ॐ સ્વામી

પ્રેમનું મુલ્ય

કોઈએ પ્રેમને પોતાની નાવમાં બેસવાની જગ્યા ન આપી, ફક્ત એક સિવાય. કોણ હતું એ? વાંચો વાર્તા

શું વધારે મહત્વનું છે? તમારી પાસે જે છે તેની કિંમત કે જે નથી તેની કિંમત? એક ક્ષણ માટે આ બાબત પર વિચારો. કૃતજ્ઞતાનો અર્થ છે જે તમારી પાસે હાલમાં છે તેનું મુલ્ય કરવું અને મહત્વકાંક્ષાનો અર્થ છે જે તમારી પાસે ભવિષ્યમાં હોઈ શકે છે કે નથી હોઈ શકતું તેની કિંમત કરવી. જો તમે તમારી મહત્વકાંક્ષાની ગર્જનાઓમાં તમારી કૃતજ્ઞતાનો અવાજ ડુબાડી દેશો તો પછી તમારી પાસે ખાલી ઘોંઘાટ બચશે, સંગીત નહી હોય. એવું શા માટે? કારણ કે મોટાભાગે મહત્વકાંક્ષાનો કોઈ અંત હોતો નથી, તે સુસંગત તો હોતી જ નથી; જયારે કૃતજ્ઞતા…read more

ઝેરીલો ક્રોધ

ઝેરીલો ક્રોધ એક છેતરામણા આઈસબર્ગ જેવો હોય છે, બહારથી નુકશાનકર્તા નથી લાગતો, પરંતુ અંદરથી એ મોટો અને ગાંઠાળો હોય છે.

હાલમાં જ હું ક્રોધ સાથે સહજ ન થવાથી થતાં ફાયદા ઉપર બોલ્યો હતો. જયારે તમે તમારા ક્રોધને અંદરથી આવતા એક સ્વાભાવિક પ્રતિભાવનાં રૂપે વ્યક્ત નથી કરતાં ત્યારે તમે તમારી જાતને એક પસંદગી, તેમજ તમારી જાતને શાંત થવામાં ખાસ્સો બધો અવકાશ આપો છો. તમે ત્યારબાદ શું કરવું તે નક્કી કરી શકો છો. ભલા થઇને પ્રતિભાવ આપી શકો, જતું કરી શકો, કે માફ કરી શકો વિગેરે. મારા પ્રવચનમાં મેં તમારી જાતને વ્યક્ત કરતાં પહેલાં ત્રણ દિવસ રાહ જોવા માટે કહ્યું હતું. તમે આ પ્રવચનનો અંશ અહી સાંભળી શકો છો. શ્રોતાગણમાંથી કોઈ એકે…read more

શું તમે તમારી જાતની સરખામણી કરી રહ્યા છો?

દુનિયા તમને એક તાલીમ પામેલાં બીજા ગધેડાં જેવા બનાવવા માંગે છે, હકીકતમાં તેમનાં પોતાનાં જેવા. જો તમે તેમને તેમ કરવાની છૂટ આપશો તો. તમે જે છો તે બની રહો.

જો તમે કોઈ બાબત ઉપર ધીરજપૂર્વક ચિંતન કરો તો તમને જણાશે કે મોટાભાગનાં લોકો તેમની મોટાભાગની જીન્દગી સરખામણી કરીને જીવતાં હોય છે. જીવનમાં હંમેશા કોઈને કોઈ સરખામણી કાં તો વસ્તુ કાં તો વ્યક્તિ સાથે થતી જ રહેતી હોય છે. અને એવું જ, મોટા ભાગની સિદ્ધીઓનું પણ ધ્રુવીકરણ થતું રહેલું છે, જાણે કે તે કોઈ વજનકાંટા ઉપર રાખેલું હોય, જાણે કે તમારે સારા બનવા માટે કોઈ બીજા કરતાં વધારે સારું કરવું પડે, જાણે કે તમારે સારામાં ખપવા માટે કોઈ બીજા જેવા બનવું પડે વિગેરે. આ દુનિયા સાથે તાલ મેળવવા માટે અન્ય…read more

ફૂટલો ઘડો

જયારે આપણે પોતાની જાત સાથે પ્રામાણિક હોઈએ છીએ ત્યારે આપણી નબળાઈ પણ આપણી તાકાત બની જતી હોય છે.

કોઈએ મને લખીને પૂછ્યું હતું કે શું આત્મ-વિકાસ એ અંત વગરની તલાશ છે. તેને લખ્યું હતું, “આપણે શું હંમેશા મહેનત જ કરતુ રહેવાનું?” તેનો સંકેત એ હતો કે આપણે જો કાયમ આપણી અંદર વાંક જ શોધતું રહેવાનું હોય, તો પછી આપણે જિંદગીને માણીશું ક્યારે? શું જીવનનો અર્થ હંમેશા ખેચ્યે જવાનો જ છે? આપણે શું હંમેશા સુધરતાં જ રહેવાનું? આના વિષે વિચાર કરવો એ સુંદર વાત છે. અંગત રીતે હું નથી માનતો કે તમારે હંમેશા કોઈ બીજાની સંપૂર્ણતાની ફ્રેમમાં જ ફીટ થવું જોઈએ. વધુમાં, પૂર્ણતાનું લક્ષ્ય રાખવું એ અંગત પસંદગીની વાત…read more

શું તમે દબાવી રાખ્યું છે?

જો તમે તમારા આવેગોને અંદર દબાવેલા જ રાખશો તો તમે ખુબ જ વધારે પડતાં બેચેન અને કડવા બની જશો. તમારી જાતને ખાલી કરતાં શીખો.

કોઈ વખત ગુસ્સામાં બરાડા પાડવાથી હલકા થઇ જવાતું હોય છે, તે તમને તમારી અંદર ભરાઈ ગયેલી ઘણી બધી લાગણીઓને મુક્ત કરવામાં, તેમજ ગુસ્સાના આવેગને અને અંદર ભરાઈ બેઠેલી ઘણી બધી વસ્તુઓને બહાર વહાવી દેવામાં મદદરૂપ થાય છે. પરંતુ જયારે તમે બરાડા પાડો છો ત્યારે તે સામે વાળી વ્યક્તિને તકલીફ પહોચાડે છે, અને ચોક્કસ તમારાં સંબંધની ગુણવત્તાને પણ અસર કરે છે. તે પણ ખરાબ રીતે. માટે તે કોઈ યોગ્ય વિકલ્પ ન કહેવાય. વધુમાં, બરાડા પાડવા તે એક ગુસ્સાની લાગણી સાથે જોડાયેલ પ્રવૃત્તિ છે માટે તે તમને નબળા પણ પાડી દે છે,…read more