ॐ સ્વામી

સુખ એ એક મુસાફરી છે

સુખ અને ખુશીઓ એ એક માર્ગ છે જેના ઉપર આપણે ચાલતાં હોઈએ છીએ. એ કટિબદ્ધતાનું કામ છે, એ પસંદગી હોય છે અને નહિ કે કાયમ પરિણામ.

મારું ઈનબોક્સ દુઃખ અને તકલીફોના ઈ-મેઈલથી છલકાઈ ગયું છે. લોકોની નોકરી જતી રહી છે, કોઈનાં છુટાછેડા થઇ રહ્યા છે, તો કેટલાંક લોકો બિમાર થઇ ગયા છે. કેટલાંક પોતાનાં પૈસા ગુમાવી રહ્યા છે તો કોઈ કોર્ટમાં પોતાનો કેસ હારી રહ્યા છે, ઘણાં લોકો કેટલાંય મહિનાઓથી બેરોજગાર રહેલાં છે તો કેટલાંક ભારે દેવાના ડુંગર નીચે દબાયેલા છે. લોકો પોતાનાં ભવિષ્ય માટે ચિંતિત છે અને પોતાનાં ભૂતકાળથી પરેશાન. ઘણાં લોકો પોતાનાં કામ પર, ઘરમાં કે બન્ને જગ્યાએ ઘણી ચુનોતીઓમાંથી પસાર થઇ રહ્યા છે. ચિંતા, ચિંતા અને થોડી વધારે ચિંતા. આપણામાંના મોટાભાગના લોકો આ…read more

If Truth Be Told — A Monk’s Memoir

If Truth Be Told એ મારું સંસ્મરણ પુસ્તક છે જે આવતાં મહીને હાર્પર કોલીન્સ ઇન્ડિયા દ્વારા બહાર પડશે. આ મારી અત્યાર સુધીની જીવનયાત્રા છે.

જો તમે મને પૂછો તો હું કહીશ કે આપણે કદાચ વિચિત્ર જાતિ છીએ. મોટાભાગે હંમેશાં, આપણને કઈક અલગ જોઈતું હોય છે કાં તો આપણી પાસે જે પહેલેથી હોય તેનાંથી વધુ જોઈતું હોય છે. વિચિત્ર એટલાં માટે કેમ કે આપણી નિ:સ્વાર્થ રહેવાની ક્ષમતા આપણી સ્વાર્થી રહેવાની તાકાત જેટલી જ ભરપુર હોય છે. હું એ વાતની ખાતરી આપી શકું છું કેમ કે હું મારી જાતને એક દયાળુ વ્યક્તિ તરીકે જોઉં છું, અને મને નથી લાગતું કે મારામાં ક્યારેય મારા પ્રિય વ્યક્તિઓને દુઃખ આપવાનું હૃદય હતું. પણ જયારે મારી ઈચ્છાએ મને ધક્કો માર્યો…read more

સાશ્વત સત્ય

સમગ્ર જીવસૃષ્ટિ સતત એક સામાન્ય સત્ય માટે કામ કરતી હોય છે. તે એકદમ સરળ અને સીધું છે. આ છે મારો તેનાં પરનો દ્રષ્ટિકોણ.

એક દિવસે, મારી આંખો કમ્પ્યુટરની સામે સતત કેટલાંય કલાકો સુધી જોયા કરવાથી ખુબ જ થાકી ગઈ હતી. હું મારું આવનાર જીવન સંસ્મરણનાં પુસ્તકમાં સુધારા વધારા કરવામાં વ્યસ્ત હતો અને સાથે સાથે આવતાં અસંખ્ય ઈ-મેઈલનાં જવાબો પણ આપી રહ્યો હતો. પરંતુ હવે હું કમ્પ્યુટરના પડદા સામે વધુ જોઈ શકું તેમ નહોતો કારણકે હવે તેનાં ઉપર શબ્દો જાણે તરતા ન હોય એવું લાગતું હતું. મારી આંખોને થોડો આરામ આપવા માટે, મેં બારીનો પરદો થોડો ખસેડ્યો અને બહાર જોયું. તે એક ખુબ સુંદર દ્રશ્ય હતું. નદી ધીમા પ્રવાહે વહી રહી હતી, પર્વતો લીલાછમ…read more

લાગણીઓનું સ્રોત

લાગણીઓ ઝાકળબિંદુઓ જેવી છે જે જાગૃતતાનો સૂર્યોદય થતાં જ અદ્રશ્ય થઇ જાય છે. મૂળ સુધી પહોંચવા માટે આ સરળ ધ્યાન કરો.

ગયા અઠવાડિયે મેં તમને વચન આપ્યું હતું કે હું આ વખતે ધ્યાનની એક કલા ઉપર લખીશ કે જે તમને તમારી લાગણીઓનાં મૂળ સ્રોત સુધી પહોંચીને તેને સમજવા માટે મદદ કરશે. તમે જેને જેટલું વધુ સમજી શકો તેનો તમે તેટલો જ વધુ સારી રીતે સામનો કરી શકો છો. નરી આખે જોઈએ તો, એ બિલકુલ તાર્કિક વાત છે કે આપણી સાથે કોઈ વ્યક્તિ કેવું વર્તન કરે છે તેનાં ઉપરથી તે આપણને ગમે છે કે નથી ગમતી હોતી. વાસ્તવિકતા, જો કે, થોડી વધારે જ ગુંચવણ ભરેલી છે. આપણી કોઈ બીજા પ્રત્યેની લાગણી ફક્ત…read more