ॐ સ્વામી

તમે કયા પ્રકારના સાધક છો?

ધ્યાનના ફાયદાઓ તેની તીવ્રતા અને તેનાં અભ્યાસની ગુણવત્તા ઉપર સીધો આધાર રાખે છે. અહી કઈક વિચાર કરવા જેવું છે.

મારે કઈ રીતે ધ્યાન કરવું જોઈએ? કઈ પદ્ધતિ મારા માટે સર્વશ્રેષ્ઠ છે? મારું મન ધ્યાન કરતી વખતે સ્થિર રહેતું નથી; હું તેને ભટકતું કઈ રીતે રોકું? જયારે ધ્યાનની વાત આવતી હોય ત્યારે આ ત્રણ સૌથી સામાન્ય સવાલો હોય છે જે મને પૂછવામાં આવતાં હોય છે. ચોક્કસ મન છે તે સ્થિર નથી રહેતું હોતું અને માટે જ તો આપણે ધ્યાન કરતાં હોઈએ છીએ. જો કે મને ખબર છે તમારો કહેવાનો અર્થ શું છે તે; તમે ધ્યાન કરવા માટે જેટલો વધારે પ્રયત્ન કરો છો મનની ચટર-પટર પણ એટલી જ વધારે મોટેથી ચાલવા…read more

સૌથી અઘરી લાગણી

બુદ્ધનાં જીવનની એક સુંદર વાર્તા કે જેમાં સૌથી અઘરી લાગણી ઉપર કેવી રીતે નિપુણતા પ્રાપ્ત કરવી તેનાં વિશે એક ગહન સંદેશ છે.

આજે, હું એક સૌથી અઘરી એવી માનવીય લાગણી ઉપર વાત કરીશ. ભૂતકાળમાં મેં તેનાં ઉપર લખ્યું છે અને તેને એક ક્રિયા, એક જાગૃત પસંદગી કહી છે. મુશ્કેલી એ છે કે આ એક ક્રિયા હોવા છતાં આ લાગણી હકીકતમાં અમલમાં મુકવી ખુબ જ અઘરી છે કારણકે આપણે આપણી લાગણીઓની પક્કડમાં એટલાં બધા આવી ગયા હોઈએ છીએ કે મોટાભાગે આપણા ઉપર આપણી લાગણીઓનો જ વિજય થઇ જતો હોય છે. તેમાં કોઈ પસંદગીનો વિકલ્પ હોય તેવું લાગતું જ નથી. કોઈ તમને સહેજ ગુસ્સે કરે કે તમે તરત જ, તમને ખબર પણ પડે તે…read more

આપણે શા માટે દુઃખી છીએ.

શા માટે ખુશી એ ઉનાળાનાં વાદળોની માફક ક્ષણિક અને ભ્રામક ભાસે છે, જયારે આપણા દુઃખો અને વિપત્તિઓ કોઈ મહાકાય ખડક અને ચટ્ટાન જેવા લાગે છે.

તાજેતરમાં જ હું કોલકત્તામાં યોજાયેલી આધ્યાત્મિકતા, શક્તિ અને માનવતાના છઠ્ઠા વૈશ્વિક સંમેલનમાં બોલ્યો. ડૉ. એચ. પી. કનોરીયા, એક સાદા કરોડપતિ અને હૃદયથી ખુબ પરોપકારી જીવ છે કે જેમણે મને ખુબ જ પ્રેમપૂર્વક એક માનનીય અતિથી તરીકે નિમંત્રણ પાઠવીને સતત બીજા વર્ષે પણ તેમાં બોલાવ્યો હતો. હું અંગત રીતે ઘણાં ગર્ભશ્રીમંતોને ઓળખું છું, પરંતુ ડૉ. કનોરીયા જેવા બહુ ઓછા જોયા છે કે જે દુનિયા માટે કઈક કરી છૂટવા માટે કટિબદ્ધ હોય અને સામાજિક કલ્યાણ હેતુ પોતાનાં માનવીય અને આર્થિક સ્રોતનો મોટાપાયે રોકાણ કરતાં હોય. તેઓ ઇચ્છતાં હતાં કે હું ત્યાંના શ્રોતાગણ…read more

વિશેષ જરૂરિયાતવાળા બાળકોનો ઉછેર

કોઈ વખત હુંફાળા અને સુર્યપ્રકાશ વાળા સ્થળને બદલે, આપણે ઠંડા અને અંધકાર ભર્યા સ્થળ ઉપર પહોંચી જતાં હોઈએ છીએ. તેને પણ તેની પોતાની સુંદરતા હોય છે. જીવન તો આવું જ હોય છે.

ગયા મહીને, હું એક યુગલને મળ્યો હતો કે જેઓને એક ઑટિસ્ટિક (ઑટિઝમ નામનાં રોગથી ગ્રસ્ત) બાળક હતું. તેઓ ફક્ત આશીર્વાદ મેળવવા માટે જ આવ્યા હતાં. ઑટિઝમ એ મારા હૃદયની ખુબ જ નજીક છે. ૨૦૧૨માં, મેં ઑટિઝમથી પીડાતા એક બાળકનાં જીવન ઉપર એક વિડીઓ બનાવ્યો હતો કે જે પૂર્ણિમા રામ કિરણ નામની એક ઉદાર વ્યક્તિની એક પારિતોષિક વિજેતા વાર્તા ઉપર આધારિત હતો. તમે તેને અહી જોઈ શકો છો. હું જોકે એવું તો નથી કહી શકતો કે હું ઑટિસ્ટિક બાળકનાં માતા-પિતા અને ભાઈ-ભાંડુંઓની ચુનોતીઓને સંપૂર્ણપણે સમજુ છું, કેમ કે મને આવી કોઈ…read more

નુતન વર્ષે કરેલા સંકલ્પોને કેવી રીતે જાળવી રાખવા

જયારે તમે ધીરજ અને શિસ્તબદ્ધ રીતે ચાલતાં રહો છો ત્યારે સંકલ્પ સિદ્ધિનો માર્ગ તમારા માટે ખૂલતો જાય છે. એક સમયે બસ એક કદમ ચાલો.

એની ટેઈલર લેબેલના કાર્ટૂનમાં એન્ગસ નામનો કુતરો ફિલ નામનાં બીજા કુતરાને પૂછે છે: “નવા વર્ષનો સંકલ્પ એટલે શું?” “તે એટલે જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરવાનાં કામોની યાદી,” ફીલે જવાબ આપતાં કહ્યું. કેમ આ વાત બરાબર લાગે છે ને? આપણામાંના મોટાભાગનાં લોકો નવા વર્ષના પ્રારંભે નવા સંકલ્પો કરે છે. અંગત રીતે, મને આ સંકલ્પો કરવાનો વિચાર ગમે છે. તે તમને એવું કઈક આપે છે કે જેનાં માટે તમે આખું વર્ષ કાર્યરત રહી શકો છો. અલબત્ત, તે તમને સંકલ્પ સિદ્ધીનાં અંતે તેની ઉજવણી કરવાનું એક બીજું પણ કારણ આપે છે. જો કે,…read more