એક સમયે એક મુસાફર હોય છે જેને એક બીજા શહેરમાં જવા માટે જંગલમાંથી પસાર થવાનું હોય છે. એ જંગલમાં ચાલતાં-ચાલતાં રસ્તો ભૂલી જાય છે. તે બધી દિશાઓમાં ચાલીને જુવે છે પણ કઈ વળતું નથી. દર વખતે તેને લાગે છે કે તે ક્યાંક પહોંચી રહ્યો છે પરંતું એ જંગલમાં જ ઊંડે ઊંડે ક્યાંક ખોવાઈ જતો હોય છે. મુંઝાયેલો અને હારેલો એ અનેક લાગણીઓમાંથી પસાર થતો હોય છે. તે પ્રાર્થના કરે છે, રડે છે, પોતાની જાતને કોશે છે, થોડો વિરામ કરે છે. બીજા કેટલાંક કલાકો પસાર થઇ ગયા અને તેનો પોતાનો પડછાયો લાંબો થવા લાગ્યો, સુરજ આથમવાની તૈયારી કરવા લાગ્યો. અટવાયેલો મુસાફર ચિંતાતુર થઇ જંગલમાં રાત ગુજારવી પડશે તો શું થશે તે વિચારવા લાગ્યો. તે હવે તરસ્યો અને ખુબ જ થાક્યો પાક્યો હતો.

રસ્તાની શોધી કાઢવાની આશામાં જંગલ ખુંદવાનું ચાલુ રાખ્યું. તેની વ્યાકુળતા ઓર વધતી ગઈ. જયારે અને લાગ્યું હવે એ પોતે આ ઘનઘોર જંગલમાંથી બહાર નહિ નીકળી શકે ત્યારે જ અચાનક તેને એક ઝાડ નીચે એક બીજા માણસને બેઠેલો જોયો. એનાં આનંદની કોઈ સીમા ન રહી, એની વ્યાકુળતા એક ઉત્સાહમાં પલટાઈ ગયી. અને તેને એ માણસની તરફ દોટ મૂકી.
“અરે મારા ભગવાન, તમને તો મારા ભગવાને જ મોકલ્યા છે. તમને અહી જોઈને મને ખૂબ આનંદ થયો.” એક જ શ્વાસે તેણે આબધુ કહી દીધું. “ હું સવારથી જ ચિંતા કરતો હતો કે હું ભૂલો પડી ગયો છું. મને એવું લાગ્યું કે હવે હું કોઈ ગામ ક્યારેય જોવા પામીશ નહિ, કોઈ જંગલી પશુ આજે રાતે મને જીવતો જ ખાઈ જશે. તમે મને બચાવનાર છો. તમને ખબર નથી તમને અહી જોવું તે મારા માટે શું છે.” રાહતના આંસુ તેનાં ગાલ પર વહેવા લાગ્યા.
“કોઈ વાંધો નહિ તમે જ્યાં પણ જઈ રહ્યા હોય” તે આગળ બોલ્યો “મેહરબાની કરીને મને સાથે લઇ જાઓ”. હવે રડવાનું પૂરું થઇ ગયું હતું. તે અતિ આનંદ અને રાહત અનુભવી રહ્યો હતો.
બીજો માણસ હસવા લાગ્યો. થોડી ક્ષણો માટે તે ચુપ થઇ ગયો અને બોલ્યો “તમને જોઇને હું પણ એટલી જ રાહત અનુભવું છું કારણકે હું પણ ભૂલો પડી ગયો છું પણ તમને જોયા બાદ હવે એટલો ડર રહ્યો નથી. નવાઈ લાગે છે પણ હું ભૂલો પડી ગયો હોય એવું હવે મને પણ લાગતું નથી.”
તેઓ બન્ને ખડખડાટ હસવા લાગ્યા. તેમની બન્નેની દબાયેલી લાગણીઓ અને વ્યાકુળતા આંસુ બનીને વહેવા લાગી.
“ખરેખર નવાઈ લાગે છે પરંતુ મને પણ હવે ભૂલો પડી ગયો હોય એવું લાગતું નથી. ઉલટું હવે વધુ સારું લાગે છે.” અને તે એ માણસની બાજુમાં બેસી ગયો.

આ એક ખોવાઈ ગયેલી દુનિયા છે. રમુજ પમાડે એવી વાત એ છે કે જયારે બે ખોવાઈ ગયેલી વ્યક્તિઓ ભેગી થઇ જાય ત્યારે તેઓ એટલાં ખોવાઈ ગયા હોય તેવું નથી અનુભવતાં, જયારે કોઈ એક અખો સમુદાય ખોવાઈ ગયો હોય ત્યારે તો તે તેમને જરાય ખોવાઈ ગયેલાં ગણતાં નથી. ત્યાં એક પ્રકારનું આશ્વાસન હોય છે, એકલાં ન હોવાની લાગણી. આવી લાગણી કઈ તમને તમારો રસ્તો શોધવામાં મદદરૂપ નથી થતી, અરે તે તમને કોઈ પણ રીતે મદદરૂપ નથી થતી, પણ તેમ છતાં તમને એક પ્રકારની રાહત અનુભવાય છે. આખરે તો લોકો જે કઈ પણ કરી રહ્યા છે તે શા માટે કરતાં હોય છે તેમની તેમને ખબર હોય છે. તેમને તે સમજી લીધું હોય છે, તેમને તેનાં વિષે વિચાર પણ કરી લીધો હોય છે. આવા વિચારો તમને એક સુરક્ષાની મિથ્યા લાગણી અનુભવડાવે છે. સત્ય તો એ છે કે એ પણ તમારા જેટલાં જ ભટકી ગયેલાં હોય છે. હકીકતમાં તમે પહેલાં નહોતા ખોવાઈ ગયા, ત્યારે તો તમે રસ્તો શોધવાની કોશિશ કરી રહ્યા હતાં, તમને ખબર હતી કે તમારે ખરેખર ક્યાં જવું હતું પણ હવે તો ખરેખર તમે ખોવાઈ ગયા. ખબર છે કેમ? કારણ કે બધા ખોવાઈ ગયેલાં લોકો જયારે તમારી આજુબાજુ હોય ત્યારે તમે એ વસ્તુને એક સામાન્ય વાત તરીકે સ્વીકારી લો છો, તમે આ તો આવું જ હોય એમ કદાચ સ્વીકારવાનું ચાલુ કરી દીધું હોય છે.

બિલકુલ આવી જ રીતે વિશ્વાસ બંધાતો હોય છે અને પેઢીઓ દર પેઢીઓ સુધી પસાર થતો હોય છે, જેમ કે કોઈ મશાલ દોડ ન હોય. જે માણસ તમને મશાલ પકડાવતો હોય છે તેને ક્યારેય અંતિમ રેખા જોઈ હોતી નથી, તેને તમને મશાલ એટલાં માટે પકડાવી કારણ કે તેનો સમય કદાચ સમાપ્ત થઇ ગયો હોય છે કાં તો તે હવે થાકી ગયો હોય છે. જેવાં તમે તેની નજરે ચડ્યા કે એને તમને મશાલ પકડાવી દીધી. જો વિશ્વાસની વ્યવસ્થા અને આ મશાલ દોડમાં કોઈ તફાવત હોય તો તે ફક્ત એટલો જ છે કે મશાલ દોડમાં અંતિમ રેખા હોય છે.

જો તમે નિયમોને તોડો તો શું થાય? જો તમે મશાલ બીજાને ન આપો તો શું? અરે, જો તમે મશાલ લો જ નહિ અને તમે જાતે જ તમારી માન્યતા મુજબ અંતિમ રેખા તરફ દોડવા લાગો તો શું? તમે જો જાતે જ રસ્તો બનાવશો તો તમે ક્યારેય ભૂલા જ નહિ પડો.

Where roads are made I lose my way.
In the wide water, in the blue sky there is no line of a track.
The pathway is hidden by the birds’ wings, by the star-fires, by the flowers of the wayfaring seasons.
And I ask my heart if its blood carries the wisdom of the unseen way.
(Tagore, Rabindranath. “VI.” Fruit-Gathering.)

જયારે તમે તમારા માટે જે મહત્વનું છે તેને જ અનુસરો છો ત્યારે તેનું અંતિમ પરિણામ તમારી ઈચ્છા મુજબનું કદાચ હોય કે ન પણ હોય તેમ છતાં તે તમને વધારે સારા, મજબુત, ડાહ્યા, અને સુખી વ્યક્તિ બનાવશે. તમે ભૂલા પડી ગયા છો તેવું નહિ અનુભવો, તમે થકાન પણ નહિ અનુભવો, ત્યાં કોઈ વ્યાકુળતા પણ નહિ હોય. રાલ્ફ વાલ્ડો ઈમર્સનના શબ્દોમાં જો કહેવાનું હોય તો, “જ્યાં રસ્તો દોરી જતો હોય ત્યાં ન જાવ, જ્યાં રસ્તો જ ન હોય ત્યાં જાવ અને એક કેડી પાછળ કંડારતા જાવ.”

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email