ॐ સ્વામી

તમે દુર્બળ નથી

અરે મજબૂત એવું નારિયેળ પણ એક જ ઘાથી તૂટી જતું હોય છે. તેનો અર્થ એ નથી કે તે નબળું છે. તે અતિસંવેદનશીલ હોય છે.

તમારે શું બધા સમયે મજબુત જ રહેવું જોઈએ? શું તે શક્ય છે ખરું? મજબુત બનો – આવું આપણે નાનપણથી હજારો વખત સંભાળતા હોઈએ છીએ. જયારે એક બાળક તરીકે તમે ચાલતાં ચાલતાં પડી જાવ છો ત્યારે લોકો તમે રડો નહિ એટલાં માટે કહેતાં હોય છે કે મજબુત બનો. જયારે એક પુખ્ત વયે તમારી સાથે કોઈ અપ્રિય કે કષ્ટદાયી બનાવ બને ત્યારે, તમે રડો નહિ, માટે કહેવામાં આવતું હોય છે કે મજબુત બનો. કોઈ કાળજી કરનાર વ્યક્તિ તમારી દુર્દશા સમજતું હોય છે અને પોતાની સહાનુભૂતિ વડે તમારી અંદર તાકાત પેદા કરવાની કોશિશ…read more

જયારે કોઈ તમને વળતો પ્રેમ ન કરે

જયારે એક સફરજન તૂટી પડે છે ત્યારે તમે શું કરી શકો તેમ હોવ છો? હૃદયનાં મામલામાં પણ એવું જ હોય છે, પ્રેમમાં કઈક એવું જ હોય છે.

મારી આજે આ વિષય ઉપર લખવાની કોઈ યોજના નહોતી, પરંતુ અસંખ્ય વાંચકોએ મને ઈ-મેઈલ કરીને જણાવ્યું કે તેઓ જો કોઈ તમને વળતો પ્રેમ ન કરે તો શું કરવાનું તેનાં ઉપર મારી હવે પછીની પોસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. તો લો આ રહી તે પોસ્ટ. હું તમને શરૂઆતમાં જ કહી દઉં કે જો કોઈને તમે પ્રેમ કરતાં હોવ અને તે તમને વળતો પ્રેમ ન કરતું હોય તો તમે ભાગ્યે જ કશું કરી શકો. સામેની વ્યક્તિ કદાચ બદલાઈ શકે, અને તે ફરીને પાછી તમારી પાસે આવે પણ ખરી, પરંતુ તે તમને…read more

પ્રેમ એટલે શું?

પ્રેમનો પ્રકાશ ચાર શરતો ઉપર આધારિત છે. એકમાં નિષ્ફળ થાવ કે એ ડગમગવા લાગશે, બેમાં નિષ્ફળ થાવ કે એ ઓલવાઈ જશે.

ગતાંકથી ચાલુ કરતાં, આજની પોસ્ટમાં હું તમારી સાથે પ્રેમના ચાર આધારસ્થંભ, ચાર સંઘટક વિશે વાત કરીશ. જો હું શું કહેવા માંગું છું તે સમજી શકશો તો હું તમને વચન આપું છું કે જેટલી વારમાં તમે આ પોસ્ટ વાંચવાની પૂરી કરશો ત્યાં સુધીમાં પ્રેમ વિશે તમને એક નુતન દ્રષ્ટિકોણ જડી જશે. પ્રેમ શું છે? ફક્ત કોઈનાં માટે લાગણી હોવી કે સામેની વ્યક્તિની ખુબ જ તિવ્રતાથી તૃષ્ણા રાખવી તે હંમેશાં પ્રેમ નથી હોતો. એક ક્ષણ માટે પ્રેમને કોઈ વસ્તુ તરીકે માની લો, એક એવી હસ્તિ કે જે ચાર તત્વોથી બનેલી છે. તમે…read more

પ્રેમ અને આસક્તિ

જીવનનાં વૃક્ષ ઉપર ઈચ્છાઓના પીંજરામાં આસક્તિના પંખીઓ કેદ હોય છે. જયારે પ્રેમ મુક્તપણે વિહરે છે.

“બિનશરતી પ્રેમ શું છે?” કોઈએ મને એક દિવસે પૂછ્યું હતું. “હું કોઈને બિનશરતી પ્રેમ કેવી રીતે કરી શકું?” આ પોસ્ટમાં અને આવતી પોસ્ટમાં હું થોડું પ્રેમ વિશે અને હું તેને કઈ રીતે જોઉં છું તેનાં વિશે લખીશ. જો કે ભૂતકાળમાં મેં પ્રેમ ઉપર લખેલું છે તે તમે અહી વાંચી શકો છો, છતાં હું આ વિષય ઉપર થોડું વધારે વર્ણન કરીશ. “હું તને પ્રેમ કરું છું તેનો અર્થ પણ ખરેખર શું થાય છે?” મેં એક વાર થોડા લોકોનાં સમૂહને એ સવાલ પૂછ્યો. “એનો અર્થ આપણને એ વ્યક્તિ માટે લાગણી છે તેવો…read more