ॐ સ્વામી

સૌથી મોટામાં મોટો ભય

અજાણ્યાપણાના ભય કે પછી મૃત્યુનો ભય, કશું ગુમાવી બેસવાના કે પછી નિષ્ફળતાના ભયની પણ પેલે પાર એક બીજો ભય રહેલો હોય છે. તે છે સૌથી મોટામાં મોટો ભય. જાણવા માટે વાંચતા રહો.

“હું જયારે પણ બોક્સિંગ રીંગમાં ઉતરું ત્યારે મને ભય લાગતો હોય છે, પરંતુ ભયની સાથે આ રીતે જ કામ લેવાનું હોય છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમારા પગને બરાબર જમીન ઉપર ખોડો, અને તમારું મોઢું બરાબરનું કચકચાવો અને બોલો, ‘ચલ, જઈએ.’ ” આ શબ્દો છે માઇક ટાયસનના. ટુકમાં તેનો સાર કહેવો હોય તો એ જ છે કે: ‘ચલ જઈએ.’ ભયનું સૌથી મોટું મારણ હોય તો એ છે ભયભીત થવા કરતાં કાર્યાન્વિત થઇ જવું. તમે જો આજુબાજુ નજર કરશો તો તમને જણાશે કે મોટાભાગનાં લોકો તેમનું સમગ્ર જીવન…read more

દયા ઉપર થોડી વાત

દયાની ઉંચાઈ શું હોઈ શકે? એક નિર્દોષ, નિષ્કલંક મસીહાએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું.

“ શું તમે દયાવાન છો?” “મોટાભાગે હોઈએ છીએ,” તેઓ જવાબ આપે છે. “શું તમે માફ કરો છો?” “હા, મોટાભાગે કરીએ છીએ,” તેઓ જવાબ આપે છે. હું જયારે પણ કોઈને ઉપરોક્ત બે સવાલો કરું છું ત્યારે મને મોટાભાગનાં લોકો આ જ જવાબ આપતાં હોય છે. જો તમને સાચું કહું તો, જયારે પણ આપણે ક્યારેક-ક્યારેક દયાવાન કે માફી આપનાર બનતાં હોઈએ છીએ ત્યારે તેવું આપણે ખરેખર તો આપણી અનુકુળતાએ જ કરતાં હોઈએ છીએ, એનો અર્થ એવો થાય છે કે આપણે હજી પણ એવું વિચારતા હોઈએ છીએ કે દયા કરતાં હજી પણ વધારે…read more

વિચારોની શરીર રચના

વિચારો મોજા જેવા હોય છે, તે કદાચ આમંત્રણ આપતાં હોય એવાં લાગી શકે પરંતુ તે હંમેશા ક્ષણિક અને અસ્થિર જ રહેતા હોય છે.

થોડા સમય પહેલાં, મેં બે પ્રકારના ધ્યાન ઉપર ટૂંકમાં લખ્યું હતું, જેમાં ચિત્તએકાગ્રતા અને ચિંતનાત્મક ધ્યાનની વાત આવે છે. ચિંતનાત્મક ધ્યાનમાં એક મહત્વની ક્રિયા – વિચારની પ્રકૃતિ ઉપર ચિંતન કરવાની હોય છે, અને સાધકનાં જીવનમાં એક અતિ મહત્વની ક્ષણ એ આવતી હોય છે કે જયારે તેને એ વાતનો સાક્ષાત્કાર થઇ જાય છે કે વિચારોને તેનો પોતાનો કોઈ સાર હોતો નથી. વિચારો સારા કે ખરાબ, સાચા કે ખોટા, નૈતિક કે અનૈતિક હોતા નથી, વિચારો ફક્ત વિચારો જ હોય છે. આપણે વિચારોને કેવી રીતે અનુસરતા હોઈએ છીએ કે તેનો કઈ રીતે ઉપયોગ…read more

સૌથી ખરાબમાં ખરાબ રોગ

કઈ બીમારી તમને અંદરથી સુકવી નાંખીને, ખોખલા અને નિર્બળ બનાવી દે છે?

સૌથી ખરાબમાં ખરાબ રોગ કયો હશે, તમને શું લાગે છે? કદાચ જે મરણતોલ બીમારી હોય તે? કે પછી જે જીવતાં માણસને ધીમે-ધીમે મારી રહ્યો હોય તે? કદાચ એવો રોગ કે જે માણસની સક્રિયતાને ખોરવી નાખે તે હશે? કે પછી રોગ પછી તે ગમે તે હોય જે તમારી તંદુરસ્તીને મહત્તમપણે બગાડી નાંખી શકે તે? પરંતુ આજનાં સંદર્ભમાં મારે જે કહેવાનું છે તે આવો રોગ નથી. અને, ના, હું સામાજિક માધ્યમોનાં ભયસ્થાનો વિશે પણ વાત નથી કરી રહ્યો, કે સંદેશ મોકલવાની ક્રિયા દ્વારા અતિશયપણે સંચાર માધ્યમોના વળગાડ વિશે પણ નથી કહી રહ્યો….read more

જીવનનો શો અર્થ છે?

તમે જીવનનો અર્થ ધર્મ કે ક્રિયા-કાંડમાં ન પામી શકો, પરંતુ તમારા હૃદયના ઊંડાણમાંથી જરૂર પામી શકો છો.

મારી બિલકુલ નવાઈ વગર, મારું ઈનબોક્સ મારા ગયા લેખ ઉપરની ટીકાઓથી છલકાઈ ગયું હતું. કેટલાંક લોકોને એ લેખ ખુબ જ ગમ્યો અને ઘણાંને તે બિલકુલ પસંદ નહોતી આવી જયારે અમુક લોકોનો મત આ બે મતની વચ્ચેનાં હતા. ઘણાંએ મને ખુબ સરળ કહ્યો અને ઘણાંએ મુર્ખ. અનેક વાંચકોએ મને નિરાશાવાદી કહ્યો તો ઘણાંને હું નકારાત્મક લાગ્યો. મને તો આ બધું જ ખુબ તાજગીભર્યું અને મનોરંજક લાગ્યું. મનોરંજક એટલાં માટે કે જરા વિચાર કરો: આ બ્લોગમાં ૨૩૦થી વધારે લેખ હશે, અને કોઈ પણ લેખને જો સૌથી વધારે ટીકાઓ મળે છે તો તે…read more