ॐ સ્વામી

આપણે કેવી રીતે ઉદ્દભવ્યા?

સવાલ તમારો એ ન હોવો જોઈએ કે માનવ જીવનનો હેતુ શું છે પરંતુ એ હોવો જોઈએ કે તમારા જીવનનો હેતુ શું છે?

મને એક દિવસે એક રસપ્રદ ઈ-મેઈલ આવ્યો હતો. તમે તેમાંથી જે સામાન્ય સૂર છે તેને જવા દો તો તેમાં પુછેલા સવાલો હકીકતમાં ખુબ જ ગહન છે તે તમને જણાશે. જો કે મને શંકા છે, તેમ છતાં હું આશા રાખું છું કે તમારી પાસે કદાચ અમુક જવાબો હશે જે કોઈની પાસે નથી. તો મને તમે કોઈ પણ પ્રકારની આધ્યાત્મિકતાનાં રહસ્યોની અતિશયોક્તિ કર્યા વગર જો મને કહી શકો તો (તમારી મહેરબાની!). આપણે કેવી રીતે ઉત્પન્ન થયા છીએ? આ બધાનો હેતુ શું છે? આપણું મર્યા પછી શું થાય છે? જો તમે આ સવાલોનો…read more

બાળઉછેર કેવી રીતે કરવો

ઉપદેશ ન આપતાં પોતે પાલન કરો. આ બાળઉછેરનો મહામંત્ર છે અને હા, તેમની અંગતતાને માન આપો.

ઘણાં માં-બાપ મને એ લખીને પૂછતાં હોય છે કે તેમને પોતાનાં બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ કે જેથી કરીને તેઓ દુનિયાની ચુનોતીઓનો સામનો કરવા માટે વધારે સારી રીતે તૈયાર રહે. તાજેતરમાં જ, મને એક માં-બાપે લખ્યું હતું કે: મારો સવાલ એ છે કે, એક માં-બાપ તરીકે અમે અમારા બાળકોને આધ્યાત્મિકતા તેમને મૂંઝવણમાં મુક્યા વગર કેવી રીતે શીખવી શકીએ? મને મારા બાળકોને સ્વ-જાગૃતિનું સાધન તેમને વધારે પડતા વશમાં રાખ્યા વગર આપવાનું ગમશે…અમને લાગે છે કે આ દુનિયા અમારા માટે કઈક વધારે પડતી મૂંઝવણ ભરેલી છે, બાળકોને તેમની આગળની મુસાફરી માટે…read more

ગુરુ

જેવી રીતે ચંદ્ર અંધકારને સૌમ્યતાથી દુર કરે છે તેવી રીતે એક સાચા ગુરુ તમારા આત્માને તેજોમય બનાવે છે.

શું તમે સૂર્ય અને ચંદ્રના પ્રકાશમાં રહેલાં તફાવતને જાણો છો? સુરજનો તાપ અંધકારના કોઈ અસ્તિત્વને ટકવા દેતો નથી પરંતુ ચંદ્રનું સૌમ્ય તેજ અંધકારને બિલકુલ તોડ્યા કે મરોડ્યા વગર દુર કરે છે. ચંદ્ર આરામ આપનાર છે જયારે સૂર્ય અકળાવી મુકનાર. એજ રીતે, એક ગુરુ તમને તમે જેવા છો તેવાં રહેવા દેવા માટે મંજુરી આપે છે, એ તમે જેવા છો તેવાં સ્વીકારે છે, અને પ્રેમ, કાળજી, જ્ઞાન અને માર્ગદર્શનનાં કોમળ કિરણો અને પ્રકાશ સતત વેરતા રહે છે. ગુરુ-શિષ્યનો સંબંધ બીજા સંબધો જેવો નથી હોતો કારણકે તે સામાન્યત: સંબધોમાં જોવા મળતા દરેક પ્રકારનાં…read more

મરણાસન્ન બીમારી સાથે કેવી રીતે કામ લેવું

દરેક નદીઓ સાગરમાં ભળી જતી હોય છે, પ્રત્યેક નાની વસ્તુ એક મોટી ઘટનાનો ભાગ બની જતી હોય છે. તે કુદરતમાં પોતાનાં સ્રોત તરફ પાછી જતી હોય છે.

જયારે આપણા કોઈ પ્રિયજનને મરણતોલ બિમારી લાગુ પડ્યાનું નિદાન થયું હોય ત્યારે શું કરવું જોઈએ? શું મારી પાસે એનાં વિશેના કોઈ વિચારો છે ખરા? મને હાલમાં જ એવું પૂછવામાં આવ્યું હતું. પોતાની પ્રિય વ્યક્તિને પોતાની નજર સામે જ ક્ષીણ થતાં જોવી તે એક અત્યંત પીડાદાયી અને દુ:ખદાયી અનુભવોમાંનો એક છે જેમાં તમે એક મજબુત હોવાનો ચહેરો તો ધારણ કરી લો છો અને એકદમ લાચારી સાથે બધું જોયા કરો છો. આપણે પહેલા ક્યારેય ન હોઈએ એવાં એકદમ બરડ થઇ જતાં હોઈએ છીએ અને ખુબ જ કાળજી લેનાર પણ થઇ જતાં હોઈએ…read more