ॐ સ્વામી

તમારી શાંત અવસ્થાને જાળવી રાખવાનાં ત્રણ માર્ગ

તમારા સંબધો ગમે તેટલાં તોફાની કેમ ન હોય, તેમાં તમારા જીવનનાં વહાણને શાંતિના કિનારા સુધી લઇ જવા માટેના ત્રણ રસ્તા.

ગયા સપ્તાહના મારા પીડિત સંબંધો ઉપરનાં લેખ પછી, અમુક વાંચકોએ મને ઈ-મેઈલ કરીને તેમનાં જીવનની ગુંચવણો મને લખી જણાવી કે શા માટે તેઓ પોતાનાં સાથીને છોડી શકે તેમ નથી. તેમને મને એવું પૂછ્યું કે આવા સંજોગોમાં એક રાહત આપે તેવી વ્યક્તિગત પદ્ધતિને કેવી રીતે વિકસાવવી. હું તમારી દુર્દશા સમજુ છું; એક સંબધ કાયમ કઈ સુસંવાદીત કે પીડિત નથી હોતો, કોઈ વખત તે ફક્ત એક લુખ્ખો સંબધ હોય છે, કોઈ પણ પ્રકારનાં આનંદ કે સહવાસ વિનાનો. તેમાં તમારો કોઈ દુરુપયોગ પણ નથી થતો હોતો, પરતું તમારા સાથીની તટસ્થતા અને અવગણના તમને…read more

એકલ માં-બાપ અને ભગ્ન લગ્નજીવનો

તમારી જાતને ખીલવાનો મોકો આપો અને ત્રાસદાયક લગ્નજીવનને “ના” કહો. ક્યારેય કોઈને તમારા ગૌરવને કચડવાનો હક ન આપો.

ગયા મહીને મને થોડા વાંચકોએ જુદા ઈ-મેઈલ કરીને એક સમાન મુદ્દા વિષે લખ્યું હતું: સંબધોમાં અસામંજસ્યતા. હું તેમની ટીકાઓને ભેગી કરીને અહી મુકું છું. હું મારા ૧૫ વર્ષનાં લગ્નજીવનમાં મારાથી બનતું બધું જ કરી છૂટી છું તેમ છતાં મારા પતિ ખુબ જ ખરાબપણે મારા પર ગુસ્સે થયા કરે છે. તે મને ગાળો આપે છે અને મારા ઉપર એવી રીતે રાડો પાડે છે કે જાણે હું કોઈ આ ઘરની વણજોઈતી નોકર ન હોય! બધું જ નાની-નાની વાતો ઉપરથી ચાલુ થાય છે અને આ તેમનું મારા પ્રત્યેનું એક સામાન્ય વર્તન હવે થઇ…read more

વ્યક્તિગત પરિપૂર્ણતાનો માર્ગ

આપણી ખુશી આપણી વ્યક્તિગત પરીપૂર્ણતા ઉપર ખુબ જ મોટા પ્રમાણમાં આધાર રાખે છે અને, વ્યક્તિગત પરિપૂર્ણતા અંતે આપણા માટે જે મહત્વનું હોય તેની પાછળ પડી જવાથી આવતી હોય છે.

તમે ક્યારેય તમારા જીવન વિષે વિચાર કર્યો છે? જેમ કે તમે ક્યાં જઈ રહ્યાં છો, તમે શું કરી રહ્યાં છો અથવા તો તમે જે રીતે જીવી રહ્યાં છો તેવું કેમ જીવી રહ્યાં છો? મને લાગે છે કે ક્યારેક ને ક્યારેક તો દરેકજણ તેનાં વિષે વિચાર કરતાં જ હોય છે. તમે જો શાંતિથી બેસીને આ સવાલો ઉપર ચિંતન કરો તો, તમારી અંદરની બે બાજુઓ ઉભરીને તમારી સામે આવશે. અને બન્ને પોતપોતાના મુદ્દા ઉપર એવી રીતે દલીલ કરશે જાણે કે બે વકીલો ન્યાયાધીશની સામે ન કરતાં હોય. તમારી એક બાજુ કહેશે, ફરિયાદ…read more

જયારે તેઓ તમારી અંદર ક્રોધ જન્માવે

તમે તમારો ગુસ્સો ધરાવો છો કે ગુસ્સો તમને ધરાવે છે? કોણ કોની અંદર રહેલું હોય છે?

એક દિવસે એક વાંચકે મને ઈ—મેઈલ કરીને પૂછ્યું કે કોઈ જયારે તમને ગુસ્સો અપાવે ત્યારે શું કરવું? જો કે, ભૂતકાળમાં મેં ક્રોધ ઉપર સારું એવું લખ્યું છે, ચાલો આજે થોડું વધુ એનાં વિષે જોઈએ, કારણકે આખું જગત જાણે કે એનાંથી પીડા અનુભવે છે. દરેકજણ ક્રોધ અનુભવે છે અને લોકો નજીવી બાબતોથી ગુસ્સે થઇ જતાં હોય છે. ઘણાં લોકો તેમનાં ભૂતકાળ પ્રત્યે ક્રોધિત હોય છે તો કોઈ તેમનાં વર્તમાન પ્રત્યે. ઘણાં તેમનાં સાથી ઉપર ગુસ્સે હોય છે, તો કોઈ પોતાનાં માતા-પિતા ઉપર, કોઈ પોતાનાં બાળકો ઉપર ગુસ્સે થતાં હોય છે, કોઈ…read more