ॐ સ્વામી

૨૦૧૪ – એક ઝાંખી

દરેક ક્ષણ પસાર થઇ જ જતી હોય છે, દરેક ઋતુઓ પસાર થઇ જતી હોય છે અને બીજી આવતી હોય છે. આ સમયનું સત્ય છે.

બીજું એક વર્ષ પસાર થઇ ગયું, ૫૨ અઠવાડિયા કે ૩૬૫ દિવસો કે ૮૭૬૦ કલાકો કે પછી ૫,૨૫,૬૦૦ મીનીટો. તમારે જે રીતે ગણતરી કરવી હોય તે રીતે, આ એક ઘણો મોટો સમય હતો જે જતો રહ્યો. એ સમય, કે જે ક્યારેય પાછો નહિ આવે. થોડા દિવસ પહેલાં, અમુક લોકોએ નુતન વર્ષ માટેનો વિડીઓ સંદેશ રેકોર્ડ કરવાની મને વિનંતિ કરી. મેં થોડી ક્ષણો માટે તેનાં ઉપર વિચાર કર્યો અને મેં નક્કી કર્યું કે આ વખતે એવું કશું નથી કરવું, મને નથી લાગતું કે મારી પાસે કશું પણ નવું કહેવા જેવું કઈ હોય….read more

સમાનુભૂતિનું બીજ

તેઓ જ્યાં છે ત્યાં રહીને તમે તેઓ તેવાં કેમ છે તે સમજો. જયારે સામે વાળાની વાતને ફક્ત સમાનુભૂતિથી સમજી શકાય તેમ હોય ત્યારે પોતાની વાતને ભારપૂર્વક રજુ ન કરો. તે બન્ને વચ્ચેનો ફરક સમજો.

થોડા અઠવાડિયા પહેલાં મેં સમાનુભૂતિ ઉપર એક લેખ લખ્યો હતો અને તેને મેં સૌથી મોટા આધ્યાત્મિક ગુણોમાંનો એક કહ્યો હતો. એજ લેખમાં મેં કહ્યું હતું કે હું સમાનુભૂતિનાં બીજ, ઉપર ભવિષ્યમાં લખીશ અને જણાવીશ કે આ સૌથી મોટા આધ્યાત્મિક ગુણને કેવી રીતે ખીલવી શકાય. સમાનુભૂતિ કે દયા એ પ્રેમની જનની છે કારણકે સંવેદના દ્વારા જ આપણે સામેની વ્યક્તિને જાણી શકીએ છીએ, અને એનાં દ્વારા જ આપણે તેમનાં વિશ્વને તેમની નજરે નિહાળી શકીએ છીએ. જો કે પ્રેમ અને આસક્તિમાં પણ કાળજી અને પોતાપણાની લાગણી તો જરૂરથી હોય છે, પરંતુ તેમ છતાં…read more

વિશ્વાસઘાત

એક સાચા ગુરુની હાજરી ઝરણા જેવી હોય છે કે જે પોતાનાં શિષ્યની કઠોર થઇ ગયેલી આદતોને ખુબ જ કાળજીપૂર્વક તરાશીને ઘડે છે. એક સાતત્યતાથી

મને અનેકવાર ગુરુ વિષે, ગુરુની ભૂમિકા વિષે, ગુરુને સમર્પણ વિષે, તમારે તમારા ગુરુનો કેટલો વિશ્વાસ કરવો જોઈએ વિગેરે ઉપર સવાલો મળતા હોય છે. એક પ્રેમાળ વાંચક કે જે મારો બ્લોગ ખાસા સમયથી વાંચી રહી છે, અને જેણે હાલમાં જ મારું બહાર પડેલું સંસ્મરણનું પુસ્તક વાંચ્યું છે, તેણે મને ઈ-મેઈલ લખ્યો છે. તે પોતે સત્યાનંદ (૧૯૨૩ – ૨૦૦૯), એક પ્રખ્યાત યોગ ગુરુ, કે જેમનો આશ્રમ શારીરિક શોષણના ગુનાસર શોધખોળ હેઠળ છે, તે પોતે આ સમાચાર વાંચીને ખુબજ અને કદાચ વ્યાજબીપણે વ્યાકુળ થઇ ગઈ છે. તેણે લખ્યું છે: આ મુદ્દા ઉપર થોડા…read more

The Wellness Sense – સ્વાસ્થ્ય સમજ

તમારા શારીરક અને લાગણીકીય સ્વાસ્થ્ય માટે આયુર્વેદીક અને યૌગિક જ્ઞાન ઉપર આધારિત એક વ્યવહારુ માર્ગદર્શન.

ક્યારેય વિચાર્યું છે કે શા માટે અમુક આહાર અમુક લોકો માટે અદ્દભુત રીતે કામ કરે છે અને અન્ય માટે નથી કરતો? શા માટે અમુક લોકોને જ અમુક ઋતુઓમાં એલર્જી થાય છે? શા માટે અમુક લોકો ફક્ત એક દારૂનો ગ્લાસ પીવા માત્રથી જ નશામાં ધુત થઇ જાય છે જયારે અમુક લોકો બોટલોની બોટલો ગટકાવી ગયા પછી પણ સંયમિત વર્તન કરતાં રહેતા હોય છે? અને, શા માટે અમુક લોકો ફક્ત અડધો કલાક શારીરિક કામ કર્યા પછી પણ થાકી જાય છે જયારે અમુક લોકોમાં અથાક ઉર્જા ભરેલી હોય છે?ઉપરોક્ત સવાલોનો તેમજ અન્ય અનેક…read more