ॐ સ્વામી

આપણી નકારાત્મકતામાંથી કેવી રીતે બહાર આવવું?

જેમ કે પાણીનાં અનેક ટીપાની હારમાળા એક ધોધને જન્મ આપે છે, વિચારોની હારમાળા તમારી માનસિક હાલતને જન્મ આપે છે.

એક દિવસે કોઈકે મને એક સરળ છતાં મહત્વનો સવાલ કર્યો. હકીકતમાં આ સવાલ મને ઘણી વખત પૂછવામાં આવતો હોય છે. તેને પૂછ્યું હતું, “કોઈ વાર હું કોઈ એક પ્રસંગ કે વ્યક્તિને લઈને ખુબ જ તણાવગ્રસ્ત થઇ જાવ છું, અને હું નકારાત્મક બની જાવ છું. હું ગમે તેટલી સારી કોશિશ કરું તેને માફ કરવાની કે ભૂલી જવાની પરંતુ હું આ નકારાત્મક વિચારોને મારી અંદરથી મુક્ત નથી કરી શકતી. આ સમયે શું કરવું જોઈએ? આમાંથી કેમ બહાર આવવું?” ભૂતકાળમાં, મેં ટુંકમાં, નકારાત્મક વિચારો અને લાગણીઓમાંથી કેમ બહાર આવવું તેમજ હકારાત્મક રહેવાની કલા…read more

સ્ત્રીઓ તૈયાર કેમ થતી હોય છે?

દરેક કાર્ય સ્વરૂપથી પ્રેરિત હોય છે, કુદરતનું દરેક તત્વ એક કલા-કાર્ય છે, એવું જ સ્ત્રીનું હોય છે.

એક વખત એક હોશિયાર અને ઉભરતાં લેખીકાએ મને લખીને કઈક પૂછ્યું. તેને બહુ રસપ્રદ સવાલ કર્યો: સ્ત્રીઓ તૈયાર કેમ થાય છે? તેમને એ જાણવું હતું કે આ વિષે કોઈ સાહિત્યિક મત છે કે કેમ? મેં એ સવાલનો જવાબ તેમને આપ્યો અને થયું કે તમારી બધાની સાથે પણ મારા એનાં વિષેના વિચારો વહેચું. અને તેનાં માટેની આજની આ પોસ્ટ છે. મારા કેટલાંક વાક્યો કદાચ પારંપરિક કે અતિ પ્રચલિત લાગી શકે, તેમ છતાં, પણ ધ્યાન રહે કે હું કોઈ એક જાતિને બીજી જાતિ કરતાં વધું સારી માનું છું એવું નથી. હું ચોક્કસપણે…read more

ગુરુને સમર્પણ

કોઈ પહેલેથી ભરેલાં કપને કઈ રીતે ભરી શકે? તમને જો એમ લાગતું હોય કે તમને બધી ખબર પડે છે તો પછી તમને કોણ મદદ કરી શકે?

પૂર્વીય આધ્યાત્મિક અને ધાર્મિક ગ્રંથોમાં ગુરુ-શિષ્ય અને સમર્પણ-આજ્ઞાપાલનનાં વિચારોની ભરપુર વાત છે. ઘણાં લોકો જે આશ્રમની મુલાકાતે આવે છે કે અન્ય લોકો જે મને લખતાં હોય છે તેમનામાં એક જીજ્ઞાસા રહેલી હોય છે કે તેમનાં માર્ગમાં ગુરુની શું ભૂમિકા હોઈ શકે, તેઓ મને લખતાં હોય છે કે શું સમર્પણ કરવું જરૂરી છે. વધુમાં, ઘણાં લોકો એ કબુલતાં હોય છે કોઈ પણ ગુરુને સંપૂર્ણ સમર્પણ કરવામાં તેમને તકલીફ પડતી હોય છે. મારી અગાઉની સમર્પણ ઉપરની પોસ્ટનાં અનુસંધાનમાં આજે હું તેનાં વિષે વધારે વાત કરીશ. એવાં હજારો ગ્રંથો છે કે જેમાં સાચા…read more

શરતી નૈતિકતા

શું નૈતિકતા એ સુનિશ્ચિત વાત છે? શું તમે પાંચ વ્યક્તિઓને બચાવવાં માટે એક વ્યક્તિને મારી નાંખશો? ટ્રોલી વિચાર પ્રયોગની વાત વાંચો.

મને ઘણી વાર નૈતિકતા વિષે સવાલો પૂછવામાં આવે છે. લોકોને એવું જાણવું હોય છે કે સાચું શું કે ખોટું શું, કે શું સારું કે શું ખરાબ. તેમને એવું જાણવું હોય છે કે શું આવું કરવું એ નૈતિક છે અને બીજું કરવું તે અનૈતિક છે? શું સારું કે ખરાબ છે? હું તમને પૂછું છું – આપણે નૈતિકતાને અનૈતિકતાથી અલગ કેવી રીતે પાડીએ છીએ? જે લોકો મને આવાં સવાલો પૂછતાં હોય છે તેમને પોતાનાં નૈતિકતા વિષેના કેટલાંક ચોક્કસ ખ્યાલો હોય છે. અને તેવાં ખ્યાલો હોવા એ કઈ ખોટી વાત પણ નથી, એનો…read more

ખોવાઈ ગયેલી દુનિયા

આ એક ખોવાઈ ગયેલી દુનિયા છે, ખુબ જ અટપટી. તમારો રસ્તો જાતે નક્કી કરો જો તમારે ખોવાઈ ન જવું હોય તો.

એક સમયે એક મુસાફર હોય છે જેને એક બીજા શહેરમાં જવા માટે જંગલમાંથી પસાર થવાનું હોય છે. એ જંગલમાં ચાલતાં-ચાલતાં રસ્તો ભૂલી જાય છે. તે બધી દિશાઓમાં ચાલીને જુવે છે પણ કઈ વળતું નથી. દર વખતે તેને લાગે છે કે તે ક્યાંક પહોંચી રહ્યો છે પરંતું એ જંગલમાં જ ઊંડે ઊંડે ક્યાંક ખોવાઈ જતો હોય છે. મુંઝાયેલો અને હારેલો એ અનેક લાગણીઓમાંથી પસાર થતો હોય છે. તે પ્રાર્થના કરે છે, રડે છે, પોતાની જાતને કોશે છે, થોડો વિરામ કરે છે. બીજા કેટલાંક કલાકો પસાર થઇ ગયા અને તેનો પોતાનો પડછાયો…read more