ॐ સ્વામી

કશાયની કઈ પણ કિંમત નહિ કરવાનું મુલ્ય

જયારે તમે કશાયની "કઈ પણ" કિંમત નહિ કરવાનું શીખી જાવ છો ત્યારે દરેક વસ્તું અનમોલ બની જાય છે. આત્મ-સાક્ષાત્કારનો અર્થ છે તમારા બાસ્કેટ (મન)ને ખાલી કરવું.

ચાલો આજે હું તાઓ ધર્મની એક વાર્તાથી શરૂઆત કરું. એક વખત બે માણસો, એક કઠિયારો અને બીજો એનો શિષ્ય, એમ તે બન્ને એક જંગલમાંથી પસાર થઇ રહ્યાં હતાં. તેઓ એક ઘટાદાર વડનાં ઝાડ પાસે પહોચ્યાં. જાણે કોઈ મોટું દિવ્ય વૃક્ષ ન હોય એમ તે રૂઆબદાર રીતે ઊભું હતું. તેનું થડ એકદમ પહોળું હતું, તેની ડાળીઓએ એક મોટો વિસ્તાર ઘેરી લીધો હતો, તેની અસંખ્ય ડાળીઓ હવામાંથી લટકી રહી હતી અને જમીનને અડી રહી હતી; ટુંકમાં, આ એક પ્રાચીન વૃક્ષ હતું. યુવાન શિષ્ય તો બહુ ઉત્સાહમાં આવી ગયો. “અરે આ ઝાડ તો…read more

બદલાઈ જવામાં કશું ખોટું નથી.

જયારે તમે જેને ખોટું માનતાં હોવ છતાં પણ તેને વળગી રહેતાં હોવ છો ત્યારે આંતરિક દબાવનો હળવો પ્રવાહ એક અસંતોષની મોટી ભરતીમાં પલટાઈ જાય છે.

પરિવર્તન જ કાયમી હોય છે – તમે આ વાક્ય પહેલાં અનેક વાર સાંભળ્યું હશે. પરિવર્તનની સાતત્યતા તે ફક્ત બાહ્ય જગત માટેની જ એક સત્ય હકીકત નથી પરંતુ તમારા આંતરિક જગત માટે પણ તે એટલું જ સત્ય છે. જેમ જેમ તમારા વિચારો બદલાય છે તેમ તેમ તમારો મત પણ બદલાય છે, અને નવા મત સાથે તમે નવી સમજણ પણ મેળવો છો. અને તમે આપોઆપ તમારા લાગણીનાં સ્તરમાં તથા તમારી માન્યતાનાં જગતમાં એક બદલાવ લાવો છો; તમે વિકસો છો અને તમે આગળ વધો છો, કોઈક વખત તો તમે ખુબ આગળ વધી જાવ…read more

સુંદરતા શું છે?

સુંદરતા પાછળ એક બંધનની ભાવના હોય છે. જેની પણ સાથે તમે બંધાયેલાં હોવ છો, તે તમને સુંદર લાગતું હોય છે.

સુંદરતા શું છે? જે આકર્ષક, આનંદદાયક છે તે? કાં તો તેથી કઈક વધું? જયારે પ્રથમ છાપની વાત આવે ત્યારે, નિ:શંકપણે જ તરત બાહ્ય દેખાવ તેની અસર બતાવે છે. જયારે તમે સુંદર યુવતી કે સોહામણો યુવાન જુઓ છો તો તેને તમે કુદરતી રીતે જ સુંદર ગણો છો. જો મારે કહેવાનું હોય તો, તમે પરણિત હોવ કે અપરણિત, તમારું સામાજિક કે ધાર્મિક સ્તર ગમે તે હોય પરંતુ તમે તેમની બાહ્ય સુંદરતાને નકારી નથી શકતાં. તમારે એમ અનુભવવું જ પડતું હોય છે. એટલું કહ્યાં બાદ, બાહ્ય સુંદરતા જો એટલી લોભામણી જ હોય તો…read more

આકર્ષવું કેવી રીતે?

લાંબા સમય સુધી ટકી રહે તેવું આકર્ષણ સત્ય ઉપર આધારિત હોય છે. જો તમે સાચું પુષ્પ હશો તો, પતંગિયા આપોઆપ તમારી પાસે આવશે. સત્ય આકર્ષે છે.

તમે કદાચ આકર્ષણનાં નિયમ વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે. એનાં વિશે વિચાર કરીએ તો, મોટાભાગનાં લોકો દુ:ખને ટાળવા માટે કામ કરતાં હોય છે, તેઓ છેતરામણી ખુશીને કાયમ મેળવવા માટે કામ કરતાં હોય છે. તેઓ હંમેશાં હકારાત્મક વસ્તુઓને આકર્ષવા માટે કોશિશ કરતાં હોય છે. કોઈ પણ માણસ પોતાની આજુબાજુ નકારાત્મક લોકો કે દુ:ખભર્યા સંજોગો કે દુર્ઘટનાઓને ઈચ્છતા હોતાં નથી. તો પછી તેમની આ બધી ઈચ્છાઓ પૂર્ણ કઈ રીતે થાય? એવું કેમ થાય છે કે જે તમારે નથી જોઈતું હોતું તે સહેલાઇથી આવી પડે છે અને જે તમારે ખરેખર જોઈતું હોય તેનાં…read more