ॐ સ્વામી

ટીકા કે આલોચના સાથે કામ લેવાના ત્રણ સિદ્ધાંતો

જયારે તમે આલોચના સાથે ગુસ્સે થયા વગર કેવી રીતે કામ લેવું તે શીખી જશો, ત્યારે તમે તમારી જાતને શાંતિના એક સાશ્વત કિનારે આનંદપ્રમોદ કરતાં પામશો.

આપણું મન ટીકાને એક દખલંદાજી તરીકે જુવે છે. આ સત્ય છે. ખાસ કરીને સામે વાળાથી જયારે નકારાત્મક અભિપ્રાય અવાંછિત હોય. મોટાભાગે સંબધોમાં દ્વેષનું બીજ ત્યારે જ ફૂટી નીકળતું હોય છે જયારે અનિવાર્ય એવી ટીકા ખુબ નિર્દયતાથી કરવામાં કે કહેવામાં આવે. ત્યારપછી, હકારાત્મક અભિપ્રાયને પણ સામાવાળા વ્યક્તિનો એક પક્ષપાતી મત ગણીને નકારી દેવામાં આવતો હોય છે. “ટીકા સાથે કદાચ સહમત ન થઇ શકાય એવું બની શકે પરંતુ તે જરૂરી હોય છે. તે શરીરમાં ઉઠતાં દર્દ જેવું જ કાર્ય કરે છે. તે વસ્તુની નાદુરસ્ત પરીસ્થિતી તરફ તમારું ધ્યાન ખેંચે છે.” વિન્સ્ટન ચર્ચિલનાં…read more

મારા ખરાબ સમયનો અંત ક્યારે આવશે?

“આવું કાયમ મારી જોડે જ કેમ થાય છે?” જયારે લોકોનાં જીવનને સમયનું ગ્રહણ લાગે ત્યારે કે પછી વિપત્તિઓ તેમનાં જીવનની ખુશીઓને કોતરી ખાય ત્યારે તેઓ આ સામાન્ય સવાલ હંમેશા કરતાં હોય છે.

આ વર્ષ ઘણાં લોકો ઉપર બહુ ભારે સાબિત થયું. વાંચકોએ મને તેમનાં પ્રિયજનને ગુમાવ્યાની ખોટ વિષે, તેમનાં સંબધ-વિચ્છેદ વિષે, મહિનાઓ સુધી તેઓ નોકરી વગર રહ્યા તેનાં વિષે મને લખી જણાવ્યું છે. તેઓ પોતાનાં ભવિષ્ય વિષે ચિંતિત છે, તેઓ પોતાનાં જીવનમાં રહેલી અસલામતી અને અસ્થિરતાથી થાકી ગયા છે. તેઓ પાસે ઘણું બધું એવું છે કે જેમની કાળજી તેમને કરવી જ પડે તેમ છે, એવું તેઓ મને કહેતાં હોય છે. વાસ્તવમાં, કોઈ પણ સમયે, આપણામાંના મોટાભાગનાં લોકોના જીવનમાં એકસાથે ઘણું બધું ચાલી રહ્યું હોય છે. આપણે આપણી ઉપર એટલી બધી જવાબદારીઓ લઇ…read more

સૌથી મોટો આધ્યાત્મિક ગુણ

દયાનું બીજ શું છે? પ્રસ્તુત છે દયાળુ હોવાનું અનુભવવા માટે આવશ્યક એવાં સૌથી મોટા ગુણ ઉપરનું મારું મંતવ્ય.

જો તમે મને એ સવાલ પૂછો તો: કોઈ પાસે સૌથી મોટો ગુણ હોય તો તે કયો હોઈ શકે? એક પણ ક્ષણનાં ખચકાટ વગર હું કહીશ કે તે છે દયાનો. એવું કહ્યા પછી પણ હું એ વાતને નકારતો નથી કે કોઈ વાર તમારે કોઈ તાર્કિક કારણોસર દયાળુ બનવા કરતાં તમારે તમારા પોતાનાં હીતને પ્રથમ પ્રાધાન્ય આપવું પડતું હોય છે. હંમેશા દયાળુ બની રહેવું સહેલું નથી, પરંતુ, બીજા કોઈ પણ સદ્દગુણની માફક, આ ગુણને પણ શીખીને, અમલમાં મૂકીને અભ્યાસ કરતાં રહીને તેમાં નિપુણતા પ્રાપ્ત કરી શકાય છે. આજે, જોકે, હું દયા ઉપર…read more

તંદુરસ્ત સંબધનું રહસ્ય

પ્રેમ કરવો અને જીવવું એ બને સમાનર્થી નથી. પ્રેમ એ કદાચ લાગણી સંબધી બાબત હોઈ શકે છે પરંતુ જીવવું એ તો મોટાભાગે વ્યવહારુ હોવા વિષે છે.

મેં ભૂતકાળમાં પ્રેમ ઉપર ઘણું બધું લખ્યું છે. સૌથી સામાન્ય ફરિયાદ હજી પણ જો મને મળતી હોય તો તે એ છે કે મને પહેલાં જેવું નથી લાગતું, કે પછી એ પહેલાં જેવો વ્યક્તિ હવે નથી રહ્યો કે પછી તે મારા કુટુંબનું માન નથી રાખતી કે પછી તે ખરેખર બદલાઈ ગયો છે કે પછી તે મને હવે સમજતો નથી અને વિગેરે. મને બિલકુલ નવાઈ નથી લાગતી કારણકે પ્રેમ વિષે એક મોટી ગેરસમજ થયેલી છે. જયારે બે વ્યક્તિઓ પ્રેમમાં હોય ત્યારે તેમાંના એક કે બન્ને એવું માનવા લાગે છે તેમને બન્નેને જીવવા…read more

મને એકલવાયું લાગે છે

એકલવાયું લાગવું તે કુદરતી લાગણી છે, પરંતુ એકલવાયું અનુભવવું અને એકલવાયા હોવાનો ડર લાગવો તે બેની વચ્ચે તફાવત રહેલો છે.

દરેકજણ એકલું હોય છે. આ સત્ય છે. હું એવાં કોઈને હજી ઓળખતો નથી જેણે ક્યારેય પોતાનાં જીવનમાં એકલવાયા હોવાનું અનુભવ્યું ન હોય. કોઈ તેને બીજા કરતાં લાંબા સમય સુધી અને વારંવાર અનુભવે છે, જે હોય તે, પરંતુ આ એક એવી લાગણી છે જેને આપણામાંના દરેકે અનુભવી હોય જ છે. એકલવાયા હોવાની લાગણીનો મૂળ સ્વભાવ સમજવો ખુબ જરૂરી છે કારણકે તેમાંથી એક બીજી અને વધારે શક્તિશાળી લાગણી જન્મતી હોય છે: દુઃખની લાગણી. જયારે તમને એકલવાયું લાગતું હોય, ત્યારે તમે દુઃખ અનુભવો છો. અને ત્યારે બધું જ અર્થહીન ભાસે છે, પ્રત્યેકજણ ત્યારે…read more