ॐ સ્વામી

ગૃહ વ્યવસ્થા

કૃતજ્ઞતા એ પુડિંગ પરના આઈસ્ક્રીમ જેવી છે. સ્વસ્થ કરે તેવી ઉષ્મા અને શાંત કરે તેવી ઠંડક.

આજની પોસ્ટ સામાન્ય જાહેરાતો વિષેની છે. તેમાં કેટલીક મહત્વની માહિતી છે જે તમને, ખાસ કરીને જો તમે આ બ્લોગનાં નિયમિત વાંચક હોવ તો, આવતાં ૬ મહિના માટેની ઉપયોગી છે. ૧. એકાંત મે મહિનાના પ્રથમ અઠવાડિયાથી લઇને ઓક્ટોબર ૨૦૧૩ સુધી હું હિમાલયમાં એકાંતના ખોળે જવાનો છું. આ સમય દરમ્યાન હું દુનિયાથી વિભક્ત થઇ ગયો હશું. મને ઈ-મેઈલ કરવો કે રૂબરૂ મળવું શક્ય નહિ હોય. આપણા વચ્ચેની ટેલીપથી એકમાત્ર સંપર્ક હશે. હું નવેમ્બરમાં આશ્રમમાં પાછો ફરીશ. મેં આવનાર ૬ મહિના ચાલે એટલી પોસ્ટ અગાઉથી લખી રાખી છે, જેથી તમને દર અઠવાડિયે આ…read more

વૃદ્ધ થવાનો ડર

જયારે તમારી યાદો તમારી વર્તમાન યાત્રામાં પુલ નહિ બનતા મોટાં પથ્થર જેવો અવરોધ બને છે ત્યારે તમે વૃદ્ધ થઇ ગયા છો.

શું તમને ઘરડાં થવાનો ડર સતાવે છે? દરેક જણ જેમને પાકટ વયે મૃત્યુ પામવું છે તેને વૃદ્ધાવસ્થામાંથી તો પસાર થવું જ રહ્યું. ઘણાં લોકો તો વૃદ્ધાવસ્થાને છેલ્લાં શ્વાસ સુધી વ્યાખ્યાયિત કરતાં રહે છે તો ઘણાં તેમની ચાલીસીમાં જ પોતાની વૃદ્ધાવસ્થાને મહેસુસ કરવા લાગે છે. શું માનવ શરીર જેમ જેમ વૃદ્ધ થાય તેમ વધુ બરડ બનતું જાય છે? વારુ, સામાન્ય અવલોકન તો તે વાતને પ્રમાણિત કરે છે. પરંતુ, કલ્પના કરો કે, આપણે શારીરિક ઉમર ને જ હટાવી દઈએ તો? તો કદાચ વૃદ્ધાવસ્થાને એક નવો અર્થ મળશે. હું એવાં અસંખ્ય લોકોને જાણું…read more

જયારે જિંદગી તમને ધોબીપછાડ આપે

ખાત્રી કરજો કે ટનલનાં અંતે દેખાતો પ્રકાશ એ સામેથી આવી રહેલી કોઈ ટ્રેઈનનો તો નથીને. જીવન એ સંઘર્ષનો સમાનાર્થી શબ્દ છે.

એક જાણીતી કહેવત છે કે ” જેનાંથી તમે મરતા નથી તેનાંથી તમે મજબુત બનો છો.” તે મોટાભાગનાં કિસ્સામાં સાચું છે સિવાય કે જો કોઈ એક પ્રસંગે તમને ખુબ જ તકલીફ પહોચાડી હોય, અને તેનાંથી તમને થયેલું નુકશાન જો ભરપાઈ થઇ શકે તેમ ન હોય તો. આવા કિસ્સામાં કોઈ રસ, કોઈ આશા, કોઈ વચન, કે કોઈ પ્રકાશ નજરે નથી ચડતો. મને અનેક ઈ-મેઈલ એવાં મળતા હોય છે કે જેમાં લોકોનો વિશ્વાસઘાત થયો હોય, બીજા વડે ત્યાગ થયેલો હોય, તેમને ખોટા પાડવામાં આવ્યા હોય, કોઈ વખત તેમને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા…read more

નિર્ણય લેવો

જો તમારે તરતાં શીખવું હોય તો, વહેલા કે મોડા, તમારે પાણીમાં કુદકો મારવો પડશે. બીજો કોઈ રસ્તો નથી.

શું તમે અનિર્ણયાત્મકતાથી પીડાઓ છો? મારી દ્રષ્ટીએ તે એક માનસિક ખામી છે, એક માનસિક નબળાઈ. જેઓ પસંદ કરતા ડરતાં હોય છે તેઓ મોટાભાગે નિર્ણયને પાછો ધકેલતાં હોય છે. એ એક ખોટી માન્યતા છે કે નિર્ણય લેવામાં તમે જેટલી વધુ રાહ જુઓ એટલો વધુ સારો નિર્ણય લઇ શકાય. હું તમે આવેગશીલ થઇ જાઓ તેમ નથી કહેતો, પરંતુ કાયમ રાહ જોયા કરવી એ પણ એક મૂર્ખતા છે. જીવનમાં ડગલે ને પગલે પસંદગીઓ કરવાનું આવતું હોય છે. જો તમે ધ્યાનપૂર્વક ચકાસો તો જણાશે કે આ સાચો કે ખોટો નિર્ણય લેવાની કોઈ વાત નથી….read more