તમારે જયારે ઉત્તરો જોઈતાં હોય ત્યારે તમે ક્યાં જાઓ છો? શું સાચું કે ખોટું અથવા હું કેવો લાગુ છું, કે હું કેવું કરી રહ્યો છું, શું સારું છે કે ખરાબ, અરે શું નૈતિક છે અને શું અનૈતિક, હું સાચા પથ પર છું કે કેમ, ભગવાન મને ધિક્કારશે જો હું આવું કરીશ તો? તમે આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે તમારી અંદર જ જુવો તો શું ખોટું છે? આપણા પોતાનાં મતને શું બીજા લોકોનાં સમર્થનની જરૂર હોય છે ખરી? બાહ્ય પુષ્ટિથી થોડી રાહત મળે ખરી. આપણી પોતાની માન્યતાને જયારે અન્ય તરફથી પુષ્ટિ મળે ત્યારે આપણને ખાતરી થઇ જાય છે. પરંતુ તે એમ હોવું જરૂરી નથી. જો તમારી ઈચ્છા હોય અને તમારી જો એ દિશામાં કાર્ય કરવાની તૈયારી હોય તો, તમે અન્ય લોકોનાં મતો અને ધારણાઓથી ઉપર ઉઠી શકો છો. અને આ દિશામાં કામ કરવાથી શું પ્રાપ્ત થશે, તમને કદાચ પૂછવાનું મન થાય. તેનાંથી બે વસ્તું પ્રાપ્ત થાય કે જે તમને તે પ્રબુદ્ધ અવસ્થા તરફ દોરી લઇ જઈ શકે, પ્રથમ, આત્મ-ચિંતન, અને બીજું, આત્મશક્તિ.

આત્મ-ચિંતન

આત્મ-ચિંતન એ તમારી પોતાની જાતને વધારે સારી રીતે સમજવાની એક કલા છે, એ તમે જે કઈ પણ કરી રહ્યાં છો તે શા માટે અને કેવી રીતે કરો છો તે સમજવા માટે હોય છે. દરેકને તેનાં પોતાનાં કર્મોની પાછળ એક પ્રેરણા હોય છે, અને મોટેભાગે આ પ્રેરણા આપણા અર્ધજાગૃત મનમાં રહેલી હોય છે. આત્મ-ચિંતન તમને તે પ્રેરણાને બહાર લાવવામાં મદદરૂપ થાય છે. રાલ્ફ એલિસનના શબ્દોમાં:

All my life I had been looking for something, and everywhere I turned someone tried to tell me what it was. I accepted their answers too, though they were often in contradiction and even self-contradictory. I was naive. I was looking for myself and asking everyone except myself questions which I, and only I, could answer. It took me a long time and much painful boomeranging of my expectations to achieve a realization everyone else appears to have been born with: that I am nobody but myself.

તમને તમારાથી વધારે સારી રીતે કોણ ઓળખે છે? ફક્ત તમે પોતે જ તમારા છેક અંદરનાં ઊંડા વિચારોને, તમારા કર્મોને, તમારા ઈરાદાઓને જાણો છો. તમે જેટલી વધુ તમારી જાતને ઓળખો, તેટલાં વધુ તમે શક્તિ અને અને દિવ્યતાનાં આદિમ સ્રોતની નજીક જાઓ છો. નિ:શંક તેમાં એક ચોક્કસ પ્રમાણમાં આંતરિક શક્તિની જરૂર પડે છે અને તે તમને બીજા સહજ ગુણ તરફ લઇ જાય છે. વાંચો આગળ.

આત્મશક્તિ

હું જે કઈ પણ લખું છું તેનો એકમાત્ર હેતુ તમને તમારી જાતને વધારે સારી રીતે ઓળખવામાં, તેને બદલવામાં, તમે ખુદ તમે જે છો તે બની રહેવા માટે મદદરૂપ થવાનો જ છે. હું ફક્ત તમારા વિશે જ ચિંતિત છું. તમારે એક સાચી અને અમર એવી આત્મશક્તિ ખીલવવા માટે શેની જરૂર પડતી હોય છે? હું પાના ભરાઈ જાય તેટલું મારા પોતાનાં શબ્દોમાં તેનાં ઉપર લખી શકું છું, અનેક ધર્મગ્રંથોમાંથી હજારો શ્લોકો ટાંકી શકું છું, પરંતુ હું એક બ્રિટીશ કવિ રુદયાર્ડ કિપલિંગની એક કવિતા કહેવાનું પસંદ કરું છું. અને આ કવિતાનું શીર્ષક યથાર્થપણે અપાયું છે – If (જો)

If you can keep your head when all about you
Are losing theirs and blaming it on you;
If you can trust yourself when all men doubt you,
But make allowance for their doubting too:
If you can wait and not be tired by waiting,
Or, being lied about, don’t deal in lies,
Or being hated don’t give way to hating,
And yet don’t look too good, nor talk too wise;

If you can dream — and not make dreams your master;
If you can think — and not make thoughts your aim,
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same:.
If you can bear to hear the truth you’ve spoken
Twisted by knaves to make a trap for fools,
Or watch the things you gave your life to, broken,
And stoop and build’em up with worn-out tools;

If you can make one heap of all your winnings
And risk it on one turn of pitch-and-toss,
And lose, and start again at your beginnings,
And never breathe a word about your loss:
If you can force your heart and nerve and sinew
To serve your turn long after they are gone,
And so hold on when there is nothing in you
Except the Will which says to them: “Hold on!”

If you can talk with crowds and keep your virtue,
Or walk with Kings — nor lose the common touch,
If neither foes nor loving friends can hurt you,
If all men count with you, but none too much:
If you can fill the unforgiving minute
With sixty seconds’ worth of distance run,
Yours is the Earth and everything that’s in it,
And — which is more — you’ll be a Man, my son!

સજાગ જીવન જીવવા માટે, જયારે પણ તમે ક્રોધ, ચિત્તવિક્ષિપ્તતા, અસલામતીની પકડમાં આવી જાવ ત્યારે તમારી જાતને તમે જે વચન આપ્યાં છે તેની યાદ અપાવી શકો, જો તમે તમારી જાતને તમારા માટે તમે જે આચારસંહિતા નક્કી કરી છે તેની યાદ અપાવી શકો, તો તમે તમારા આંતરિક જગતનાં સુપરમેન (કે સુપરવુમન) બનવાના માર્ગે જ છો. તમે કલાકો સુધીનું ધ્યાન કર્યા વિના, કોઈ મોટી પરિકલ્પનાનાં આધાર વિના, કોઈ પણ ધાર્મિક આજ્ઞાને પરાધીન થયા વિના, તમે એક અસામાન્ય વૈચારિક સ્વતંત્રતાને પ્રાપ્ત કરશો. તમે સ્વતંત્ર-સ્વાધીન બનશો, અન્ય લોકોનાં મત, ધારણાઓ, વ્યવહાર, અને આચરણ કે સંચાલનથી તમે સ્વતંત્ર બની જશો.

સ્વાધીનતાનો અર્થ છે તમે ફક્ત તમારી અંદર જે છે તેનાં પર જ આધીન છો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email