમાં,” ગુરુએ કહ્યું, “મારે ખરેખર કઈક ખાસ જોઈએ છીએ.” “જરૂર તમારા માટે તો, કઈ પણ,” તેઓએ એકી અવાજે કહ્યું. “કઈ પણ?” “હા, ગુરુજી,” શિષ્યોએ જવાબ આપતાં કહ્યું. “સારું તો પછી,”…read more

તમારી યોજનાઓ શા માટે નિષ્ફળ થઇ જતી હોય છે?

તમારા સ્વપ્નાઓ ગમે તેટલાં આકર્ષક, તમારી યોજનાઓ ગમે તેટલી મહાન કેમ ન હોય, તમારે જો સફળ થવું હોય તો તમારે વાસ્તવિકતાની સાથે તો રહેવું જ પડશે.

આપણે બધાં જ યોજનાઓ બનાવતા હોઈએ છીએ. હકીકતમાં જોવા જઈએ તો આપણામાંના મોટાભાગના લોકો મોટાભાગે બસ ખાલી એ જ કામ કરતાં હોઈએ છીએ. આપણે ભવિષ્ય માટે યોજનાઓ, ગુલાબી યોજનાઓ, આરામદાયક યોજનાઓ, સુંદર યોજનાઓ બનાવતા રહેતા હોઈએ છીએ, પરંતુ મોટાભાગનાં લોકોની મોટાભાગની યોજનાઓ ક્યારેય કોઈ આકાર લેતી જ નથી હોતી. કોઈ વખત તો સીધી સાદી અને વ્યવહારુ યોજના પણ ઠપ થઇ જતી હોય છે. હા, એવાં પણ ઘણાં લોકો હોય છે કે જેઓ પોતાની યોજનાઓને કાર્યાન્વિત પણ કરી શકતા હોય છે. ક્યારેય વિચાર્યું છે એવું શા માટે થતું હોય છે કે…read more