ॐ સ્વામી

માફ કેવી રીતે કરવું

માફી એ એક સોગાદ છે. તેમાં આપનારની સાથે તેને મેળવનારનું પણ મહત્વ છે.

આ એક એવો સવાલ છે કે જે મને સૌથી વધુ વખત પૂછાતો હોય છે: માફ કેવી રીતે કરવું? ઘણીવાર વાંચકો મને જણાવતા હોય છે કે તેમને સામેની વ્યક્તિને માફ કરી દીધી હોય તો પણ તેઓ અંદરથી ઘવાતાં રહેતાં હોય છે. એ વિચાર કે એ વ્યક્તિનું દર્શન માત્ર લાગણી ભર્યું દર્દ ઉભું કરી દે છે. જો કે તેમને સામેની વ્યક્તિને માફ કરી દીધી હોય છે તેમ છતાં તેનાં માટે પ્રેમની લાગણી થતી હોતી નથી. કે પહેલાની જેમ સારો વખત પાછો ફરે તેમ લાગતું નથી. અને મને ખબર છે આ દ્વારા તમે…read more

એક નૈતિક દુવિધા

શું તમે તમારું જીવન એક સુનિશ્ચિતતાથી કાળું કે ધોળું રાખીને જીવી શકો ખરા? કદાચ નહિ. પરંતુ તમે તમારા સિદ્ધાંતો રાખી શકો છો.

કેટલાંક સવાલોનો કોઈ જવાબ નથી હોતો, હકીકતમાં જો કે ઘણાં બધાં સવાલોનો કોઈ ચોક્કસ જવાબ નથી હોતો. એક દિવસ, એક યુવાન ફિઝીશ્યન આશ્રમમાં આવી હતી, ચાલો તેને અનુ નામથી બોલાવીએ. તે પોતાનાં કાર્યાલયની પરિસ્થિતિને લઈને થોડી તણાવગ્રસ્ત હતી. એક સ્વાયત સંસ્થામાં એક ડોક્ટર તરીકે આર્મીમાં કામ કરતી વખતે અનુને નકલી દવાઓ વહેંચવી પડતી હતી. તેનાં દર્દીઓ આર્મીના માણસો હતાં – કે જે લોકો દેશનું સરંક્ષણ કરતાં હતાં. અને તેમને નકલી દવાઓ આપવામાં આવતી હતી? કોઇપણ દેશનું અધ:પતન આનાંથી વિશેષ બીજું શું હોઈ શકે? વારું હું કોઈ નૈતિકતાનો નિર્ણાયક નથી, કે…read more

એ તમારો વાંક નથી

માટીનો પીંડ એ કદાચ ગમે તેટલો અપૂર્ણ હોઈ શકે છે, પરંતુ અંતે તો કુંભાર જ તેને આકાર આપતો હોય છે.

મેં અનેક વાર એક માં-બાપનાં દ્રષ્ટિકોણથી લખ્યું છે. એ મારા મગજમાં હતું જ કે હું એક બાળકનાં દ્રષ્ટિકોણથી પણ લખું, જેથી કરીને બીજી બાજુની પણ ખબર પડે. તો લો આ રહ્યો આ લેખ. સમાજ, સહકર્મચારી, શાળા, શિક્ષકો, જાહેરાતો અને ટેલીવિઝન કરતાં પણ જો વધારે બાળકનાં મનને કોઈ ઘાટ આપતું હશે તો તે છે ઘરનું વાતાવરણ. શારીરિક રીતે હુંફ આપનારું તો તે હોય છે જ પરંતુ ત્રણ મુખ્ય વાતો તેમાં વીશેષ છે: ૧. માં-બાપનો એકબીજા સાથે નો સંબધ. ૨. બાળક વિશેનો તેમનો મત ૩. માં-બાપનું સમગ્ર દુનિયા સાથેનું વર્તન. માં-બાપ તે…read more

ધ્યાન વડે દુભાઈ જવાની લાગણીમાંથી બહાર આવવાનો માર્ગ

દુભાવનારા અને નકારાત્મક વિચારોમાંથી સુખી અને હકારાત્મક વિચારો તરફ ધ્યાન વાળવાની કલાને હસ્તગત કરો.

આપણે શા માટે દુભાઈ જવાની લાગણીમાંથી બહાર આવવા માંગતા હોઈએ છીએ? એ જે કઈ બન્યું છે તે ભૂતકાળની બાબત છે ખરું કે નહિ? એ તો જતું રહ્યું, પૂરું થઇ ગયું. પરંતુ સત્ય એ છે કે તે હજી પણ પરેશાન કરતું હોય છે. અને આપણને જેનાંથી પરેશાની અનુભવાતી હોય તે તમામ બાબતોથી આપણે દુર થઇ જવા ઇચ્છતાં હોઈએ છીએ. આ આપણો મૂળભૂત સ્વભાવ હોય છે. જો ભૂતકાળની કોઈ પણ યાદ તમને પરેશાન ન કરતી હોય તો તે તમને દુ:ખ પણ નહિ પહોંચાડે. તે તમને દુ:ખ આપે છે કારણકે તે તમને પરેશાન…read more

દુભાઈ જવાની લાગણીમાંથી બહાર કેવી રીતે આવવું

જયારે તમે આંતરિક શરણું શોધો છો, ત્યારે તમે એક શાંત ઝરણા જેવા બની જાવ છો. તમે બસ આગળ વહેતા રહો છો.

મારાં ગયા સપ્તાહનાં લેખ દુભાઈ જવું એ રૂઝાવા કરતાં સરળ છે-ની ઉપર ટીકા કરતાં ઈ-મેઈલથી મારું ઈનબોક્સ છલકાઈ ગયું છે. મોટાભાગનાં વાંચકોએ જણાવ્યું છે કે દુ:ખમાંથી બહાર કેવી રીતે આવવું તેનાં વિશે મારા વિચારો તેમને જાણવા છે. તો કેટલાંક વાંચકોનાં મત જુદા પડતાં હતાં, તેમનું માનવું હતું કે તેમને નથી લાગતું દુભાવાની લાગણીને કોઈ દિવસ ટાળી શકાય. કોઈ એક વાંચકે લખી જણાવ્યું હતું કે: “ તમને નથી લાગતું કે પોતાની પ્રિય વ્યક્તિનાં વર્તાવથી આપણી લાગણીને દુભાતા રોકવી એ બોલવા કરતાં કરવું બહુ અઘરું છે એનાં જેવું છે? શું તમારે તેમનાંથી…read more