ॐ સ્વામી

બે અનુભૂતિઓ

મફત જમણ જેવું કશું હોતું નથી. તમારે જે પ્રાપ્ત કરવું હોય તેનાં માટે કાર્યશીલ રહેવું પડતું હોય છે, તમારે તે કમાવવું પડતું હોય છે.

આ દુનિયામાં ટકી રહેવા માટે, સમૃદ્ધ થવા માટે અને આજીવન શાલીનતા પૂર્વક રહેવા માટે, આપણને દુનિયાનું અને આધ્યાત્મિકતાનું એમ બન્ને પ્રકારનાં ડહાપણની થોડી-થોડી જરૂર પડતી હોય છે. ફક્ત દુનિયાનું ડહાપણ તમને ભૌતિક સંપત્તિની પ્રાપ્તિ માટે મદદરૂપ થઇ શકે પરંતુ તેનાંથી કઈ જીવનમાં શાંતિ અને આનંદ મળશે જ તેની નિશ્ચિતતા નથી. અને ફક્ત આધ્યાત્મિક જ્ઞાન હોવાથી તમને સાચા-ખોટાનું, નૈતિક-અનૈતિકતાનું ભાન પડશે પરંતુ તેનાંથી કઈ ભૌતિક જીવનમાં આરામદાયકતા મળશે તેની કોઈ નિશ્ચિતતા હોતી નથી. તમને મારો દ્રષ્ટિકોણ સમજાવવા માટે મને ડહાપણને બે વર્ગોમાં વહેચવા દો: આધ્યાત્મિક ડહાપણ અને દુનિયાદારીનું ડહાપણ. આ પોસ્ટમાં…read more

કુદરતને સાંભળો

તમારા માર્ગે, કુદરત હંમેશા તમને કોઈને કોઈ સંકેત આપતું હોય છે. તેનાં તરફ ધ્યાન આપવાથી તમને હંમેશા ફાયદો જ થતો હોય છે. કેવી રીતે? વાંચો વાર્તા.

પ્રત્યેક વ્યક્તિ કોઈ ને કોઈ પ્રતિભા લઈને જન્મ્યું હોય છે. જેને જે ક્ષેત્ર માટે લગની હોય તેમાં તેની પ્રતિભા દેખાતી હોય છે. મોટાભાગનાં લોકો માટે જો કે કમનસીબે આ પ્રતિભા છૂપી અને વણવપરાયેલી રહેતી હોય છે. જો તમને કશુક કરવાનું ખરેખર ખુબ જ ગમતું હોય તો તમે તેમાં આપોઆપ શ્રેષ્ઠ દેખાવ કરશો. જેમ જેમ તમે સફળ થતાં જાવ તેમ તેમ વધુ કરવાની અને વધારે સારું કરવાની પ્રેરણા પણ આપોઆપ વધતી જાય છે. તમે જે કઈ પણ કરવાને માટે જેટલો પણ પ્રયત્ન કરો છો તે ક્યારેય વિફળ જતો નથી. એક ક્ષેત્રમાં…read more

શું સ્વપ્નાઓનો કઈ અર્થ હોય છે?

હું એક પતંગિયું છું કે જે હું ત્ઝું હોવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે કે તેનાંથી ઉલટું સત્ય છે? વાંચો વાર્તા.

શું સ્વપ્નાઓનો કઈ અર્થ હોય છે? આપણે બે વિશ્વમાં જીવન જીવતી પ્રજાતિ છીએ – એક છે વાસ્તવિક અને બીજી છે આપણી કાલ્પનિક દુનિયા. આપણને એવું લાગતું હોય છે કે આપણે આપણો બધો સમય વાસ્તવિક દુનિયામાં કાઢીએ છીએ, પરંતુ આ એક ભ્રમણા છે. જે સમય આપણે ભૂતકાળ અને ભવિષ્ય માટે વિચારીને કાઢીએ છીએ તે સમય આપણે કાલ્પનિક દુનિયામાં વિતાવ્યો હોય છે. એવું કેવી રીતે? કારણ કે તે વિચારોનું વાસ્તવિકતા સાથે કોઈ સીધું સંચલન હોતું નથી; ભૂતકાળ મૃત છે અને ભવિષ્ય મોટાભાગે અજાણ. વૈદિક ગ્રંથો જાગૃતતાની અવસ્થાને ત્રણ વર્ગમાં વિભાગે છે: જાગૃત,…read more

જુઠનું જીવન

આ દુનિયા એક ભાગદોડ છે. જો તમે તેમાં બંધબેસતા ન હોવ, તો કાં તો તમારે ધક્કા ખાવા પડે છે કાં તો કચરાઈ જવું પડે છે. આત્મસાક્ષાત્કાર એમાંથી બહાર નીકળી જવામાં છે. માનસિક રીતે.

એક સમયે એક રાજા હોય છે. ખુબ જ અહંકારી અને ઘમંડી, તેને નવા વસ્ત્રો અને આભૂષણોનો ખુબ જ શોખ હોય છે. તેને એક વખત જાહેરાત કરી કે જે કોઈ પણ તેને અસામાન્ય વસ્ત્ર બનાવી આપશે તેને તે દસ લાખ સોનાનાં સિક્કા આપશે. ઘણાં વણકરો, દરજીઓ અને શૈલીકારો તેને મળવા માટે આવ્યા અને રાજાને અનેક જાતનાં વસ્ત્રો બતાવ્યાં – તેમનાં કેટલાંક વસ્ત્રોમાં તો હીરા અને કીમતી પત્થરો જડેલા હતાં તો ઘણાં વસ્ત્રોમાં સોનાનાં તાર હતાં, કેટલાંકની ભાત ખુબ જ સરસ હતી પરંતુ તેમ છતાં રાજા તો આ બધાયથી પ્રભાવિત થયા નહિ….read more