છોડી ના દેશો
“—હું બસ ક્યાંક તો પહોચવી જોઈએ,” એલીસે સ્પષ્ટ કરતા કહ્યું. “ઓહ, તું ચોક્કસ ત્યાં પહોચીશ”, બિલાડી બોલી, “જો તું પુરતું ચાલીશ તો”
બુદ્ધે કહ્યું છે: “આત્મ-સાક્ષાત્કારનાં માર્ગે ચાલનારથી બે ભૂલો થઇ શકવાની શક્યતા છે. એક: એ માર્ગે બિલકુલ ચાલવું જ નહિ અને બીજું: છેક સુધી ન જવું.” ઘણી વાર, મને ઉત્સાહી વાંચકો તરફથી ધ્યાન, આત્મ-સાક્ષાત્કાર, વ્યાવહારિક અધ્યાત્મ અને એવા બીજા ઘણાં વિષયો ઉપર સવાલો પૂછતાં હોય છે. હું એમને વળતો જવાબ પણ વિગતવાર આપતો હોવ છું, પરંતું મોટાભાગના લોકો, સામાન્ય પણે, અડધા રસ્તે જ પોતાનો ઉત્સાહ ગુમાવી દેતાં હોય છે. ધ્યાન સારું લાગે છે, આત્મ-સાક્ષાત્કાર આકર્ષક લાગે છે, યોગ સમાધિ દિલચસ્પ લાગે છે, પરંતું તમે તેનાં વિષે ખરેખર જો ગંભીર હોવ તો…read more