ॐ સ્વામી

તણાવ સાથે કેવી રીતે કામ લેવું

એક માણસ ક્યારેય તણાવગ્રસ્ત નહોતો રહેતો અને આ બાબત તેનાં પાડોશીઓને વિસ્મયભરી લાગતી હતી. વધુ જાણવા માટે વાંચો આ વાર્તા.

આપણી દુનિયા કોઈ વખત અત્યધિક તીવ્ર બની શકે છે. આપણે તેને થોડી વધારે પડતી જટિલ બનાવી દીધી છે, કઈક વધારે પડતી તેજ. બધું જ જાણે કે કાલે જ પતાવી દેવાનું હતું. જાણે કે દિવસો, અઠવાડિયાઓ અને મહિનાઓ પુરતાં નથી, આપણે કાર્યક્ષમતાને કલાકો, મીનીટો અને સેકન્ડમાં માપવા લાગ્યા છીએ. આવું શા માટે હોવું જોઈએ? તેનાંથી તો આપણા તણાવમાં ઓર વધારો થાય છે અને તણાવથી આપણી શારીરિક અને ભાવનાત્મક તંદુરસ્તીને અસર થતી હોય છે. એવી કોઈ સ્વીચ ઉપલબ્ધ નથી કે જેનાં વડે આ દુનિયાને અચાનક જ બદલી શકાય. વાસ્તવમાં એવું કોઈ બટન…read more

શું તમને શ્રદ્ધા છે?

શ્રદ્ધા શું છે? ગુલાબ કેવી રીતે ખીલતું હોય છે? વાંચો આ વાર્તા.

શું શ્રદ્ધાને કોઈ વૈજ્ઞાનિક કે પછી કોઈ વ્યાજબી કહી શકાય એવો કોઈ આધાર છે ખરો? અને જો તમને શ્રદ્ધા હોય તો પછી તે છતાં પણ કેમ તમને ભવિષ્યની ચિંતાઓ થતી રહેતી હોય છે? અંગત રીતે જો કહેવાનું હોય તો, જો તમે તમારી શ્રદ્ધાને અડીગમ રાખવાં માંગતા હોવ તો પછી કોઈ પણ પ્રકારનાં તર્કને બાજુ પર રાખી દો. અને જો તમેં તમારા તાર્કિક મગજને અડીગમ રાખવાં માંગતા હોવ તો પછી શ્રદ્ધાને બાજુ પર મૂકી દો. જયારે આપણે તર્કને શ્રદ્ધામાં ભેળવવાની કોશિશ કરીએ છીએ ત્યારે હકીકતમાં તો આપણે તે બન્નેને પ્રદુષિત કરી…read more

અંત:સ્ફૂરણાનો અવાજ

જયારે કોઈ વાત માન્યામાં ન આવે એટલી સાચી લાગતી હોય ત્યારે તે કદાચ માનવા યોગ્ય નથી હોતી. વાંચો આ વાર્તા.

તમારા પ્રયાસો હોય કે યોજનાઓ કે પછી તમારા વિચારો હોય પ્રથમ ધારણા વિશે હંમેશાં કઈ સમજી ન શકાય એવું રહેલું હોય છે – તેમાં મોટાભાગે અન્તર્જ્ઞાનનો અવાજ હોય છે જેને એક છૂપી બુદ્ધિ કહી શકાય. અહી હું તમને જે કોઈ પણ લોકોને તમે મળો તેનાં વિષે પ્રથમ ધારણા બનાવી લો એવું નથી કહી રહ્યો. એવી ધારણાઓ તો હંમેશાં રૂઢિગત હોય છે અને મોટાભાગે તો એ સાચી પણ નથી હોતી. સામેની વ્યક્તિમાંથી શ્રેષ્ઠતા કે ખરાબીને કાઢવી એ મોટેભાગે આપણા હાથની વાત હોય છે. હા, તેનાંથી વિરુદ્ધ થવાના દાખલાઓ પણ અનેક છે….read more

બીજા લોકોને ખુશ કેમ કરવાં

અન્ય લોકોને ખુશ કરવાં એ મીણબત્તી પ્રગટાવવા જેવું છે. તમે કઈ ગુમાવતાં નથી અને છતાં પ્રકાશ વધતો જાય છે.

આપણે કોઈક બીજાને ખુશ કરીએ છીએ ત્યારે આપણા મગજનો એ જ ભાગ સક્રિય થઇ જાય છે જે કે જયારે તે આપણે પોતાની ખુશી માટે કઈક કરતાં હોઈએ છીએ ત્યારે થતો હોય છે. આ કોઈ ફિલસુફી નથી પણ ન્યુરોસાયન્સ છે. મને તો જો કે તેની કોઈ નવાઈ નથી; આપવાનો આનંદ હું જાણતો હોય તેવાં અન્ય સર્વે આનંદથી ક્યાંય અધિક ગણો મોટો છે. પણ સૌથી પહેલી શરૂઆત આપણાથી કરવાની એવું કહેવાય છે. પોતાનાં ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરેલું હોવું એ પૃથ્વી પરનાં સ્વર્ગ સમાન ગણાય છે. મારા આ હોદ્દા પર મારે ઘણાં અને…read more

અનાયાસે થતું ભલાઈનું કોઈ કાર્ય

મારી બ્રેડનો સવાલ એક ભૌતિક સવાલ છે, જયારે મારા પાડોશીની બ્રેડનો સવાલ એક આધ્યાત્મિક સવાલ છે. ~ નિકોલાઈ બેર્ડ્યાવ

નિકોલાઈ બેર્ડ્યાવ કરીને એક રશિયન ચિંતક અને અસ્તિત્વવાદી થઇ ગયા. તેમને એક વખત કહ્યું હતું કે “મારી પોતાની બ્રેડ(રોટલા)નો સવાલ એ ભૌતિક વાત છે જયારે મારા પાડોશીની બ્રેડનો સવાલ એ આધ્યાત્મિક વાત છે.” આ ટુંકમાં ભલાઈની વાત છે. દયા એ કદાચ એક લાગણી સુધી સીમિત રહેતી વાત છે – એક પ્રકારની સમાનુભૂતિ, એક પ્રકારની સ્વીકૃતિ. જયારે ભલાઈમાં દયાની સાથે સાથે કઈક આપવાનો ભાવ પણ રહેલો છે. એક અનપેક્ષિત ભેટ, એક અનપેક્ષિત સમયે જયારે કોઈ એક અનપેક્ષિત વ્યક્તિ (કે કદાચ કોઈ અસંદેહશીલ વ્યક્તિ)ને જયારે બદલામાં કોઈ પણ જાતની અપેક્ષા વગર આપવામાં…read more