ॐ સ્વામી

સૌથી મોટી મૂળભૂત માનવ જરૂરિયાત

તમને કોઈ પ્રેમ કરે છે તેની અનુભૂતિ એક શાંત સમુદ્રનાં કિનારે બેઠા હોઈએ તેવી હોય છે. અવર્ણનિય. તમે સ્વયં સમુદ્ર બની જાવ છે. તમે એક સંપૂર્ણતાને અનભવો છો.

માણસની સૌથી મૂળભૂત ઈચ્છા કઈ હોય છે, એ ઈચ્છા કે જે માનવવાદ અને માનવતાના કેન્દ્રમાં હોય છે, એક એવી મૂળભૂત માનવીય ઈચ્છા, કે જે તમારી દુનિયાને બનાવી કે બગાડી શકે છે, એક એવી લાગણી કે જે તમને અમુલ્ય હોવાની કે નક્કામાં હોવાની અનુભૂતિમાં જે તફાવત રહેલો છે તે બતાવે છે? ઘણાં વર્ષોથી મોટી સંખ્યામાં લોકો સાથેનો મારો જે સંપર્ક અને અવલોકન છે તેનાં આધારે હું એ સમજ્યો છું કે દરેક પ્રતિભાવોની અંદર અને દરેક લાગણીની ઉપર એક એવી ઈચ્છા રહેલી છે કે જે પ્રાથમિક છે, કારણાત્મક છે અને આણ્વીક છે,…read more

સ્વાધીનતા

આકાશ હંમેશાં તેની અંદરના રંગો અને વાદળોથી સ્વતંત્ર રહેતું હોય છે. તે પોતાનાં કુદરતી સ્વરૂપ - ભૂરા આકાશમાં પાછું ફરતું હોય છે. તમે પણ તેવું કરી શકો છો.

તમારે જયારે ઉત્તરો જોઈતાં હોય ત્યારે તમે ક્યાં જાઓ છો? શું સાચું કે ખોટું અથવા હું કેવો લાગુ છું, કે હું કેવું કરી રહ્યો છું, શું સારું છે કે ખરાબ, અરે શું નૈતિક છે અને શું અનૈતિક, હું સાચા પથ પર છું કે કેમ, ભગવાન મને ધિક્કારશે જો હું આવું કરીશ તો? તમે આ બધા પ્રશ્નોનો ઉત્તર મેળવવા માટે તમારી અંદર જ જુવો તો શું ખોટું છે? આપણા પોતાનાં મતને શું બીજા લોકોનાં સમર્થનની જરૂર હોય છે ખરી? બાહ્ય પુષ્ટિથી થોડી રાહત મળે ખરી. આપણી પોતાની માન્યતાને જયારે અન્ય તરફથી…read more

કોઈને ભૂલવા માટે શું કરવું

જો તમને તેની સાથે કેવી રીતે કામ લેવું તેની ખબર ન હોય તો યાદો તો બ્લેક હોલ જેવી હોય છે: ઊંડી, રહસ્યમય, અને ગુરુત્વાકર્ષણ વાળી. બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી હોતો.

લોકો હંમેશા જીવનમાં ઉતાર-ચડાવનો અનુભવ કરતાં હોય છે. જીવનની મુસાફરી દરમ્યાન આપણે જાત જાતનાં લોકોને મળતાં હોઈએ છીએ. જીવનમાં આપણે હંમેશા અમુક જ પ્રકારનાં લોકોને મળીએ, કે ફક્ત જેને આપણે પસંદ કે નાપસંદ કરતાં હોઈએ તેમને જ ફક્ત મળવાનું થાય તેવું બનતું હોતું નથી. અંતે તો આ કોઈ એક તરફી જતો રસ્તો તો છે નહિ. કોઈ પણ સમયે આ યાતાયાત બન્ને દિશામાં આપણી સાથે અને વિરુદ્ધ તરફે વહેતો જ હોય છે. કોઈ વખત કોઈ વ્યક્તિઓ કે કોઈ ઘટનાઓ તમને એટલી બધી તકલીફ આપી જતી હોય છે કે તમે તેમને તમારી…read more

મૃત્યુનો ભય

જળ બાષ્પીભવન થઇ વરસાદ બની પાછું આવે છે, કુદરતની રમત હંમેશા ચાલુ જ રહેતી હોય છે. કુદરતનાં ખોળે રહેલી દરેક વસ્તું સાશ્વત છે. તે ફક્ત રૂપાંતર પામતી હોય છે.

દરેક માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિને આ ભય હોય છે – મૃત્યુનો ભય. હું તેને બે ભાગમાં વહેચીશ: એક તુરંત થતાં ખતરાથી ભય અને દૂરનાં ભવિષ્યમાં જીવનને ખોવાનો ભય. આ બીજા પ્રકારનાં મૂળમાં રહેલો ભય એ ફક્ત શાશ્વત રીતે અનિવાર્ય એવાં મૃત્યુનો જ ભય નથી હોતો, પરંતુ જીવનનો અંત ઈચ્છિત રીતે ન આવે તો શું થશે તેનો ભય રહેલો હોય છે. સાચો ડર છે જીવનભર જે બધું કમાયું તે ખોવાનો, તમારા સંબધો, તમારી સંપત્તિ, અને સૌથી મહત્વનો ડર છે પોતાની જાતને ખોઈ દેવાનો. મોટેભાગે કોઈપણને સૌથી વધુ લાગણી પોતાની જાત સાથે…read more