ॐ સ્વામી

લોકો ગુસ્સામાં હોય ત્યારે બરાડા કેમ પડે છે?

ગુસ્સો તમારો બોઈલીંગ પોઈન્ટ છે. તમે કેટલાં જલ્દી ઉકળી ઉઠો છો તેનો આધાર તમારી અંદર કયું પ્રવાહી છે અને તમારી નીચે કેટલી ગરમી છે તેના પર આધાર રાખે છે.

શું ગુસ્સો એ પ્રેમની બીજી બાજુ છે? ખરેખર તો બિલકુલ નહી. એ સ્વીકારની બીજી બાજુ છે કે પછી શાંતિની વિરોધી બાજુ છે. તમે તમારી જાત સાથે જયારે શાંતિમાં નથી હોતા ત્યારે તમે ગુસ્સે થાઓ છો. જિસસ જયારે ક્રોસ પર હતાં ત્યારે પણ ગુસ્સે નહોતા થયા, બુદ્ધ ઉપર જયારે કોઈ થુક્યું તો પણ તે ગુસ્સે નહોતા થયા, શિખોનાં નવમાં ગુરુ, ગુરુ તેગ બહાદુરને ગરમ તવાઈ પર બેસવાની ફરજ પડાઈ અને તેમનાં ઉપર અત્યંત ગરમ રેતી રેડવામાં આવી તો પણ તેઓ ગુસ્સે નહોતા થયા. એનો અર્થ શું એવો થાય કે તેમને જે…read more

તમારી જાતને માફ કરો

શું તમે વજનની સવારી કરો છો કે ઉપાડીને ચાલો છો? જે પણ હોય, જતું કરો. તમારી જાતને માફ કરો

માફી ઉપર ઘણું લખાયું છે, જ્યાં સુધી હું જાણું છું, દુનિયાના દરેક ધર્મોમાં માફીને એક દિવ્ય ગુણ તરીકે ગણવામાં આવે છે. માફી એ એક ખુબ જ ઉદારતા દર્શાવતો ભાવ છે, એ તમારા મનનો ભાર ઓછો કરે છે, અને તમને હળવા મહેસુસ કરાવે છે. જો કે માફ કરવું હંમેશા સહેલું હોતું નથી. હું મારા વિચારો વ્યક્ત કરું એ પહેલાં ચાલો હું તમને એક વાર્તા કહું. એક વખત એક મઠમાં એક ગુરુ માફી ઉપર ઉપદેશ આપતા હતાં. કેટલાંક શિષ્યોએ દલીલ કરતાં કહ્યું કે જતું કરવું એ એક શ્રેષ્ઠ વાત છે છતાં એ…read more

બીજા લોકોની નકારાત્મકતા સાથે કેવી રીતે કામ લેવું

બીજા લોકોની નકારાત્મકતા નદી જેવી હોય છે. જયારે નકારાત્મક વિચાર શરુ થાય, તે બસ વહેવા માંડે છે. તેની અંદર ડૂબકી ન મારો.

કુટુંબમાં, સમાજમાં અને આ દુનિયામાં જીવન જીવતા, કોઈ વખત તમારાં દેખીતા કોઈ પણ વાંક વગર, તમે એવી પરિસ્થિતિમાં મુકાઈ જતાં હોવ છો, જેમાં સામેની વ્યક્તિ નકારાત્મક, તટસ્થ, થોડી વધારે પડતી દોષગ્રાહી, થોડી વધારે અસંવેદનશીલ બની જતી હોય છે. જો તમને ખબર હોય કે આવી વ્યક્તિઓ સાથે અને આવી પરિસ્થતિમાં કઈ રીતે કામ લેવાય, તો તમારી આંતરિક આંનંદની સ્થિતિ અને શાંતિ અસરમુક્ત રહેશે. જોકે હું આ વિષય પર મારા વિચારો રજુ કરું તે પહેલા મારા આ વિષય પરનાં વિચારો એક ઉદાહરણથી સ્પષ્ટ કરી દઉં. કલ્પના કરો કે તમે એક બાળકોના ડોકટર…read more

સ્વ-મહત્વનું મહત્વ

તમે તમારામાં જે હોય છે તે બીજામાં જુઓ છો. જો તમે તમારા પર વિશ્વાસ રાખતા હશો તો તમે બીજાનાં મનમાં પણ એ વાત રેડી શકશો.

જો તમે મહાન કે સફળ માણસોની જિંદગી તપાસશો, તો તમને તેમાં એક લક્ષણ ચોક્કસ દેખાશે. એક એવો ગુણ – એક એવું પાસુ, કે જે તેમને તેમના વ્યક્તિત્વમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર ધારણ કરેલું છે. તેઓ નમ્ર લાગતા હોય તેમ છતાં તે પોતાના સ્વ-મહત્વથી કામ કરતા હોય છે. કોઈ વખત ગર્વ અને ગૌરવ વચ્ચે, તો કોઈ વખત દ્રઢતા અને ઘમંડતા વચ્ચેની પાતળી ભેદરેખા ભુસાતી જતી હોય એવું લાગે, તેમ છતાં તેઓ પોતાનું કામ ખુબ જ આદરપૂર્વક આયોજિત કરતાં હોય છે. આત્મવિશ્વાસ આવે છે સ્વનું મહત્વ અનુભવવાથી, દૃઢવિશ્વાસ આવે છે…read more

દયા

જેવી રીતે વરસાદનું પાણી તળાવમાં એકત્રિત થાય છે, તેવીજ રીતે સદગુણો હૃદયમાં એકઠા થાય છે. મજબુત થવા માટે દયાવાન બનો.

લગભગ તમારા જીવનની દરેક પરીસ્થિતિમાં જો તમારી આત્મશક્તિ, તમારું ધ્યાન, તમારું લક્ષ્ય, ને તમારાં પ્રયત્નો જો તમારી મુશ્કેલીઓ સામે લાંબા સમય સુધી ટકી રહે, તો તમે જે ધાર્યું હોય તેને પાર પાડી શકો છો. એક દયાળુ-માયાળુ હૃદય એ એક અડગ અથાગ અને અજબ માનસિક શક્તિનું જન્મસ્થાન છે. આ એક વિરોધાભાસ લાગી શકે પરંતુ દયા અને મજબૂતાઈ એકબીજાના પુરક મુલ્યો છે. આજે હું તમને એક ખુબ જ પાવ૨ફુલ પ્રેકટીશ બતાવીશ કે જે તમને ખુબ જ આંતરિક શક્તિ આપશે, તમારુ શુદ્ધિકરણ કરશે અને તમારું મન અને હૃદય મજબુત બનાવશે. જેથી કરીને તમે…read more