ॐ સ્વામી

તમારું સ્વપ્ન-જીવન

શાંતિ અને અર્થસભર જીવન એ મૃત્યુનાં ઉત્તમ પ્રતિક કરતાં ક્યાંય વધુ મુલ્યવાન છે. આજ સમય છે જીવવાનો!

હું આશા રાખું કે તમે એ હકીકતથી વંચિત હશો કે કોઈ પણ બાહ્ય પરિબળો કરતાં જો કોઈ તમને તમારી જિંદગી, તમારા સ્વપ્નાની જિંદગી જીવવાથી રોકતું હોય તો એ ફક્ત ને ફક્ત તમે અને તમે જ હોવ છો. મોટાભાગનાં લોકો જીવનને “હા” કહેતાં ડરતાં હોય છે. અને તેઓ શા માટે ખુલીને પોતાની પાંખો ફેલાવીને નુતન ક્ષિતિજોને જોવા અને જીવવાથી ડરતાં હોય છે? આખરે તો તેમનાં મગજની જમણી બાજુ એવું શું હોય છે કે જે આનંદ, પરમ સુખ, અને ખુશીને નનૈયો ભણતું હોય છે? તમને ખબર છે કેમ? પ્રાથમિકપણે નાનપણથી આપણે બાહ્ય…read more

આપણે શા માટે હસતાં હોઈએ છીએ?

મેરીને એક નાનું ઘેટું આવ્યું; શું? તેને એક ઘેટું આવ્યું? ડોક્ટરને તો અપેક્ષા હતી માણસનાં બાળકની! આપણે કેમ હસતાં હોઈ છીએ?

હાસ્ય એક મૂળભૂત માનવીય અભિવ્યક્તિ છે અને  રમૂજવૃત્તિ હોવી એ એક દિવ્ય ગુણ પણ છે. ક્યારેય વિચાર્યું છે કે આપણે શા માટે હસતાં હોઈએ છીએ? હાસ્યનાં મૂળ તમે વિચારી શકો તેનાંથી પણ ઊંડા હોય છે, હાસ્ય એ વ્યક્તિ, સંસ્કૃતિ, જાતિ, સમુદાય વિષે ઘણું બધું કહી જાય છે. એવાં કેટલાંક જણ હોય છે કે જેઓ બીજા પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે, અરે પોતાનાં પ્રત્યે પણ હસી લેતાં હોય છે. આજનું મારું વિષયવસ્તુ છે કે આપણે જોક્સ સાંભળીને હસતાં કેમ હોઈએ છીએ.આપણી જાતિની ઉત્ક્રાંતિ કે વિકાસ સાતત્યના સિદ્ધાંત પર થયેલ છે. હજારો વર્ષો સુધી…read more

બિનશરતી પ્રેમ

માતૃપ્રેમ એ કુદરતની સૌથી મોટી ભેટ છે. બિનશરતી અને નિ:સ્વાર્થ. તે શબ્દોથી પરે છે.

એક દિવસે, કોઈક કે જે મને પહેલી વખત જ મળતું હતું તેમને મને બહુ રસપ્રદ સવાલ કર્યો. મારી પ્રેમ પરની એકાદ પ્રેમ પરની પોસ્ટનાં સંદર્ભમાં તેમને મને પૂછ્યું,: “તમે તમારા લેખમાં લખ્યું છે કે બિનશરતી પ્રેમ બહુ દુર્લભ હોય છે. શું માંનો પોતાનાં બાળક પ્રત્યેનો પ્રેમ બિનશરતી હોતો નથી?” હું તમને તેનો જવાબ આપું એ પહેલાં તમને એક વાર્તા કહીશ:એક સમયે એક દંપતી હોય છે. તે એકબીજાને ખુબ જ પ્રેમ કરતાં હોય છે પણ પત્નીને કોઈ બાળક રહેતું નથી. તે પોતાનાં પતિને પોતે બાળક નથી આપી શકતી એમ વિચારીને ખુબ…read more

તમારા પાકીટમાં શું છે?

તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારી અંદર શું ભર્યું છે? શું તમે સતત વહેતું ઝરણું છો કે પછી એક કમજોર વૃક્ષ?

એક મુસાફરોથી ભરેલી બસમાં, કંડકટરને એક ફાટેલું પાકીટ નીચે પડેલું જડ્યું. તેને તે ઉપાડી લીધું અને તેની અંદરની વસ્તુઓ તપાસવા માંડી. તેમાં પાંચસો રૂપિયા અને કૃષ્ણ ભગવાનનો એક ફોટો હતો. તેમાં કોઈ બીજા કાર્ડ્સ કે ફોટા નહોતાં. કંડકટરે બુમ પાડી, “કોઈનું પાકીટ ખોવાયું છે?” “મારું ખોવાયું છે?” એક વૃદ્ધ માણસે જવાબ આપ્યો. “એ તમારું જ છે તે સાબિત કરવા માટે તમે મને એમાં શું છે તે જરા કહેશો?” “મને ચોક્કસ કેટલાં પૈસા એની અંદર છે તેની તો ખબર નથી પણ એમાં એક કૃષ્ણ ભગવાનનો ફોટો છે.” “હં…કૃષ્ણનો ફોટો તો કોઈપણની…read more