જીવન એક ચલચિત્ર જેવું છે. તે સારું હોય કે ખરાબ, લાંબુ હોય કે ટૂંકું એ સવાલ અંગત પસંદગીનો છે નહિ કે ચલચિત્ર ઉદ્યોગ તેને કઈ રીતે સ્થાન આપે છે તેનાં ઉપર. અમુક ચલચિત્રો સર્વાનુમતે કરૂણાંતિકાનાં વર્ગમાં આવે છે તો અમુક હાસ્ય કથાનાં વર્ગમાં. કોઈ ધીમું ચાલતું નાટક જેવું લાગે કે તો કોઈ સનસનીખેજ ચિત્ર લાગે છે, તો કોઈ વળી એટલું બધું મારધાડવાળું લાગે કે તેને ભાગ્યે જ નાટક કહી શકાય. અને, અલબત્ત, કોઈ ડરામણા ચલચિત્રો હોય તો વળી કોઈ સાવ નક્કામાં હોય છે. કેટલાંક રોમાંચક લાગે તો કોઈ આપણને અકળાવી મુકે તેવાં પણ હોય છે. તમે એક વાર સિનેમાગૃહમાં આવી જાવ, પછી તમારી પાસે બહુ ઓછી પસંદગી હોય છે.

ગમે તેટલું ખરાબ ચલચિત્ર કેમ ન હોય, તમે ભાગ્યે જ તેને અડધું પડતું મૂકીને જવાનું પસંદ કરો છો. તમને એવું લાગતું હોય છે કે તમે તેનાં માટે પૈસા ચૂકવ્યા છે તો પછી હવે બેસી રહેવું. અમુક લોકો મુવીસાઈડ (તેઓ અધવચ્ચે જ જાણી જોઇને છોડી જતાં હોય છે) પણ કરી લેતાં હોય છે. અરે! અમુક ગુંડા જેવા લોકો પાછળ બેઠાં હોય તો તેમને દરેક દ્રશ્યમાં કશુંક ને કશુંક તો બોલવું જ પડતું હોય છે, અને તેમનાં અસ્થિર પગની લાતો તમારી સીટને વાગતી રહેતી હોય છે. અને એકજણ તો તમારી બાજુમાં બેઠો બેઠો આખા દેશની મકાઈની ધાણી અને ચિપ્સનું ઉત્પાદન જાણે કે પતાવી દેવાનું લક્ષ્ય લઇને ન બેઠો હોય તેમ જાણે કે કોઈ પૂર્ણવિનાશ આવવાનો ન હોય તેવાં જોર-જોરથી ચાવવાનાં અવાજો કરીને ખાધે રાખે છે.

એ ઓછું હોય તેમ તમારી આગળની કતારમાં બેઠેલાં કેટલાંક જીવો પોતાની કોલા જાણે એનાકોન્ડાનાં હિસ્સ જેવા અવાજે પીધે રાખે છે. પોતે જાણે બરફની નદીઓને ઓગાળી નાંખવાનો નિર્ણય ન કરી લીધો હોય તેમ પોતાનો કપ જોર-જોરથી હલાવે છે, એક માઈક્રો-ગ્લોબલ-વોર્મિંગ ન
થઇ રહ્યું હોય જાણે કે. તમે એક લાચારી કે હતાશા અનુભવો છો. આ બધું અવગણીને ચલચિત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનાં તમારા તમામ પ્રયત્નો તમને બહુ થોડું આશ્વાસન આપતાં હોય છે. આવું જ જીવનનું પણ હોય છે.

કેટલાંક એવા પરિબળો હોય છે કે જે તમારા કાબુમાં હોય છે જયારે એવા પણ ઘણાં પરિબળો હોય છે કે જેનાં ઉપર તમારું કશું ચાલતું હોતું નથી. એવાં કેટલાંક સાથે તમે કામ ચલાવી લેવાનું શીખી લો છો જયારે કેટલાંક સાથે તમે સંઘર્ષ કર્યે રાખો છો. ચાલો હું તમને એક રહસ્ય કહું: તમે આ ચલચિત્ર તમે ઈચ્છો ત્યારે બદલી શકો તેમ હોવ છો, બિલકુલ તમારી ઈચ્છા મુજબ. જેવો ચલચિત્રમાં બદલાવ આવે કે તમારી આજુબાજુનાં દર્શકો પણ બદલાઈ જવાના. દાખલા તરીકે, તમે બિહામણું ચલચિત્ર જોવા માટે બાળકોને સાથે નહી જ લઇ જાવ કે જે તેમની ઉંમર માટે ન બનાવ્યું હોય. સતત આવાજ કર્યે રાખે એવા લોકો પ્રણયચિત્ર જોવા માટે નહિ જ આવે. જીવનનું ચલચિત્ર, જયારે તમે બહાર જોઈ શકો તેવાં પડદા ઉપર પાડવામાં આવે ત્યારે, તે બિલકુલ તમારી પોતાની પસંદગીની વાત છે.

તમારું મન એક અત્યંત શક્તિશાળી પ્રોજેક્ટર જેવું છે કે જે તમારા વિચારોની રીલ ચલાવે છે. અને આ પ્રોજેક્ટરને ઉર્જા પૂરી પાડતું જીવંત બળ છે તમારી શ્વાસમાં રહેલો પ્રાણ. જો તમારું મન કાબુમાં હશે, તો રીલ તો તમે તમારી પસંદગી મુજબ બદલી જ શકશો. અને જો તમારો શ્વાસ ઉપર કાબુ હશે તો તમે તમારી ઈચ્છા મુજબ ચલચિત્રને તમે ઉભું પણ રાખી દઈ શકો કે પ્રોજેક્ટરને બંધ પણ કરી દઈ શકો છો. મેં તમને ખાલી એક ખુબ જ મહત્વનું રહસ્ય જ માત્ર નથી કહ્યું, મેં, સ્પષ્ટ શરતોમાં, જો કે બહુ જ ટૂંકમાં, એક સૌથી મોટું યોગિક રહસ્ય પણ છતું કર્યું છે. જાવ હવે આનંદ ઉઠાવો! ચલચિત્રને આનંદથી માણો. તમારું પોતાનું ચલચિત્ર ચલાવો, જે તમને પસંદ હોય, જે તમને આનંદ આપે, તમારા પસંદગીની વ્યવસ્થા મુજબ; તમારા પોતાનાં અંગત સિનેમા હોલમાં જુવો, કે જે તમારી પોતાની ઈચ્છા મુજબ ગોઠવેલો હોય અને જરૂરી સેવા ઉપલબ્ધ હોય. હું તો એવી રીતે જોઉં છું! મારી સાથે આવવાનું પસંદ કરશો, છે કોઈ?

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook0Tweet about this on TwitterShare on LinkedIn0Google+0Email to someone