ॐ સ્વામી

શું જીવન એક પ્રશ્નપત્ર છે?

કોઈ વખત તમને જવાબની નથી ખબર હોતી.. થોભો. જુઓ. કદાચ તમે ખોટા પ્રશ્નપત્ર તરફ જોઈ રહ્યા છો.

મારા સંપર્કમાં આવતાં ઘણાં લોકો આધ્યાત્મિક રાહને કે મંઝીલને પ્રામાણિકપણે શોધતાં હોય છે. તેઓ મને કહેતાં હોય છે કે તેમની પાસે બધું જ છે છતાં પણ કઈક તેમનાં જીવનમાં ખૂટતું હોય તેવું લાગે છે, તેઓ કહી નથી શકતા કે શું ખૂટે છે, પરંતુ તેઓ પોતાની જાતને કઈક અધુરી માને છે. મને એ લાગણીની ખબર છે. તેઓ ભૌતિક રીતે સુખી છે, શારીરિક રીતે પણ તંદુરસ્ત છે, લાગણીની દ્રષ્ટીએ પણ સરસ છે, માનસિક રીતે મજબુત છે, છતાં પણ આ ખાલીપો શા માટે? અને, તેનાં માટે કશું થઇ શકે ખરું? હું તમને મારો…read more

સફળ થવામાં હજી કેટલી વાર લાગશે?

મંઝીલે પહોંચવા માટે હવે કેટલી વાર લાગશે તે હંમેશાં ગતિ ઉપર આધારિત નથી. બીજા ચાર પરિબળોની મને ખબર છે.

મેં ક્યાંક વાચ્યું છે: સફળતા જેવું પ્રેરણાદાયી પરિબળ બીજું કોઈ નથી. સફળ થવાની ઈચ્છા, ધ્યેય પ્રાપ્તિનો આનંદ અને આવી સિદ્ધિથી જે ફાયદો થાય છે, તે જ વ્યક્તિમાં દ્રઢતા અને સાતત્ય ટકાવે છે, તેમજ કઠોર પરિશ્રમ અને સહનશીલતા વધારવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જેમ કે સ્પર્ધામાં થતું હોય છે તેમ આપણે પણ અંતિમ પરિણામનો વિચાર કરીને ઉત્સાહ અનુભવીએ છીએ. જો તમે કોઈને એમ કહો કે તેમને વાર્ષિક એક ખુબ મોટા પગારથી નોકરીએ રાખવામાં આવ્યા છે. તે તરત જ તે પૈસાની બચત કે ખર્ચનાં આયોજન કરવાનાં વિચારોમાં લાગી જશે. તે પોતાની…read more

લોકો તમને શા માટે પ્રેમ કે નફરત કરે છે

લોકો તમને પ્રેમ કે નફરત નથી કરતાં હોતા પણ તમારી પાસે શું આપવા જેવું છે તેને પ્રેમ કે નફરત કરે છે. જો તમારી પાસે એવું કઈ હોય જે તેમને જોઈતું હોય તો તે પ્રેમ છે, નહિ તો નફરત.

એક વખત, એક બાજ પક્ષી, ભૂરા આકાશમાં કેટલાય ફૂટ ઉપર ઉંચે, પોતાની મોટી પાંખો ફેલાવી એક તળાવની ઉપર ખોરાકની શોધમાં આંટા મારી રહ્યું હતું. તેને કાચ જેવા ચોક્ખા પાણીમાં એક માછલી તરતી જોઈ. એક ક્ષણની પણ વાર લગાડ્યા વગર બાજે તો ડૂબકી મારી પોતાના તીક્ષ્ણ પંજામાં શિકાર ઝડપી લીધો. તેને કોઈ મેદાનમાં જવાનું વિચાર્યું કે જેથી પોતે શાંતિથી બેસીને પોતાના શિકારનો સ્વાદ માણી શકે. હજી તો માંડ એ થોડું ઉડ્યું હશે ત્યાં તો એક મોટું બાજ પક્ષીઓનું ટોળું તેની પાછળ પડ્યું. તેઓ તેનાંથી મોટા અને શિકાર કરવાની બાબતમાં વધુ અનુભવી…read more

તમે શા માટે ઊંઘો છો?

તમારો અહં તમે જયારે સુઈ જાઓ છો ત્યારે ઓગળી જાય છે. જેવી રીતે એક ટીપું સમુદ્રમાં ભળી જાય છે તેમ, તમે ખરેખર જે છો તે બની જાઓ છો.

એક સામાન્ય માણસ પોતાનાં જીવનનો સરેરાશ એક તૃતીયાંશ સમય ઊંઘવામા કાઢે છે. મોટાભાગનાં લોકો માટે તે એક વિશ્રામ મેળવવાની પ્રવૃત્તિ છે, ઊંઘતી વખતે તેઓ એકદમ શાંત લાગે છે. જો તમારા શરીરમાં બધું બરાબર હશે, તો ઊંઘીને ઉઠ્યા પછી તમે ચોક્કસપણે તાજગી અને ઉત્સાહ અનુભવશો. ક્યારેય વિચાર્યું છે શા માટે આમ બને છે? ચાલો એક વાર્તા કહું: એક સુફી સંત એક રાજપરિવારનાં સંમેલનમાં જબરદસ્તીથી ઘુસી ગયા અને છેક આગળ રાજાની ખુરશીની બાજુની ખુરશી પર જઈને બેસી ગયા. સલામતી વ્યવસ્થાનાં વડા તરત આ સુફી સંતની પાસે ગયા. “મને માફ કરશો પણ આ…read more

સમર્પણનો અર્થ શું?

સમર્પણ એ સ્વીકારનું એક સ્વરૂપ છે અને સમર્પણ તમે બિલાડીના બચ્ચા કે વાંદરાની જેમ કરી શકો છો. તમે એમાંથી કયા છો?

મોટા ભાગના ઈશ્વરવાદી ધર્મોમાં ભક્તને સમર્પણ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે, તે દિવ્ય ઈચ્છાને સમર્પિત થવાની બાબત ઉપર ભાર મુકે છે. કેટલાંક માર્ગમાં ગુરુ કે આધ્યાત્મિક શિક્ષકને સંપૂર્ણ સમર્પિત થવાની જરૂર પડે છે. તો સમર્પણ એટલે ખરેખર શું અને સમર્પણ કરવું એ કેટલું જરૂરી છે? એક વખત, એક ગામડામાં, એક વૃદ્ધ ખેડૂત પોતાનાં એકનાં એક પુત્ર સાથે રહેતો હતો. તેમની પાસે જમીનનો એક ટુકડો, એક ગાય તેમજ એક ઘોડો હોય છે. એક વખત તેનો ઘોડો ભાગી ગયો. બન્ને બાપ-દીકરો ઘોડાને શોધવા માટે ખુબ ફર્યા, પણ કોઈ ફાયદો થયો નહિ….read more