ॐ સ્વામી

એક અર્થસભર જિંદગી

મશીનમાં, એક નાનામાં નાનું ચક્ર પણ એટલું જ અનિવાર્ય છે જેટલું કે મોટું ચક્ર. તમે કોઈ બીજા જેટલાં જ મહત્વનાં છો.

મેં મારું ગયું અઠવાડિયું હિમાલયનું અન્વેષણ કરવામાં ગાળ્યું હતું. મારો હેતુ એક આવનાર સીમિત સમય માટેનાં મારા એકાંતમાં જવાનાં આયોજન માટે એક અનુકુળ જગ્યા શોધવાનો હતો. મેં એક ગાડી ભાડે કરી હતી જે મને હિમાલયમાં અંદર લઇ જાય. ગાડીનાં ડ્રાઈવર પોતે ગાડીનાં માલિક હતાં. તેઓ એક સારા માણસ હતાં અને પોતે જે ધર્મ પાળતા હતાં તેના તે પ્રખર અનુસરનારા હતાં કેમ કે તેમની પાસે જે સંગીતનો સંગ્રહ હતો તે ફક્ત ઈશોપદેશ અને તેમના ધર્મપુસ્તકનું કવિતા પઠનનો જ હતો. જે ક્ષણે હું તેમની ગાડીમાં બેઠો ત્યારે તેમનું મનપસંદ સંગીત વાગતું હતું….read more

ઉન્મત્ત વિશ્વ

વનના વૃક્ષોનું અવલોકન કરવા માટે તમારે તેનાંથી થોડું અંતર બનાવવું પડશે કાં તો ઉંચાઈએથી નીરખવું પડશે.

તમને આ દુનિયામાં જીવવાનું કેવું લાગે છે? મુશ્કેલીભર્યુ, બરાબર, બહુ સરસ, વ્યાજબી? કે પછી તમારી પાસે એના માટે વિચારવા બેસવાનો સમય નથી? આ ગાંડી દુનિયા છે, તે કોઈ વાર ગાંડી રીતે સારી તો બીજા સમયે સારી રીતે ગાંડી હોઈ શકે, પણ એ એક પાગલ દુનિયા છે તેટલું ચોક્કસ. કદાચ, એટલાં માટે જ તે અનન્ય, ઉત્ક્રાંતિશીલ, અને સુંદર પણ છે. તે અનિવાર્ય અને જરૂરી લાગે તેવી છે. જો કે તેની રમુજ પમાડે તેવી બાજુ છે – તેની ગાંડપણની માત્રા, ગાંડપણની ગહેરાઈ જે આ ગાંડી જિંદગીનો એક ભાગ બની રહેતાં લોકોમાં જ…read more

પ્રશ્ન કે પ્રતિકુળતા

જીવન એ વિવિધ રંગોનો સમૂહ છે; આ મિશ્રણનો આનંદ ઉઠાવો. તમારા જીવનમાં બધું જ સફેદ કે બધું જ કાળું ન હોઈ શકે.

એક માણસ સત્યની શોધમાં એક સાધુના આશ્રમમાં આવી પહોચ્યો. તે ગુરુનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરી પોતાને તેમનાં શરણમાં લઇ લેવા વિનંતી કરી. ગુરુએ કહ્યું તે ખુશીથી તેને સ્વીકારશે પરંતુ તેમનાં આશ્રમનાં ચોક્કસ નિયમો છે જેનું દરેક શિષ્ય માટે પાલન કરવું આવશ્યક છે. “હું ઈચ્છું છું કે તું મૌનની સાધના કરે,” ગુરુએ કહ્યું, “માટે, તને બાર વર્ષે ફક્ત એક વખત એક વાક્ય બોલવાની છૂટ છે તે પણ પાંચ શબ્દોથી વધારે ન હોવું જોઈએ.” શિષ્યતો તરત જ સહમત થઇ ગયો. બાર વર્ષ સુધી તેને ધ્યાન કરવાની કોશિશ કરી જોઈ અને આતુરતાથી પોતાને…read more

તમે કેવી રીતે ઉજવો છો

ફક્ત એક પ્રસંગ જ શા માટે, ચાલો સમગ્ર જીવનને ઉજવીએ. તમારું જીવન એક ઉજવણી છે, તમે પોતે એક ઉજવણી છો.

એક દિવસે મને એક સન્નારીએ એક સુંદર સવાલ લખીને પૂછ્યું, તેને પૂછ્યું, “દુનિયાનાં મોટાભાગનાં લોકો વર્ષનાં અંતે ભેટ સોગાદો ખરીદવામાં વ્યસ્ત થઇ જાય છે, તમે શું કરો છો? મને આતુરતા છે એ જાણવાની કે તમે ૨૦૧૩ને કે પછી કોઈ પણ “નવા” વર્ષને કેવી રીતે આવકારો છો.” બીજા કેટલાંક લોકો પણ મને આ જ સવાલ રૂબરૂ મળ્યા હોય ત્યારે પૂછતાં હોય છે. હું પોતે કેવી રીતે ઉજવણી કરું છું એ કહું એ પહેલાં હું તમારી સાથે મારા ઉજવણી વિશેના વિચારો કહેવા માંગુ છું: આપણે શું અને શા માટે ઉજવણી કરીએ છીએ?…read more