ॐ સ્વામી

છોડી ના દેશો

“—હું બસ ક્યાંક તો પહોચવી જોઈએ,” એલીસે સ્પષ્ટ કરતા કહ્યું. “ઓહ, તું ચોક્કસ ત્યાં પહોચીશ”, બિલાડી બોલી, “જો તું પુરતું ચાલીશ તો”

બુદ્ધે કહ્યું છે: “આત્મ-સાક્ષાત્કારનાં માર્ગે ચાલનારથી બે ભૂલો થઇ શકવાની શક્યતા છે. એક: એ માર્ગે બિલકુલ ચાલવું જ નહિ અને બીજું: છેક સુધી ન જવું.” ઘણી વાર, મને ઉત્સાહી વાંચકો તરફથી ધ્યાન, આત્મ-સાક્ષાત્કાર, વ્યાવહારિક અધ્યાત્મ અને એવા બીજા ઘણાં વિષયો ઉપર સવાલો પૂછતાં હોય છે. હું એમને વળતો જવાબ પણ વિગતવાર આપતો હોવ છું, પરંતું મોટાભાગના લોકો, સામાન્ય પણે, અડધા રસ્તે જ પોતાનો ઉત્સાહ ગુમાવી દેતાં હોય છે. ધ્યાન સારું લાગે છે, આત્મ-સાક્ષાત્કાર આકર્ષક લાગે છે, યોગ સમાધિ દિલચસ્પ લાગે છે, પરંતું તમે તેનાં વિષે ખરેખર જો ગંભીર હોવ તો…read more

દેવો અને દૈત્યો

જો બે બળદો, એક ગુસ્સાવાળો અને એક શાંત, લડાઈ કરતા હોય, તો કોણ જીતે? વાંચો વાર્તા.

પુરાણો– હિંદુ સનાતન ધર્મના ધાર્મિક પુસ્તકો – દેવ-અસુર સંગ્રામોની દંતકથાઓથી ભર્યા છે. અસંદિગ્ધપણે આ કથાવાર્તાઓ શરીર, મન, આત્મા અને બ્રહ્માંડ માટેના રહસ્યો ઉપર પણ પ્રકાશ ફેંકે છે. તેમાં ભક્તિ અને સંકલ્પ, જોશ અને શ્રદ્ધા, સારું અને ખરાબ જેવા અનેક વિષયો ઉપર વાર્તાઓ છે. મોટાભાગના ધર્મોમાં દેવો અને દૈત્યોનો વિચાર છે. બૌદ્ધ ધર્મમાં પણ, કે જે વિશેષ રૂપે ધ્યાનનો માર્ગ છે, જેમાં બુદ્ધે દરેક વસ્તુને મનના આવિર્ભાવ તરીકે રજુ કરી છે, તેમાં પણ મારા નામનાં – દૈત્યનો વિચાર છે. ઘણી બૌદ્ધ વિચારધારામાં ગુસ્સાવાળો દેવ યીદમ અને રક્ષા કરવા વાળો દેવ તારા…read more

ખુશ કેવી રીતે રહેવું?

મુશ્કેલીઓનો વરસાદ થાય કે પ્રશ્નોનો બરફ પડે, ખુશીનું વાહન ત્રણ પૈડા ઉપર ચાલતું હોય છે.

મારું ઈનબોક્સ દુનિયાભરનાં વાંચકોના ઈ-મેઈલથી ભરેલું હોય છે, તેમાંના મોટાભાગનાં લોકોને તેમની મુશ્કેલીઓ વિષે પ્રશ્ન હોય છે, કેટલાંક ને તો વળી એક થી વધુ હોય છે. પ્રશ્ન એ નથી કે તેમને મુશ્કેલીઓ હોય છે, પ્રશ્ન એ હોય છે કે મુશ્કેલીઓની વચ્ચે તેઓ ખુશ નથી રહી શકતા. એટલાં માટે જ એક સામાન્ય સમજણ એવી હોય છે કે જો મારી મુશ્કેલી દુર થઇ જાય, તો મારું દુઃખ પણ અદ્રશ્ય થઇ જાય, અને હું ખુશી પણ અનુભવું. જો કે તેવું ભાગ્યે જ હોય છે બધું નહિ તો મોટાભાગની તલાશ પાછળ એક ખુશી મેળવવાની,…read more

તમે જે નથી તે હોવાનો ઢોંગ કરવો

જયારે તમે જે નથી તે હોવાનો ઢોંગ કરો છો ત્યારે તમે તમારા સ્રોતથી અલગ થઇ જાવ છો અને પહેલાં ન જોયાં હોય તેવા પ્રશ્નોને આમંત્રણ આપો છો.

એક વખત એક ગામડાનાં લોકો એક સિંહથી ખુબ ત્રસ્ત હતાં. દરરોજ રાતે તે કોઈ વાડામાં છુપી રીતે ઘુંસી જતો અને લાચાર ઘેટા-બકરાંનો શિકાર કરી જતો. કોઈ વખત તો કોઈ મોટો શિકાર જેવાં કે ગાય કે ભેસને પણ મારી નાખતો. ગામડાનાં લોકોએ દરેક યુક્તિ અજમાવી જોઈ પણ તેમને સફળતા મળી નહોતી. અંતે એક બહાદુર વ્યક્તિએ સૂચવ્યું, “કોઈ પણ રીતે આપણે સિંહને દિવસ દરમ્યાન લલચાવીએ. અને તો પછી આપણે એને હરાવી શકીએ. આ એક જ રસ્તો છે જેના દ્વારા આ જાનવરથી છુટકારો મેળવી શકાય. “પણ બિલ્લીનાં કોઠે ઘંટ બાંધશે કોણ?” એક વૃદ્ધ…read more