ॐ સ્વામી

ખરાબ વિચારોને કેવી રીતે દુર કરવા?

મન માંકડા જેવું હોય છે, કાયમ એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર કુદકા મારતું રહેતું હોય છે. એમાં સારું-ખરાબ, સાચું-ખોટું જેવું કશું હોતું નથી. તે બસ ફક્ત હોય છે.

“શું ખરાબ વિચારો આવવા એ પાપ છે? હું કેવી રીતે આવા વિચારોથી મુક્ત થઇ શકું?” મને કોઈએ આ સવાલ કર્યો હતો? આ સવાલનો જવાબ આપું તે પહેલાં, હું તમને જણાવી દઉ કે મને પાપનાં ખ્યાલમાં કોઈ વિશ્વાસ નથી. પાપ જેવું કશું હોતું જ નથી. હું એવું નથી સૂચવી રહ્યો કે આપણે જે પણ કરીએ કે વિચારીએ તે બધું જ સાચું હોય છે, પરંતુ પાપ એટલે તમે એવું કઈક કર્યું અને જેનાંથી ભગવાન તમારાથી હવે અળગા થઇ ગયા છે, કારણ કે ભગવાન હવે તમારાથી નારાજ થઇ ગયા છે એ વાત સાથે…read more

હું ખુશ નથી

ભૂતકાળ ઉપર રડતાં રહેવું એ સુખમાં આવતો સૌથી મોટો અવરોધ છે. વર્તમાન ક્ષણમાં કોઈ દુઃખ નથી હોતું.

કોઈએ મને ઈ-મેઈલ કરીને નીચેનો પ્રશ્ન પૂછ્યો. જો કે વાસ્તવમાં મને આ સવાલ વારંવાર કરવામાં આવતો હોય છે. “મારે મારા આંતરિક કોલાહલને કેમ ઘટાડવો એનાં માટે સલાહ જોઈએ છે. હું મારા પચાસમાં વર્ષમાં છું તેમ છતાં મને શાંતિનો અનુભવ થતો નથી. હું આ એક જ પ્રકારના ઢાંચા વાળા જીવનથી થાકી ગયો છું – ખિન્ન થઇ ગયો છું, નોકરીમાં ટકી રહેવા માટેની લડાઈ અને ઘરનાં લોકોની માંગ પૂરી કરવાની દોડ. હું બીલ ચુકવવા માટે એક ગુલામ બનીને રહી ગયો છું.” સૌથી પ્રથમ વાત તો એ કે બુદ્ધનો એ મત કે દરેક…read more

તમારા સ્વપ્નોને સાચા કેમ પાડવા

કેટલાંક લોકો બીજા બધા કરતાં વધારે સારી રીતે અને વહેલાં સફળ કેમ થતાં હોય છે? પોતાનાં સ્વપ્નોમાં વિશ્વાસ રાખવો તે એની ચાવી છે.

એક વખત એક મુસાફર ખુબ જ ઉદાસ અને પરેશાન એવો પોતાની દુનિયામાં ખોવાયેલો એક જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો. તેને પોતાનું આખું જીવન સંઘર્ષમય રહ્યું હોય તેવું લાગતું હતું. પોતે ગમે તેટલી મહેનત કેમ ન કરી હોય, પણ જીવનમાં તેને યાતનાઓ જ મળ્યે રાખી હતી. તેનાં મિત્રો, તેનાં સહકર્મચારીઓ, તેનાં ભાઈ-બહેનો, દરેકજણ આગળ પ્રગતિ કરી ગયા હતાં, જયારે પોતે જ્યાં હતો ત્યાં નો ત્યાં જ રહી ગયો હતો. તેને પોતાને એવું લાગી રહ્યું હતું કે બીજા બધા લોકો ભાગ્યશાળી હતાં જયારે પોતે ઢસરડા કરીને પરસેવો પાડવા માટે જ જન્મ્યો હતો….read more

આનંદ અવસ્થાને પ્રાપ્ત કરવાનાં નવ સ્તરો

એક અશાંત અને બેચેન મનથી લઇ ને એક શાંત મન સુધી પહોંચવામાં ઉપયોગી એવાં મહામુદ્રા ધ્યાનમાં નવ અવસ્થાઓ કહી છે.

મહામુદ્રાનાં નવ સ્તરો મેં ગયા લેખમાં વર્ણવેલી ધ્યાનની નવ પરિસ્થિતિઓ સમાન જ છે. હું જેટલાં મહત્વકાંક્ષી યોગીઓને અને ગંભીર સાધકોને મળું છું તેટલી વાર મને એવું લાગ્યું છે ધ્યાન વિશેની ગેરસમજણો કેટલી મોટી છે. પણ મને સૌથી વધારે દુ:ખ એ વાતનું થતું હોય છે, કે મોટાભાગે તેમાં જે સાધક-ઈચ્છુક છે તેનો વાંક નથી હોતો. વાંક હોય છે શિક્ષકનો, ગુરુનો. મોટાભાગે જે ઈચ્છુક હોય છે તેમને માર્ગદર્શન કરવા વાળા એવાં શિક્ષકો હોય છે કે જે કશું પ્રમાણ આપી શકતા હોતા નથી. આવા શિક્ષકો પોતે ક્યારેય ધ્યાનનાં ઊંડાણમાં ગયા હોતાં નથી અને…read more