ॐ સ્વામી

તમને એ કેવી રીતે ખબર પડે કે તમે શું જાણો છો?

અભિપ્રાયોના પથ્થરો પડ્યાં-પડ્યાં લાગણીઓની શેવાળને એકઠા કરતાં રહે છે અને વાસ્તવિકતાના દર્શનને ઝાંખું પાડી દે છે. તે તમારો વિકાસ અવરોધે છે.

મને પાબ્લો વાલેની વાસ્તવિક જીવનકથા વાંચ્યાનું યાદ છે. તે જાપાનમાં અંગ્રેજીના વર્ગ લેતો હતો. શિયાળો ઝડપભેર આવી રહ્યો હતો અને બદલાતી ઋતુ વખતે જેમ સામાન્ય રીતે બનતું હોય છે તેમ ઘણાં લોકોને શરદી અને ફ્લુ થઇ રહ્યો હતો. એક ઠંડી સવારે, એક જાપાની વિદ્યાર્થીની પોતાનું મોઢું ઢાંકીને તેનાં વર્ગમાં આવી. તેને પોતે માસ્ક પહેર્યો હતો. પાબ્લોએ વિચાર્યું, “અરે, આ દેશમાં તો લોકો બિમાર ન પડે એટલાં માટે જરાક વધારે પડતી જ કાળજી લેતાં હોય છે.” એક કલાક પછી, વિરામ દરમ્યાન, તે પેલી વિદ્યાર્થીની પાસે ગયો. “કેમ માસ્ક પહેર્યો છે?” તેણે…read more

તરુણાવસ્થાની મૂંઝવણો

સમુદ્રનું મોતી બનવું કે એક સામાન્ય ટીપું તેનો આધાર યોગ્ય સમયે યોગ્ય પસંદગીઓ કરવા ઉપર રહેલો હોય છે.

મને ખરેખર ખબર નથી પડતી કે હું શું કરી રહ્યો છું, શા માટે કરી રહ્યો છું, એવી ઘણી બધી વસ્તુઓ છે જે મારે નથી કરવી હોતી છતાં મારે કરવી પડતી હોય છે. હું ખુબ જ મૂંઝાઈ ગયો છું, મારું શેમાંય ધ્યાન લાગતું નથી, મારાથી એક પણ શિસ્તનું પાલન નથી થતું કે મારી પ્રાથમિકતાઓને યોગ્ય રીતે ગોઠવી શકતો નથી. હું મારી જાતને જરાય મદદરૂપ થઇ નથી રહ્યો. હું જયારે પણ કઈ કરવાનો પ્રયત્ન કરું તો મારો ૧% જેટલો પ્રયત્ન કર્યા વગર જ તેને તરત બહુ જલ્દી પડતું મૂકી દઉં છું. હું…read more

શું કષ્ટ ભોગવવું ખરેખર અનિવાર્ય છે?

શ્રદ્ધાનાં દીપક વડે કષ્ટનું અંધારું દુર થાય છે. તમે તેની નીચે અને આજુબાજુ શું છે તે જોઈ શકો છો.

અસંખ્ય લોકો સાથે નિયમિતપણે બોલવાથી, દુનિયાભરના વાંચકોના ઈ-મેઈલ વાંચવાથી, એક વાત મેં જાણી છે કે કોઇપણ સાથે કઈ પણ ખરાબ થાય કે પ્રથમ વસ્તુ જો એ કઈ અનુભવતા હશે તો એ હશે અવિશ્વાસની ભાવના. જો કે છૂપી રીતે આપણા દરેકજણ પાસે પોતાના વિશેની આત્મ-શંકા અને નિરર્થકતાને અનુભવતી ઉદાસીન ક્ષણો હોય જ છે; તેમ છતાં મોટાભાગના એવું માનતાં હોય છે કે આપણે બીજા સરેરાશ લોકો કરતાં વધુ સારા છીએ. દાખલા તરીકે મોટાભાગના લોકો એવું માને છે કે પોતે પોતાનાં સાથી કરતાં વધારે દાની, વધારે કાળજી કરનારા છે. કાં તો પછી તેઓ…read more

જાગૃતતાનાં નવ સ્તર

આ લેખમાં હું પતંજલિ અને વ્યાસ જેવા મહાન યોગીઓએ કહેલાં જાગૃતતાનાં નવ સ્તર વિશે વિગતવાર વાત કરું છું.

તમે આ લેખ વાંચવાનું ચાલુ કરો તે પહેલાં જ હું તમને જણાવી દઉં કે આજનું મારું લખાણ જેને ધ્યાન જેવા વિષયમાં રસ નથી કે પોતે પ્રવૃત નથી એમને કંટાળાજનક લાગી શકે છે. વધુમાં એ મારા સામાન્ય અઠવાડિક લેખ કરતાં ઘણું લાંબુ પણ છે. માટે, જો તમને ધ્યાન અને માનવ ચેતના જેવા વિષયમાં રસ ન હોય તો તમે આ લેખ વાંચવાનું ટાળી શકો છો. આ લેખ મેં વિશેષત: જે ગંભીર સાધકો છે તેમનાં માટે લખ્યો છે. ગયા અઠવાડિયે, સાધકોના ચાર પ્રકાર વિશે લખતી વખતે મેં વચન આપ્યું હતું કે હું જાગૃતતાનાં…read more