ॐ સ્વામી

ઠંડુ હોય ત્યારે વધુ તકલીફ આપે

ઠંડી પોચા બરફને કઠણ, બરડ અને ઠંડા સખત બરફમાં ફેરવી નાખે છે. તમે જયારે અંદરથી ઠંડા હોવ છો ત્યારે તે વધુ તકલીફ આપે છે અને તમે સહેલાઈથી તૂટી જાવ તેવા થઇ જાવ છો.

એક વખત એક જિજ્ઞાસુ હોય છે, તે મઠમાં રહેતો હોય છે અને તેની પાસે પુસ્તકિયાં જ્ઞાનનો ખજાનો હોય છે. તેની સામે કોઈ દલીલમાં જીતી શકે નહિ, પછી ભલે તે ચર્ચા ધાર્મિક હોય કે આધ્યાત્મિક. તેને ભગવાનનો, આત્મસાક્ષાત્કારનો ચસ્કો ચડ્યો હતો. તે પોતાનો બધો વખત અનેક ધર્મપુસ્તકો વાંચવામાં પસાર કરતો. તે તટસ્થતાની અને ઉચ્ચતાની લાગણીથી જીવતો. એનાં માટે ભગવાન, ધ્યાન અને આત્મસાક્ષાત્કાર જ સર્વસ્વ હતું. તે તેની ધાર્મિક વિધિઓ ખુબ જ સહજતાથી કરતો. ચાહે કોઈ ભૂખથી મરવા પડ્યું હોય કે કોઈને સામાન્ય કામમાં મદદ જોઈતી હોય, તે ક્યારેય મદદ કરે નહિ….read more

ચાર રાણીઓનું સત્ય

એક રાજા પોતાની ચારેય રાણીઓને ખુબ જ પ્રેમ કરતો હતો પરંતુ જયારે સમય આવ્યો, ત્યારે તેમનેરાજાને છોડી દીધો. આ રહી તે સુંદર વાર્તા.

એક વખતે એક રાજા હતો. તેને ચાર રાણીઓ હતી. ચારે રાણીઓ એકબીજાથી ઉત્તરોત્તર ચડિયાતી, વધુ સારી, વધુ સુંદર હતી. જો કે રાજા ચારેય પ્રત્યે આકર્ષિત થયો હતો. છતાં ચોથી અને સૌથી નાની રાણી તેને સૌથી વધુ પસંદ હતી, એના પછી ત્રીજી, ત્યાર બાદ બીજી અને ત્યાર બાદ પ્રથમ. પ્રથમ રાણી સૌથી મોટી હતી. એક દિવસ રાજા જંગલમાં શિકાર કરવા ગયો. ઘનઘોર જંગલમાંથી કોઈ એક અજાણ્યું જીવડું રાજાને કરડી ગયું અને પરિણામે રાજાને એક વિચિત્ર બીમારી લાગુ પડી ગઈ. દાકતર, વૈદ્ય, અને ઋષિમુનીઓએ તેમનાથી બનતાં બધા ઉપચારો કરી જોયા પણ કોઈ…read more

આકર્ષણનો નિયમ -The Law of Attaraction

જો તમે સાચું પુષ્પ હશો તો, મધમાખી આપોઆપ તમારી તરફ આકર્ષાશે કારણ કે તેને જે જોઈએ છે તે તમે આપવા માટે રાજી છો.

તમે કદાચ law of attraction વિષે વાચ્યું હશે. તમારે જે જોઈએ તે કેવી રીતે મેળવવું તેમજ જીવનમાં સારા લોકો, પ્રેમ, સંપત્તિ અને બીજી ઘણી બાબતો કેવી રીતે આકર્ષવી તેના વિષેનો એ નિયમ છે. ઘણી વાર લોકો મને આ થીઅરી વિષે મારો અભિપ્રાય પૂછતાં હોય છે, અને પૂછતાં હોય છે કે એમાં કોઈ તથ્ય છે કે કેમ? તેઓ જાણવા માંગતા હોય છે કે શું ખરેખર જે ગમતું હોય કે જોઈતું હોય તેને આકર્ષવાનું કે મેળવવાનું શક્ય છે ખરું? અને જો હોય, તો પછી એ કઈ જગ્યાએ ખોટા કે ટૂંકા પડતા હોય…read more

શું તમે તમારી જાત સાથે આરામદાયક અનુભવો છો?

એક પાંદડું જયારે પોતાનાં સ્રોત પરથી ખરી પડે છે ત્યારે તે ઝડપથી સુકાવા અને સડવા લાગે છે. અનંત સુખ અને આનંદ માટે જોડાયેલાં રહો.

આ દુનિયામાં, મોટાભાગની વસ્તુઓ ઘડિયાળનાં કાંટા જેવી છે, લોકો જન્મે છે, મોટા થાય છે, ભણે છે, નોકરી કરે છે, પરણે છે, સંતાન પેદા કરે છે, પોતાની તેમજ પોતાના સંતાનોની કાળજી કરે છે, ઘરડાં થાય છે, અને મૃત્યુ પામે છે. તમે ક્યારેય વિચાર્યુ છે, આપણામાંથી મોટાભાગનાં લોકોને કેમ બહાર જવાનું પસંદ હોય છે, મુવી જોવાનું, મ્યુઝિક સાંભળવાનું અને સામાજીકરણ કરવાનું પસંદ હોય છે? શા માટે મોટાભાગનાં લોકોને મોટા મેળાવડામાં, ટોળામાં, અને કોન્સર્ટમાં જવાનું ગમતું હોય છે? સમાજ અને તેની ઉત્ક્રાંતિએ મોટાભાગનાં લોકોની માનસિકતાને બહારથી આનંદ શોધવાની ટેવ પાડી દીધી છે. આમ…read more

તમારા ગુસ્સામાંથી કેવી રીતે બહાર આવવું?

તમારા ક્રોધને જતો કરો, તેને ક્ષિતિજે આથમતા સુરજની જેમ ડૂબી જવા દો. આ રહી એનાં માટેનાં અભ્યાસની ત્રણ રીતો.

આજે, હું ગુસ્સા ઉપર એક મહત્વનો વિષય લાવ્યો છું, કારણ કે, એમાં ગુસ્સામાંથી કેવી રીતે બહાર આવવું તેના વિશેની વાત છે. તેમાં એક પ્રાથમિક વાત છે અને બીજા સહાયરૂપ થાય એવા કાર્યો છે જે તમને ગુસ્સાને જીતવામાં મદદ કરશે. ચાલો હું તમને એ પહેલાં એક નાની વાર્તા કહું. એક શિષ્ય એક વખત એક જ્ઞાની ગુરુ પાસે ગયો. તેને જાણવું હતું કે શાંતિ, સમાનતા, અને આત્મસાક્ષાત્કારની અતીન્દ્રિય અવસ્થા કેવી રીતે સિદ્ધ થાય. “જ્યારે તું થાક્યો હોય ત્યારે સુઈ જા અને ભૂખ લાગી હોય ત્યારે ખા,” ગુરુએ કહ્યું, “બસ એ જ મુખ્યત્વે…read more