ॐ સ્વામી

તમે મત કેવી રીતે બાંધો છો?

તમારો મત તમારા આંતરિક જગતનું પ્રતિબિંબ છે, તમારી બુદ્ધિ અને સમજણની ઊંડાઈમાંથી આવતું એક વાક્ય.

હું વારંવાર કહેતો હોવ છું કે તમારું બાહ્ય જગત તમારા આંતરિક જગતનું એક પ્રતિબિંબ છે. જો તમારું આંતરિક જગત પરિવર્તનમાંથી પસાર થઇ રહ્યું હશે તો તમને તમારા બાહ્ય જગતમાં આપોઆપ એક બદલાવ અનુભવાશે. ઘણાં લોકોને આ સમજવું અઘરું પડે છે. આખરે તો વાસ્તવિક દુનિયામાં તમે જે લોકો સાથે વ્યવહાર કરતાં હોવ છો તે તો એવાં ને એવાં જ રહેતાં હોય છે. કોઈ જો તમને દુઃખી કરતું હોય, તો શું તે પોતે પોતાની રીતો બદલવાનું છે? એવું કેમ બનતું હોય છે, હું શું કહેવા માંગું છું? ચાલો હું તમને એક તાઓ…read more

શું તમે તમારી જાતની અવગણના કરો છો?

એક મૃતપ્રાય વૃક્ષ ન તો છાંયડો આપી શકે છે, કે ન તો ફળ આપી શકે છે. જો તમે તમારી જાતની અવગણના કરવાનું ચાલુ રાખશો તો એક દિવસ તમે પડી ભાંગશો.

શરૂઆતથી જ આપણને સારા, દયાળુ, દાન આપવાનું, માફ કરવાનું વિગેરે શીખવવામાં આવે છે. એ એક સારું શિક્ષણ છે, તેમાં કોઈ શંકા નથી. એક નૈતિક જીવન વિશે ધર્મ ઉપદેશ આપે છે, શિક્ષકો શિક્ષણ આપે છે, માં-બાપ અવિરત પ્રયાસથી મનમાં તેને બેસાડવાની કોશિશ કરે છે, સમાજ છે તે તેની તમારા પ્રત્યે અપેક્ષા રાખે છે અને તમારો જેનાં પર પ્રેમ છે તે તમારી પાસેથી તેની ઈચ્છા રાખે છે. તમે હંમેશાં સદગુણોથી ભરેલાં જીવન માટે કામ કરતાં રહો છો, અને તે ક્યારેય ખતમ જ નથી થતું જેમ કે કુતરું પોતાની પૂંછડી પકડવાની કોશિશ કરતુ…read more

તમારા શરીર તરફ ધ્યાન આપો

તમારા શરીરને સાંભળો. આગની જેમ, કોઈ બીમારી અવગણવા જેટલી નાની નથી હોતી. તે નાનામાંથી મોટી બની અનિયંત્રિતથઇ શકે છે.

ધ્યાન આપવું એ એક મોટામાં મોટું અને ખુબ જ લાભદાયી લક્ષણ છે. ધ્યાન આપવું અને સાવચેતી રાખવી આ બે વચ્ચે ખુબ જ પાતળો પણ મહત્વનો તફાવત રહેલો છે. સાવચેતીમાં તમારે એક જાગરૂકતાની ભાવના જાળવવાની છે, કે તમે તમારા વિચારો અને કર્મો પર નજર રાખી રહ્યા છો. ખુબ જ અભ્યાસ સાથે તમારી સાવચેત રહેવાની ટેવ એ કક્ષાએ પહોચી જાય છે જ્યાં તમારે કોઈ જ પ્રકારનો પ્રયત્ન કરવાનો રહેતો નથી, તે આપોઆપ જ થયા કરે છે. સાવચેતપણું એ ગરિમાપૂર્ણ જીવન, એક સ્થિર જીવન, અને મજબુત મગજનો પાયો છે. થોડા વખત પહેલાં મેં…read more

શાંત રહો

નકારાત્મક વિચારો પરપોટા જેવાં હોય છે, તેને થવા દો, તે જાતે જ કિનારા પર ઉંચે આવીને અદ્રશ્ય થઇ જશે. જાગૃત બનો અને ધીરજ રાખો.

કોઈ વખત નકારાત્મક લાગણીઓ કે ખરાબ પરિસ્થિતિઓ તમને નારાજ કરી દે એવું બને અને તમને ખુબ ખરાબ રીતે અંદરથી હલાવી દે, અંદરથી હલ્લો બોલાવી દે, તમને પાગલ કરી નાંખે, તમને એવું બોલવા માટે મજબુર કરી દે જે પાછળથી તમને પસ્તાવો કરાવે, તે તમને વશમાં કરી દે અને તમારી પાસે એવું કરાવડાવે જે સામાન્ય રીતે તમે ન કરતાં હોવ. અને પછી આ આગળ વધુ ખરાબ ત્યારે થાય જયારે તમે શાંત થઇ જાવ ત્યારે તમને કઈ ખોટું કર્યાનો ભાવ જાગે, લાચાર બનાવે . થોડા સમય પહેલાં મેં overcoming negative thoughts and emotions…read more