ॐ સ્વામી

સામનો કરવાનાં ત્રણ સિધ્ધાંતો

સામનો કરવો એટલે સામેની વ્યક્તિને નીચા પાડવા કે તેમનું સમતોલન ખોરવી નાંખવું એવો નથી.

સામનો કરવો અઘરો હોય છે. અને તે એટલાં માટે કે તેનાંથી મોટાભાગે એક કડવાશ જ આવી જતી હોય છે. તમે જે વ્યક્તિનો સામનો કરી રહ્યાં હોય તે કદાચ તમને ના પાડે, તમારી સાથે સહમત ન થાય, તમારો વિરોધ કરે, કાં તો જો એ પ્રામાણિક હોય તો, કદાચ માફી પણ માંગે, પણ તે ક્યારેય એક આનંદદાયક કે પ્રિય સંવાદ હોય તેવી તો કલ્પના પણ થઇ શકતી નથી. આ સામનો એક મેનેજર અને કામદાર વચ્ચેનો હોઈ શકે છે, બે ભાગીદાર વચ્ચે પણ હોઈ શકે છે, માં-બાપ અને સંતાન વચ્ચે હોઈ શકે છે,…read more

શું હું એક ખરાબ માવતર છું?

બાળ-ઉછેરનો કોઈ નિર્ધારિત સારો કે ખરાબ રસ્તો નથી હોતો. જરા હળવાશથી લો.

મારી ક્યાં ભૂલ થઇ? હું કેવી રીતે મારા બાળકોને સમજાવું કે મેં બનતો બધો જ પ્રયત્ન કર્યો છે, કે અમારી કોઈ ખરાબ માં-બાપ બનવાની કોઈ ગણતરી નહોતી, કે તેઓ તો અમારી પ્રાથમિકતા હતાં અને અમે તો હંમેશાં તેમનું કલ્યાણ જ ઈચ્છ્યું હતું? હું એવાં ઘણાં માં-બાપને મળ્યો છું કે જેઓએ પોતાની ઇચ્છાઓનું દસકાઓ સુધી બલિદાન આપ્યું અને અંતે તેમને એવું ભાન થયું કે તેમને માં-બાપ તરીકે બાળકોને ઉછેરવાની ફરજને બરાબર નથી નિભાવી, કે તેઓ તો ખોટા સાબિત થયાં છે, કે તેઓ તો એક ખુબ જ ખરાબ માં-બાપ છે (એવું મોટાભાગે…read more

ત્રણ સૌથી મહત્વનાં પ્રશ્નો

જો તમે તમારી જાતને આ ત્રણ સવાલો કર્યા હોત તો તમે થોડું જુદા જ પ્રકારનું જીવન જીવતાં હોત. વાંચો આ વાર્તા.

સૌથી મહત્વની વ્યક્તિ કોણ છે? સૌથી મહત્વનો સમય કયોં હોય છે? સૌથી મહત્વનું કર્મ કયું છે? એક વખત એક રાજા સવારનાં પહોરમાં પોતાનાં મનમાં આ ત્રણ સવાલો સાથે ઉઠ્યા. પોતાનાં રાજદરબારમાં રાજાએ પોતાનાં મંત્રીઓને તેમજ બીજા દરબારીઓને આ ત્રણ સવાલો પૂછ્યાં. કોઈએ કહ્યું રાજા એ સૌથી મહત્વની વ્યક્તિ છે, વ્યક્તિનાં પોતાનાં મૃત્યુંનો સમય એ સૌથી મહત્વનો સમય છે અને દાન એ સૌથી મહાન કર્મ છે. કોઈએ કહ્યું ભગવાન સૌથી મહત્વનાં વ્યક્તિ છે, તો કોઈએ કહ્યું ખેડૂત એ સૌથી મહત્વની વ્યક્તિ છે, તો વળી કોઈએ કહ્યું કે સૈનિક એ સૌથી મહત્વની…read more

જીવન એક સંઘર્ષ

જીવન એ શું ખરેખર એક સંઘર્ષ છે કે પછી તે એક દ્રષ્ટીકોણ છે? વાંચો આ વાર્તા.

મને દર મહિનામાં બે થી ત્રણ હજાર ઈ-મેઈલ મળતાં હોય છે. આમાંના નેવું ટકા ઈ-મેઈલ એવાં લોકોનાં હોય છે જે એક યા બીજી રીતે કોઈને કોઈ વાતથી સંઘર્ષ કરતાં હોય છે. કેટલાંય તો આ યુદ્ધથી અને પ્રતિકારથી થાકી ગયાં હોય છે અને હવે શું કરવું તેનાં વિશે તેમને ખબર નથી, એવું તેઓ કહેતાં હોય છે. ઘણાં કિસ્સાઓમાં, તેઓ લખતાં હોય છે કે જિંદગી તેમનાં ઉપર ખુબ જ કઠોર પુરવાર થઇ છે અને આવું હંમેશા તેમની સાથે પહેલેથી જ થતું આવ્યું હોય છે. હા, જીવન કઠોર હોઈ શકે છે, જીવન એક…read more