એક અર્થસભર જિંદગી
મશીનમાં, એક નાનામાં નાનું ચક્ર પણ એટલું જ અનિવાર્ય છે જેટલું કે મોટું ચક્ર. તમે કોઈ બીજા જેટલાં જ મહત્વનાં છો.
મેં મારું ગયું અઠવાડિયું હિમાલયનું અન્વેષણ કરવામાં ગાળ્યું હતું. મારો હેતુ એક આવનાર સીમિત સમય માટેનાં મારા એકાંતમાં જવાનાં આયોજન માટે એક અનુકુળ જગ્યા શોધવાનો હતો. મેં એક ગાડી ભાડે કરી હતી જે મને હિમાલયમાં અંદર લઇ જાય. ગાડીનાં ડ્રાઈવર પોતે ગાડીનાં માલિક હતાં. તેઓ એક સારા માણસ હતાં અને પોતે જે ધર્મ પાળતા હતાં તેના તે પ્રખર અનુસરનારા હતાં કેમ કે તેમની પાસે જે સંગીતનો સંગ્રહ હતો તે ફક્ત ઈશોપદેશ અને તેમના ધર્મપુસ્તકનું કવિતા પઠનનો જ હતો. જે ક્ષણે હું તેમની ગાડીમાં બેઠો ત્યારે તેમનું મનપસંદ સંગીત વાગતું હતું….read more