ॐ સ્વામી

તમે શેનાં સમર્થનમાં ઉભા છો?

જયારે તમે કશાયના સમર્થનમાં ઉભા રહેતા નથી, ત્યારે તમે કોઈપણ બાબતમાં નીચે જ પડી જાવ છો.

ગતાંકના વિષય ઉપર આગળ વધતા, આજે હું તમારી સાથે સુખી અને સફળ લોકોના એક ખુબ જ મહત્વનાં લક્ષણ ઉપરનાં મારા વિચારોને રજુ કરીશ. એ સૌથી નાનો સમચ્છેદ છે. જો તમે મહાન શોધકોના, શ્રીમંત લોકોનાં, સૌથી પ્રભાવશાળી નેતાના, કે અનોખા કલાકારોના જીવનનો અભ્યાસ કરશો તો તમને જણાશે કે તે દરેકની અંદર આ ગુણ હોય છે જ. હકીકતમાં, જયારે હું આ લખી રહ્યો છું ત્યારે મારા મનમાં એક નહિ પરંતુ આવા બે ગુણો ધ્યાનમાં આવે છે. આજે હું તેમાંનો સૌથી મહત્વનો ગુણ જે છે તેનાં ઉપર પ્રકાશ પાથરીશ. દરેક સુખી માણસ અને…read more

તમારું શું બહાનું છે?

બધું એક તરફ પણ સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચે એક મૂળભૂત તફાવત હોય છે.

બધું એક તરફ પણ સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચે એક મૂળભૂત તફાવત હોય છે. હું કઈ ભૌતિક સફળતાની માત્ર વાત નથી કરી રહ્યો. હું સફળતાની એક સર્વસામાન્ય વ્યાખ્યાની વાત કરું છું જે છે: એક લાભપ્રદ જીવન કેમ જીવવું. મારા મત પ્રમાણે એક જીવન કે જે સંતુષ્ટ અને અર્થપૂર્ણ હોય તે જીવવા યોગ્ય હોય છે. દરેકજણ કે જેને હું ઓળખું છું તે સંતોષ, ખુશી, આનંદ, અનુભવવા માંગે છે, તેઓ પોતાને પૂર્ણ જોવા ઈચ્છે છે, પણ મોટાભાગનાં માટે તેવું બનતું હોતું નથી. જે લોકો ખુશ રહેતા હોય છે તે એવું શું કરતાં…read more

તમે શેનાં બનેલાં છો?

જયારે આપણે પકડી રાખીએ છીએ ત્યારે તે ભારે થતું જાય છે, અને, જયારે ભાર આપણી સહનશીલતા કરતાં વધી જાય ત્યારે તે આપણે નિર્બળ અને સંવેદનશીલ બનાવી દે છે.

એક સમયે, એક ક્રોધિત વ્યક્તિ રહેતો હતો. તે બે દશકાઓથી પરિણીત હતો છતાં તે પોતાની આદતનુંસાર પોતાની પત્ની સાથે ઝઘડતો રહેતો. તેને ઘણી વાર ગુસ્સાનાં બેકાબુ હુમલાઓ આવતાં. જયારે ગુસ્સે થતો ત્યારે તે એવી વાતો કહેતો કે કરતો કે પાછળથી તેનાં માટે પસ્તાવો થાય. તે નજીવી બાબતો માટે ગુસ્સે થઇ જતો. આને લીધે તે પોતાની જાતને ધિક્કારતો અને પોતે ગમે તેટલાં પ્રયત્નો કેમ ન કરે, પરંતુ તે પોતાની આ આદતને તોડી શકતો નહોતો. એક દિવસે તે પોતાનાં ગુરુને મળ્યો અને કહ્યું: “હું ખરેખર બિમાર હોય એવું લાગે છે અને આમ…read more

વજન ઉતારવા માટે વહેલાં જમી લો

શુદ્ધ પાણી યોગ્ય સમયે જમતા પહેલાં અને જમ્યા બાદ પીવું એ વજન ઉતારવાનો એક સરળ ઉપાય છે.

થોડા અઠવાડિયા પહેલાં મેં વજન ઉતારવા વિષે લખ્યું હતું. તેમાં વિશેષત: તમારા ખોરાકને સારી રીતે ચાવીને ખાવાથી વજન કેવી રીતે ઉતારી શકાય તેનાં વિષે લખ્યું હતું. કેટલાકે તે વાંચીને પોતાની શંકાશીલતાને વ્યક્ત કરી હતી, પરંતુ ઘણાં લોકોએ મને છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં લખી જણાવ્યું છે કે તેમને ખરેખર ચાવીને ખાવાથી તેમનાં વજનમાં ઉતારો થતો નોંધ્યો છે. તેમાંના દરેકે આ સરળ પદ્ધતિથી કામ થતું જોઇને અચંબો પામ્યા છે. તેઓ પહેલાં ચાર અઠવાડીયામાં જ ચાર થી દસ પાઉન્ડ વજન ઉતારી શક્યાં છે. સૌથી નોંધ લેવા જેવી વાત એ છે કે એક વાંચક કે…read more