ॐ સ્વામી

ધ્યાનની નવ સ્થિતિઓ

ઊંડી ગહનતાની સ્થિતિમાં પહોંચવા માટે મનને તાલીમ આપવાની જરૂર પડે છે. તે સ્તરોમાં માપી શકાય તેવી રીતની વિભાગીત હોય છે.

ગયા અઠવાડિયાનાં લેખ પછી મારું ઈનબોક્સ ઈ-મેઈલથી છલકાઈ ગયું છે. મોટાભાગનાં વાંચકોની એકસમાન સમસ્યાઓ હતી. એમાંની સૌથી મહત્વની સમસ્યા એ હતી કે જયારે તેઓ ધ્યાન કરવા બેસે ત્યારે તેમનું મન બીજે ભટકવા માંડે છે અને તેમને તેને પાછું ધ્યાનના વિષય કે વસ્તુ પર લાવવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે. બીજી સામાન્ય સમસ્યા એ હતી કે શેનાં ઉપર ધ્યાન કરવું જોઈએ? મારા છેલ્લાં લેખમાં, મેં કશું જ નહિ કરવા ઉપર તેમજ વર્તમાન ક્ષણમાં હાજર રહેવા ઉપર ભાર મુક્યો હતો. “કશું જ નહિ કરવાનું અને વર્તમાન ક્ષણમાં હાજર રહેવાનું એવું કેવી…read more

ધ્યાનનાં છ સિદ્ધાંતો

તિલોપાએ પોતાનાં મુખ્ય શિષ્યને ધ્યાન ઉપર છ ટૂંકા અને ગહન સૂચનો આપ્યા છે. દરેક સાધકે તે જાણવા જોઈએ.

એક વખતે એક શિષ્યે પોતાનાં ગુરુને પૂછ્યું, “આપણે શા માટે ધ્યાન કર્યા બાદ પ્રાર્થના કરીએ છીએ?” “આપણે ભગવાનનો આભાર માનવા માટે તેમ કરતાં હોઈએ છીએ કે હાશ ધ્યાન છે તે હવે પૂરું થઇ ગયું.” ગુરુએ મજાક કરતાં જવાબ આપ્યો.જો કે તે એક મજાક છે તેમ છતાં ધ્યાન કરવાની બાબત વિશે કોઈ વખત એવું જ લાગતું હોય છે. પ્રામાણિક અને શિસ્તબદ્ધ ધ્યાન કરવાવાળાઓ માટે ધ્યાન એક ખુબ જ કઠિન મુસાફરી હોય છે. તમે લાગણીઓની ગાંઠોને દુર કરો છો, તમે વિચારોના અવરોધોને દુર કરો છો, તમે ઇચ્છાઓના સ્તરોને દુર કરો છો, તમે…read more

તમારે ખરેખર શું જોઈએ છે?

આપણે આપણી ઈચ્છાઓનાં પાંજરામાં પુરાયેલા હોઈએ છીએ. બુલબુલે શા માટે જમીન પર પથરાયેલી જાળ ન જોઈ? વાંચો વાર્તા.

એક વખત એક માણસ પાસે એક અત્યંત સુંદર બગીચો હોય છે, જેમાં ખુબ જ સુંદર ફળ અને ફૂલનાં વૃક્ષો હોય છે. રંગબેરંગી પંખીઓ તેમાં સુંદર ગાન કરતાં હોય છે, ભમરાઓ ગુંજન કરતાં હોય છે  અને પતંગિયા આમથી તેમ તે બગીચામાં ઉડતા હોય છે. તે એકદમ જીવંત સ્થાન હોય છે, જાણે કે સ્વર્ગનો કોઈ ટુકડો ન હોય. તેમાં એક નાનું તળાવ પણ હોય છે કે જેની અંદર ઘણાં પ્રકારનાં કમળ ખીલ્યા હોય છે. તે માણસે પોતાનાં બાગની સંભાળ દુનિયાની કોઈ પણ વસ્તુ કરતાં વધારે લીધી હતી. ખાસ કરીને, તળાવમાં એક વિશેષ…read more

શાંત કેવી રીતે રહેવું?

એક વિશાળ યોજનામાં તમારી પાસે ગમે તેટલું હોય, તે હંમેશા ઓછુ રહેવાનું. સંતુષ્ટિમાં શાંતિ હોય છે.

આપણામાંના ઘણાં લોકો પાસે પોતાનાં જીવનમાં જોઈતી વસ્તુઓની યાદી હોય છે. તેમાં સામેલ હોય છે એક ચોક્કસ પ્રકારની આજીવિકા, એક જુદી જીવનપ્રણાલી, કદાચ જુદી ગાડી કે મોટું ઘર, કોઈ વખત તો જુદા પ્રકારનું પ્રેમાળ વ્યક્તિ પણ. ઘણી વાર એમાં નવાઈ નથી હોતી કે કેટલાંક લોકો પોતાનાં માં-બાપ કોઈ બીજાના માં-બાપ જેવા હોય એવું ઇચ્છતાં હોય, જો તેમની જિંદગી કઈ જુદી હોત તો કેવું નહિ વિગેરે. આવું ઇચ્છવું કઈ એટલું ખરાબ નથી – કારણકે ઈચ્છાઓ મોટાભાગનાં  લોકોને કાર્યાન્વિત કરે છે અને અમુક પ્રકારનું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે. તો શું…read more

માફી કેવી રીતે માંગવી

જયારે તમે તમારા ગુનાનું પુનરાવર્તન નથી કરતાં અને જયારે તમે કોઈ બહાનું નથી બતાવતા હોતા, તે સમયે તમે જેમાફી માંગો છો તે પ્રામાણિક હોય છે.

પંદર વર્ષ પહેલાં, હું ઓસ્ટ્રેલિયામાં એક મલ્ટી-બિલિયન ડોલર મીડિયા કંપનીની ટેકનોલોજી ટીમનો લીડર હતો. મેં હમણાં હમણાં જ આ નવી જવાબદારી લીધી હતી અને નવા સોફ્ટવેરમાં અમુક પ્રશ્ન હતો જેનાંથી તેનો ઉપયોગ કરનારાઓ ઉપર અને અમારી કંપનીની રકમ ઉપર અસર પડતી હતી. ટેકનોલોજી લીડરના નાતે આ મુદ્દાનો ઉકેલ લાવવાની જવાબદારી મારી બનતી હતી. અમે ઘણાં તકનીકી તજજ્ઞોને બીજી કંપનીઓમાંથી બોલાવી જોયા પણ કોઈ આ પ્રશ્નનાં કારણ તરફ અંગુલીનીર્દેશ ન કરી શક્યું. અઠવાડિયાઓ પસાર થઇ ગયા અને આ દિશામાં અમારી કોઈ પ્રગતી નહોતી થઇ. એક સમયે, વિચારમગ્ન અને આત્મ-વિશ્લેષણ કરતો હું…read more