ॐ સ્વામી

શા માટે દુભાઈ જવું એ રૂઝાવા કરતાં સરળ હોય છે?

શું એક કચડાઈ ગયેલાં ફુલને ફરી તેનાં મૂળ સ્વરૂપમાં પાછુ લાવી શકાય ખરું? ના. રૂઝાવું એ પુન:સ્થાપન નથી પરંતુ એક પુન:સર્જન છે.

મને એક દિવસે કોઈએ એક ખુબ રસપ્રદ સવાલ કરેલો. તેને પૂછ્યું હતું, “એવું કેમ થાય છે કે આપણે સંબધોમાં દુભાઈ તો બહુ જલ્દી જઈએ છીએ પણ સાજા થતાં ખુબ જ વાર લાગી જતી હોય છે? અરે જે સંબંધ એક લાંબા સમયથી ચાલ્યો આવતો હોય છે, તેમાં પણ સામેની વ્યક્તિ આપણી લાગણી અને ભાવનાઓને ઠેંસ પહોંચાડવામાં એક ક્ષણ પણ વાર નથી લગાડતી અને તેમાંથી બહાર આવતાં કદાચ અનંત કાળ લાગી જાય છે?” આ ખરેખર વિચાર કરવા યોગ્ય પ્રશ્ન છે. શા માટે દુભાવા કરતાં રૂઝાવામાં વધારે વાર લાગે છે? શા માટે દુ:ખ…read more

સોક્રેટીસનાં ત્રણ સવાલો

તમારા જ્ઞાનનાં સ્રોત માટે ક્યારેય સવાલ કર્યો છે? શરતીપણાનાં દરવાજાની પાછળ એક નવી દુનિયા તમારી રાહ જોતી હોય છે.

હું શરતીપણાને તોડવા માટે વારંવાર કહેતો હોવ છું. મારાં દરેક વિડીઓ ક્લિપનાં અંતે એક લાઈન લખેલી હોય છે Discover Your Own Truth – તમારું સત્ય જાતે શોધો. અને એકમાત્ર તે જ તમને બંધન મુક્ત કરી શકશે, હું તેમ ઘણીવાર કહેતો હોવ છું. પણ મને ઘણી વખત પૂછવામાં આવતું હોય છે કે મારા મત મુજબ શરતીપણું એટલે ખરેખર શું છે? અને શા માટે મારે મારું સત્ય શોધવું જ પડે અને શું મને મારો ધર્મ કે ભગવાન મુક્તિ પ્રદાન ન કરી શકે? આ પોસ્ટ દ્વારા હું તમને દુનિયા જોવાનો એક નુતન દ્રષ્ટિકોણ…read more

આત્મ-ગૌરવ અને વજન ઉતારા વચ્ચેનો સંબધ

એક વૃક્ષ પાનખરમાં પણ એટલું જ સુંદર હોય છે જેટલું વસંત ઋતુમાં. તમારી ખરી કિંમત કોઈ તમને કેવી રીતે જુવે છે તેનાં ઉપર નહિ પરંતુ તમે તમને કેવી રીતે જુવો છો તેનાં ઉપર હોય છે.

ગતાંકથી ચાલુ રાખતાં, આજે ચાલો હું વજન ઉતારવામાં એક ખુબ જ મહત્વનાં દ્રષ્ટિકોણ ઉપર પ્રકાશ પાથરું. જો આજના મારા આ સંદેશને તમે બરાબર સમજી લેશો તો તમને સારી શારીરિક તંદુરસ્તી માટેનો એક નુતન દ્રષ્ટિકોણ જડી જશે. આપણું શરીર એક સાદું શારીરિક યંત્ર નથી પરંતુ એક ખુબ જ જટિલ યંત્ર છે કે જે આપણી માનસિક અવસ્થા અને આપણા મનમાં પોતાનાં સાથે તેમજ આજુબાજુનાં વાતાવરણ સાથે ચાલતાં પારસ્પરિક પ્રભાવથી સતત અસર પામતું હોય છે. હું જાણું છું કે ઘણાં બધાં લોકોએ ઘણું બધું કરી જોયું છે જેમ કે ડાયેટિંગ, કસરત, પુરક આહાર,…read more

વજન ઉતારવાની શરૂઆત કેવી રીતે કરવી

શું તમે વધુ પડતું વજન ધરાવો છો? દાદરા ચડવાની એક સરળ ચકાસણી કરો.

છેલ્લાં અઢી વર્ષમાં, આ બ્લોગમાં ૨૦૦થી વધારે લેખ લખ્યા હશે જેમાં વિવિધ વિષયો જેવાં કે સંબંધ, સ્વાવલંબન, લાગણીઓ, ધ્યાન, આધ્યાત્મિકતા અને એવાં બીજા અનેક વિષયો આવી જાય છે. મને લાગ્યું કે શારીરિક તંદુરસ્તીનાં વિષય ઉપર હવે કઈક લખવાનો સમય થઇ ગયો છે. અને વજન કેવી રીતે ઉતારવું એનાં વિશેનાં મારા વિચારો તમારી સાથે વહેચવાથી વધારે સારી શરૂઆત બીજી કઈ હોઈ શકે. હું તમને યાદ કરાવી દઉં કે હું કોઈ ફીઝીશ્યન કે મેડીકલ દાકતર નથી. પણ સારા સમાચાર એ છે કે હું અહી કોઈ દવા કે ડાયેટની ભલામણ નથી કરવાનો. ઉલટું…read more