મેં મારું ગયું અઠવાડિયું હિમાલયનું અન્વેષણ કરવામાં ગાળ્યું હતું. મારો હેતુ એક આવનાર સીમિત સમય માટેનાં મારા એકાંતમાં જવાનાં આયોજન માટે એક અનુકુળ જગ્યા શોધવાનો હતો. મેં એક ગાડી ભાડે કરી હતી જે મને હિમાલયમાં અંદર લઇ જાય. ગાડીનાં ડ્રાઈવર પોતે ગાડીનાં માલિક હતાં. તેઓ એક સારા માણસ હતાં અને પોતે જે ધર્મ પાળતા હતાં તેના તે પ્રખર અનુસરનારા હતાં કેમ કે તેમની પાસે જે સંગીતનો સંગ્રહ હતો તે ફક્ત ઈશોપદેશ અને તેમના ધર્મપુસ્તકનું કવિતા પઠનનો જ હતો.

જે ક્ષણે હું તેમની ગાડીમાં બેઠો ત્યારે તેમનું મનપસંદ સંગીત વાગતું હતું. મેં સ્મિત કર્યું અને મેં મારું સ્મિત સામાન્ય કરતાં લાંબો સમય ટકાવી રાખ્યું. ત્યારબાદ મેં તેમના ધર્મપુસ્તકનાં કેટલાંક છંદો ઉપર પ્રકાશ પાથર્યો. અને તેનાંથી તો તેઓ એકદમ ઉત્સાહિત થઇ ગયા અને પછી બીજા કેટલાંક દિવસ સુધી તેમને એનું એ જ સંગીત વગાડ્યા કર્યું. મેં નમ્રતાથી તેમને પૂછ્યું કે શું આપણે થોડી થોડી વારે આ ટેકરી અને ઘાટને, ઠંડા પવનની લહેરર્ખીઓને, અને આ બર્ફીલા પહાડોને, નદીઓને અને ધોધને પણ સાંભળીએ? તેઓ એટલા માયાળુ હતાં કે તરત તેમને પોતાનું સંગીત બંધ કરી દીધું અને મેં મૌનને સાંભળવાનો આનંદ ઉઠાવ્યો. હું ખરેખર માનું છું કે જન-માનસમાં ધર્મને, આશા રાખું છું ખુબ ઝનુનપૂર્વક તો નહિ, પણ અત્યધિક દ્રઢતાપૂર્વક તો ભરી દેવામાં આવ્યો જ છે.

આ સજ્જન ડ્રાઈવર ૬૦ વર્ષનાં હતાં અને તેમને મને કહ્યું કે પોતે જયારે નવ વર્ષનાં હતાં ત્યારે ઘર છોડી દીધું હતું. ઘણા વર્ષો સુધી તેમને એક ફેક્ટરીમાં મશીન ઓપરેટર તરીકે કામ કર્યું. તેમની પાસે હજી પણ પોતાની માલિકીનું ઘર નહોતું. તેમને હજુ પોતાની ગાડીનાં, જે તેમની રોજગારીનું એકમાત્ર સાધન હતું, તેનાં પાંચ હફ્તા ચૂકવવાના હજી બાકી રહેતાં હતાં. આ હફ્તો, ઘર ભાડું, અને કરીયાણાનું બીલ ચૂકવ્યા બાદ તેમની પાસે ભાગ્યે જ કઈ બચતું હતું. છતાં તેમનામાં બે સરસ ખાસિયત હતી એક, તે પોતાની જાતને હંમેશા સારી રીતે રાખતા, તે પોતે કોઈ કંપનીનાં મેનેજર હોય તેવા કપડા પહેરતાં, અને સામાન્ય રીતે હંમેશા હકારાત્મક વલણ રાખતા.

“મને કોઈ ફરિયાદ નથી.” તેમને કહ્યું, “પણ એક એવો વિચાર આવ્યા કરે છે ખરો જે મને અંદરથી ખુબ પરેશાન કરે છે.” મને લાગ્યા કરે છે કે મેં મારી આખી જિંદગી કશું જ પણ મહત્વનું કહી શકાય એવું પ્રાપ્ત કર્યા વગર જ વેડફી નાંખી. આખી જિંદગી એક તુચ્છ નોકરી કરી અને આજની તારીખ સુધી હું મારા ધર્મ, સમાજ અને દેશ માટે કશું યોગદાન નથી આપી શક્યો. શું જિંદગી આવી હોય? શું મારું મોત પણ મારા જીવન જેવું જ ધૂંધળું હશે? મેં પાછલાં જન્મમાં એવા તો કેવા ખરાબ કર્મો કર્યા હશે કે મને આ જન્મે આવી જિંદગી મળી?”

હું થોડી ક્ષણો માટે એમનાં આ ઊંડા વિચારની કદર કરવા માટે અટકી ગયો અને પછી કહ્યું, “તમને ખબર છે એક મશીનમાં ઘણાં બધા ભાગ હોય છે, મોટા અને નાના. તેમાં ઘણા નાના-મોટા દાંતાવાળા ચક્રો હોય છે. નાનામાં નાનું ચક્ર એટલું જ મહત્વનું હોય છે જેટલું કે સૌથી મોટું ચક્ર હોય છે. માપ ગમે તે હોય, પણ એક ચક્ર જો બગડે તો આખું મશીન કામ કરતું અટકી જાય. હવે, જો મોટું ચક્ર જો એમ વિચારે કે પોતે કઈક ખાસ છે, તો તે ફક્ત તેનો એક અહં અને મિથ્યા અભિમાન હશે. તેને જો કઈ ઉપયોગમાં આવવું હશે તો તેનાં માટે તે નાનામાં નાના ચક્ર ઉપર એટલું જ આધારિત છે જેટલું નાનું ચક્ર પોતે મોટા ચક્ર ઉપર. મશીન કઈ ખાલી મોટા ચક્રનાં સહારે નથી ચાલતું, બધા ચક્રોનો કઈક ને કઈક ભાગ છે જે તેમને ભજવવાનો છે. એ જ રીતે, તમારું કામ બીજા કોઈપણનાં કામ જેટલું જ મહત્વનું છે. સરખામણીમાં કામનો વિસ્તાર કે પરિમાણ કદાચ અલગ લાગી શકે જેમ કે નેતા કે રાજકારણીનું કાર્ય, પરંતુ તેનું મહત્વ જુદું નથી. કોઈ પણ સાંકળ પોતાની નબળી કડી જેટલી જ મજબુત હોય છે. તેથી, બ્રહ્માંડ માટે, તમે કોઈ પણ બીજા જેવા જ કોઈ એક છો. મને અહી કોણ આ જગ્યા શોધવામાં મદદ કરતે જો તમે હાલમાં જે કામ કરી રહ્યા છો તે ન કરતા હોત તો?”

આંસુનું એક બુંદ તેમની એક આંખનાં ખૂણા પર દેખાયું અને નીચે તરફ ઝડપથી સરકી પડ્યું અને તેમની દાઢીમાં અદ્રશ્ય થઇ ગયું. “હું જિંદગીમાં પહેલી વાર અંદરથી હુંફ મહેસુસ કરું છું, મને ખુબ સંતોષ લાગે છે.” આ તેમનાં પોતાનાં શબ્દોનો જ અનુવાદ અહી લખી રહ્યો છું.

પછીથી તેમને મને એક ખુબ જ અસામાન્ય વાત કહી. “હું આખી જિંદગી કુંવારા રહેવાં માટે દ્રઢનિશ્ચયી હતો. પણ થોડા વર્ષો પહેલાં જ હું એક યુવાન સ્ત્રી કે જે ખુબ મુસીબતમાં હતી તેને પરણ્યો છું. તેનામાં કઈક ખામી હતી કે જેના લીધે તેને બાળકો થઇ શકે તેમ નહોતા. તેને કોઈ માં-બાપ નહોતા અને તે પોતાના બહેન-બનેવી સાથે રહેતી હતી જે તેને ખુબ દુઃખ આપતા હતાં. તો, મેં તેની સાથે લગ્ન કર્યા,” તેમને આગળ ચાલુ રાખતા કહ્યું, ” અને પાંચ વર્ષ પહેલાં, મેં એક બાળકી દત્તક લીધી છે. તે વખતે તેની આખી પીઠ સન-બર્નનાં કારણે દાઝી ગઈ હતી, જાણે કે તેને ચામડીનું કેન્સર ન થયું હોય. તે ખાલી ૪૫ દિવસની હતી જયારે તે મને મળી. હું તેને મારા ભગવાન પાસે લઇ ગયો અને તેને ત્યાં મૂકી અને તેનાં માટે પ્રાર્થના કરી. અને પંદર દિવસમાં જ તે બિલકુલ સાજી થઇ ગઈ.” લાગણીઓ હવે આંસુ બનીને તેમની આંખોમાં વ્યક્ત થવા માંડી હતી.

તે, બીજા માં-બાપની જેમ જ, પોતાની દીકરીનાં અતિ ઉત્સાહપૂર્વક ગુણ ગાવા લાગ્યા. પછી બાપ-બેટી વચ્ચે થતી વાતચીત કહેતા કહ્યું: “તે ફક્ત પાંચ વર્ષની છે છતાં એક દિવસ તે કહે છે, ‘પપ્પા, હું જયારે મોટી થઈશ ત્યારે હું ડોક્ટર બનીશ અને તમને લંડન લઇ જઈશ.’
પણ હું તો એક ગરીબ માણસ છું અને જો હું તને ભણાવવા માટે પૈસાની વ્યવસ્થા ન કરી શક્યો તો?
‘કઈ વાંધો નહિ, હું બીજા નાના છોકરાઓને ભણાવીશ અને પૈસા બનાવીશ અને બધું ચૂકતે કરીશ.’
હું મારી દીકરીનું ડહાપણ જોઈને ચોંકી ગયો,” તેમને કહ્યું.

“મારી દીકરી કોલેજ જાય ત્યાં સુધી હું જીવતો હશું? શું હું તેના ભણતર માટે પૈસાની વ્યવસ્થા કરી શકીશ? મારી પાસે હવે વધુ વર્ષો જીવવાના રહ્યા પણ નથી, મારા ગયા પછી એનું કોણ હશે અને એનું કોણ જોશે? કોઈ વખત તો હું જયારે આ બધા સવાલો ઉપર વિચાર કરું છું તો રાતે સુઈ પણ નથી શકતો. અને પછી હું ભગવાનને પ્રાર્થના કરી બધું એના હાથમાં સોંપી દઉં છું.” આ દરમ્યાન, નાના આંસુનાં રેલા તેમનાં ગાલ પર રેલાવા લાગ્યા; પુરુષો સામાન્ય રીતે છાની રીતે રડતાં હોય છે.

મેં મારી લાગણીઓને સંભાળી અને મારા આંસુઓને રોકી રાખ્યા અને તેમને પણ શાંત પડ્યા, કારણ કે તમે સમજી શકો છો કે એ ગાડીનું રસ્તા પર શું થાય કે જેનો ડ્રાઈવર અને મુસાફર બંને જો રડવાનું શરુ કરે! હું વધારે વિગતો સંક્ષિપ્તતાને કારણે નથી લખતો. મારું હૃદય ગરમ તવાઈ ઉપરનાં માખણની જેમ પીગળી ગયું. મેં તેમને વચન આપ્યું અને તે શાંત પડી ધીમે ધીમે ડુસકા ભરતા ગાડી ચલાવતા રહ્યા.

મેં તેમને કહ્યું હું જેટલાં લોકોને મળ્યો છું તેમાંથી તેઓ નવ્વાણું ટકા લોકો કરતા સારા છે, અને સમાજ તરફ તેમનું યોગદાન બાકી બીજા કરતાં અનેક ઘણું વધારે છે, અને આ દુનિયા ફક્ત તેમના જેવા લોકોનાં લીધે જ જીવવા જેવી છે, અને તે પોતે ક્યારેય રોટી, કપડા, મકાન, અને દવા માટે હેરાન નહિ થાય. પરમાત્માને તેમના જેવા માણસને અવગણવાનું પાલવે જ નહિ.

આ પોસ્ટ લાંબી થઇ ગઈ પણ હું બે મહત્વના પાઠ કહેવા માંગું છું. એક, કોઈપણનું કામ બીજા કોઈ જેટલું જ મહત્વનું છે. બીજું, કોઈને કઈ આપવા માટે સક્ષમ બનવા માટે તમારી પાસે ઘણું બધું હોવું જોઈએ તે જરૂરી નથી, ફક્ત આપવાવાળું હૃદય જોઈએ. જો તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો તો તેનો અર્થ કદાચ તમારી પાસે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની વ્યવસ્થા છે, તમે કદાચ તમારી મૂળ જરૂરિયાતોની કાળજી લઇ શકો તેમ છો. તમે પહેલેથી જ દુનિયાની પ્રથમ ૨૦ ટકા વસ્તીમાંનાં એક છો. દુનિયામાં બીજા લાખો લોકો છે જે ખુબ જ તકલીફ વાળું કામ કરીને પણ ગણ્યા-ગાંઠ્યા પૈસા કમાઈ શકે છે. તેમને સુરજ આથમે એ પહેલાં એક ટંકનું ભોજન પણ જો પ્રાપ્ત થાય તો તે તેમની જાતને નસીબદાર માને છે. ઘણા લોકો ઊંઘી નથી શકતા કેમ કે તેઓ હૂંફાળી પથારીમાં છે કાં તો તેઓનું પેટ ભરેલું છે. પણ એવા કેટલાય ગરીબો માટે તો એક ટંકનું ભોજન મળ્યા પછી હવે તેમનું શરીર વધારે જાગી નથી શકતું, કારણ કે આ જ એક રસ્તો છે તેમનાં માટે પેટની ભૂખ ભૂલવા માટેનો, દુનિયાની હાડમારીને ભૂલવાનો, એ પહેંલા કે સવારનો ઘોંઘાટ તેમના કાનમાં અવજ્ઞા પૂર્વક અવાજ કરીને ફરી તેમને પાછી અંત વગરની અસહનશીલ જિંદગીની દોડધામ માટે તેમજ બીજા એક ભૂખ, દરિદ્રતા અને અભાવોથી ભરેલા દિવસની સામે અને આ દુનિયાની ખરાબ વાસ્તવિકતાઓની સામે તેમની આંખના પોપચા ઉચા કરી તેમને ઉઘાડા કરી મુકે એ પહેલાં એક અસ્થાઈ આરામ મેળવી લેવાનો.

જયારે તમારું અસ્તિત્વ બીજા કોઈને મદદ કરતુ હશે, જે કઈ પણ શક્ય રીતે, ત્યારે તમારી જિંદગી એનાથી વધારે અર્થસભર અને વધારે મહત્વની થઇ જ નથી શકતી. અને તેનાંથી વધારે મોટું યોગદાન પણ શું થઇ શકવાનું.

કૃતજ્ઞ બનો. બીજાને આપી ખુદ મેળવો!

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email