ॐ સ્વામી

ભજ ગોવિન્દમ ભાગ – ૬

અહી શંકરાચાર્ય આપણને સમર્પણ, ધ્યાન અને મનુષ્યજીવનનું ખરું ધ્યેય – મોક્ષ માટે કાર્યરત રહેવા માટે પ્રેરણા આપે છે.

તમને પોતાને ઈશ્વરનાં હવાલે કરો, ધ્યાન કરો અને મુક્તિ પ્રાપ્ત કરો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૬/૬) આ છઠ્ઠું અને અંતિમ વ્યાખ્યાન છે – गेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपति रूपमजस्रम्। नेयं सज्जन सङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥૨૭॥ એ પરમ પરમેશ્વરનું સદૈવ ધ્યાન કરો. તેની મહિમાનાં ગુણગાન કરો. હંમેશા સંતોની સંગતીમાં રહો અને ગરીબ તેમજ બેસહારા વ્યક્તિઓની મદદ કરો. सुखतः क्रियते रामाभोगः पश्चाद्धन्त शरीरे रोगः। यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणम् ॥૨૮॥ જે શરીરનો આપણે આટલો બધો ખ્યાલ રાખીએ છીએ, અને તેના દ્વારા જુદા જુદા ભૌતિક…read more

ભજ ગોવિન્દમ ભાગ – ૫

શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે તમે કોણ છો અને તમે શેને ચિટકીને બેઠેલાં છો? ઊંડા જ્ઞાન ઉપર આધારિત આ શ્લોકોનું દર્શન અહી સાંભળો.

ત્યાગ કરવાનો પ્રયાસ કરો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૫/૬) આ પાંચમું વ્યાખ્યાન છે – रथ्याचर्पट-विरचित-कन्थः पुण्यापुण्य-विवर्जित-पन्थः। योगी योगनियोजित चित्तः रमते बालोन्मत्तवदेव ॥૨૨॥ જે યોગી સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈને પોતાની ઇન્દ્રિયોને વશ કરવામાં સક્ષમ થઇ જાય છે, તેને કોઈ વાતનો ડર નથી રહેતો અને તે નિડર થઈને, એક ચંચલ બાળકની સમાન, પોતાનું જીવન વ્યતીત કરે છે. कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तातः। इति परिभावय सर्वमसारम् विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥૨૩॥ આપણે કોણ છીએ? આપણે ક્યાંથી આવ્યા છીએ? આપણું આ સંસારમાં કોણ છે? આવી વાતો ઉપર ચિંતા કરીને…read more

ભજ ગોવિન્દમ ભાગ – ૪

તમારો મોક્ષ તમારા મનની સ્થિતિ, તમારા કર્મો ઉપર આધારિત રાખે છે. સત્યનો સાક્ષાત્કાર તમને આ દુનિયામાં શાંતિ અને આનંદથી રહેવા માટે મદદરૂપ બને છે.

સાચું જ્ઞાન પ્રાપ્ત કરો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૪/૬) આ ચોથું વ્યાખ્યાન છે – कुरुते गंगासागरगमनं व्रतपरिपालनमथवा दानम्। ज्ञानविहिनः सर्वमतेन मुक्तिः न भवति जन्मशतेन ॥૧૭॥ આપણને મુક્તિની પ્રાપ્તિ ફક્ત આત્મજ્ઞાનથી જ થઇ શકે છે. લાંબી યાત્રા પર જવાથી કે કઠીન વ્રત કરવાથી આપણને પરમ જ્ઞાન અથવા તો મોક્ષની પ્રાપ્તિ નથી થવાની. सुर-मन्दिर-तरु-मूल-निवासः शय्या भूतलमजिनं वासः। सर्व-परिग्रह-भोग-त्यागः कस्य सुखं न करोति विरागः ॥૧૮॥ જે માણસ સંસારના ભૌતિક સુખ-સુવિધાઓથી ઉપર ઉઠી ચુક્યો છે, જેનાં જીવનનું લક્ષ્ય શારીરિક સુખ, ધન અને સમાજમાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ જ માત્ર નથી, તે પ્રાણી પોતાનું જીવન સુખ…read more

ભજ ગોવિન્દમ ભાગ – ૩

જીવન આગળ વધતું રહેતું હોય છે જયારે મોટાભાગનાં લોકો તેમની ઈચ્છાઓ, લક્ષ્યો અને આશાઓમાં ફસાઈને અટકી જતાં હોય છે. તમે જે કરો છો તે શા માટે કરો છો? તમારા કર્મો ઉપર ચિંતન કરો.

તમારા કર્મોનું વિશ્લેષણ કરો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૩/૬) આ ત્રીજું વ્યાખ્યાન છે – दिनमपि रजनी सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चति आशावायुः ॥૧૨॥ સમયનું વિતવું અને ઋતુઓનું બદલવું એ તો સંસારનો નિયમ છે. કોઈ પણ વ્યક્તિ અમર નથી. મૃત્યુની સામે સૌ કોઈને ઝૂકવું પડે છે. તેમ છતાં આપણે મોહ માયાનાં બંધનોમાંથી સ્વયંને મુક્ત નથી કરી શકતા. का ते कान्ता धनगतचिन्ता वातुल किं तव नास्ति नियन्ता। त्रिजगति सज्जन संगतिरेका भवति भवार्णवतरणे नौका ॥૧૩॥ સાંસારિક મોહ, માયા, ધન અને સ્ત્રીનાં બંધનોમાં ફસાઈને અને વ્યર્થ ચિંતાઓ કરીને…read more

ભજ ગોવિન્દમ ભાગ – ૨

ભજ ગોવિન્દમનાં આ બીજા ભાગમાં આગળનાં બીજા ૬ શ્લોકોનું દર્શન છે તે સાંભળો.

વાસ્તવિકતાને સમજો – ભજ ગોવિન્દમ શ્રુંખલા. વિડીઓ (૨/૬) बालस्तावत् क्रीडासक्तः, तरुणस्तावत् तरुणीसक्तः। वृद्धस्तावत् चिन्तामग्नः पारे ब्रह्मणि कोऽपि न लग्नः ॥૭॥ બધાં બાળકો ક્રીડામાં વ્યસ્ત છે અને નવજુવાનો ઇન્દ્રિય સંતુષ્ટિમાં સમય વિતાવી રહ્યા છે. ઘરડાં કેવળ ચિંતા કરવામાં વ્યસ્ત છે. કોઈની પણ પાસે એ પરમાત્માનું સ્મરણ કરવાનો વખત નથી. का ते कांता कस्ते पुत्रः, संसारोऽयं अतीव विचित्रः। कस्य त्वं कः कुत अयातः तत्त्वं चिन्तय यदिदं भ्रातः ॥૮॥ કોણ છે આપણો સાચો સાથી? આપણો પુત્ર કોણ છે? આ ક્ષણ-ભંગુર, નશ્વર અને વિચિત્ર સંસારમાં આપણું અસ્તિત્વ શું છે? આ ધ્યાન આપવાં જેવી વાત…read more