ॐ સ્વામી

લોકો કંટાળી કેમ જતાં હોય છે?

જયારે તમે કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના સંતૃપ્ત અને અવિચલિત બની જાવ છો ત્યારે કંટાળો એક શાંતિ બની જાય છે.

દરેક ઉમ્મરનાં વાંચકો મને કંટાળા વિષે લખી જણાવતાં હોય છે. કેટલાંક જણા તેમનાં નિત્યક્રમથી કંટાળી જતાં હોય છે, તો કેટલાંક તેમનાં સાથીદારથી કંટાળી જતાં હોય છે તો કેટલાંક જણા તો વળી તેમની જિંદગીથી જ કંટાળી જતાં હોય છે. ખાસ કરીને માં-બાપ મને પૂછતાં હોય છે કે તેમને તેમનાં બાળકોને શું કહેવું જોઈએ જયારે તેઓ કંટાળાનું કારણ આગળ ધરીને અભ્યાસ નથી કરવા માંગતા હોતા. હું કંટાળાને મુખ્યત્વે બે પ્રકારોમાં વહેચું છું: આળસથી આવતો કંટાળો અને સક્રિયતામાંથી આવતો કંટાળો. બન્ને કિસ્સામાં તમારું મન કંટાળો જેમાંથી આવતો હોય તે વસ્તુથી તમને દુર ભગાડે…read more

ઈશ્વરમાં શ્રદ્ધા

તે સાંજ પડતાં જ બધા ઘેટાંને એક જગ્યાએ ભેગા કરે છે. શું ખરેખર? તે તમારી શ્રદ્ધાની તાકાત ઉપર નિર્ભર છે.

એવાં ઘણાં લોકો છે જે ભગવાનમાં વિશ્વાસ ધરાવે છે અને એવાં પણ ઘણાં લોકો છે જે નથી વિશ્વાસ ધરાવતાં. અમુક ભગવાનમાં માને છે કારણ કે તેમને કોઈ બીજો વિચાર જ કર્યો હોતો નથી, ઘણાં એવાં પણ હોય છે કે જેમને બહુ બધો વિચાર કર્યો હોય છે. અને એવું જ કઈક ભગવાનમાં નહિ માનનારાઓ માટે પણ કહી શકાય. વિશ્વાસનાં પરિપ્રેક્ષ્યમાં જ આજનું મારું વિષયવસ્તુ છે. વિશ્વાસ ધરાવનાર લોકોનાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે જેમ કે: આશાવાદી આશાવાદી એ રઘવાયાની હરોળમાં આવે છે. તે માને છે કે તેની વર્તમાન વિશ્વાસ પ્રણાલીમાં જો તેનાં…read more

તમને પ્રકોપિત કોણ કરે છે?

જયારે પ્રકોપિત થઇ જઈએ ત્યારે નિર્ણાયક શક્તિ બહુ સહજતાથી ગુમાવી દેવાય છે. સજાગતા એ પ્રકોપનું મારણ છે.

મને વારંવાર પૂછવામાં આવતું હોય છે કે દરેક પરિસ્થિતિમાં શું એકસમાન રહેવું શક્ય છે ખરું, જો હાં તો એનો કયો માર્ગ છે? ઘણાંબધા લોકોએ ધ્યાન, યોગ, થેરાપી, કાઉન્સેલિંગ, અને દુનિયામાં શક્ય હોય તે તમામ રસ્તાઓ અજમાવી જોયા છે, જો કે કોઈ મોટા પરિણામ મળી ગયા હોય તેવું નથી બન્યું. શા માટે એમ? ચાલો હું તમને એ મુદ્દાનાં મૂળમાં લઇ જઉં. આપણી લાગણીઓ અને પ્રતિભાવોમાં એક પ્રકારની સ્વાભાવિક સહજતા હોય છે. તમે જેનાંથી માહિતગાર હોવ કે જેમાં કોઈ અચોક્કસતાને અવકાશ નથી, તેનાં માટે તમે કૃત્રિમ પ્રતિભાવ આપવાની યોજના બનાવી શકો. પરંતુ…read more

શું તમને અંધારાથી ડર લાગે છે?

જો તમે પ્રેરણાદાયી અને હકારાત્મક પ્રૌરાણીક હસ્તીઓમાં વિશ્વાસ ધરાવતાં હશો તો તમે કુદરતીપણે જ ભૂત અને રાક્ષસ પણ છે તેમ માનશો.

દરેકજણને ડર લાગતો હોય છે, ફક્ત માત્રા જુદી જુદી હોય છે. એ જન્મજાત હોય છે, તે આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની વ્યવસ્થાનાં એક ભાગ રૂપે પણ રહેલું હોય છે. કારણ કે તે આપણને કોઈ પણ પરિસ્થિતિમાં લડવું કે ભાગવું એ નિર્ણય લેવામાં મદદરૂપ બનતું હોય છે. ચાલો મને એ દિવસે કોઈએ પુછેલા એક સવાલથી શરૂઆત કરીએ. એક સન્નારી જે બે બાળકોની માતા હતી, તેને પૂછ્યું, “મારો પુત્ર અંધારાથી ખુબ ડરે છે. મારે શું કરવું જોઈએ? “કોણ નથી ડરતું હોતું?” મેં કહ્યું. “એને ડરવા દો. એ ક્યારેય એટલો બધો ડરી જાય છે…read more

પ્રિયજનની ખોટનો સામનો કેવી રીતે કરવો

સમય જતાં, તળાવ છે તે સુકાઈ જતું હોય છે, પણ તે અદ્રશ્ય નથી થઇ જતું, ઘાવ રૂઝાતા વાર લાગતી હોય છે.

કોઈક વખત લોકો તેમનાં પ્રિયજનોને ગુમાવવાનાં હૃદયદ્રાવક થઇ જાય તેવાં બનાવો મને કહેતાં હોય છે. એવાં ઘણાં લોકો હોય છે કે જેઓ તેમનાં પુત્ર, પુત્રી, ભાઈ-બહેન કે માં-બાપને ખોઈ બેઠા હોય છે – અકાળે કે પછી અનપેક્ષિત રીતે. ઘણી વખત તો તે એટલું અત્યંત કષ્ટદાયી હોય છે કે એક તટસ્થ શ્રોતા હોવાં છતાં પણ મારી આંખો છલકાઈ જતી હોય છે. એ ઝટકો, એ આઘાત, એ દુ:ખ તેમનાં માટે અસહ્ય હોય છે, જાણે કે તે ઘાવ ક્યારેય રૂઝાશે જ નહિ. તેઓ મને પૂછતાં હોય છે કે આ દુ:ખમાંથી કેવી રીતે બહાર…read more