એક વાંચકે નીચેનો સવાલ લખીને મોકલ્યો હતો:

પ્રણામ સ્વામીજી,

જેમ જેમ તમારો બ્લોગ વાંચતા જઈએ છીએ તેમ તેમ એવું લાગે છે કે મારી બધી પ્રાર્થનાઓનો જવાબ મળી રહ્યો હોય. મારા કેટલાંક સવાલો છે:

અ. ખુશી શું છે?
બ. ખુશીની ખોજ આપણે કેવી રીતે કરવી જોઈએ?
ક. ખુશી મેળવવા માટે આપણે શું છોડવું જોઈએ?
ડ. ખુશી મેળવવા માટે આપણે શું ન છોડવું જોઈએ? જીવનનાં આ સમયે, (એવું લાગે છે જાણે કે આ કોઈ જીવન અને મરણનો પ્રશ્ન ન હોય) તમારું માર્ગદર્શન શંકાઓ દુર કરી શકશે અને આગળનો માર્ગ બતાવી શકશે.

પ્રણામ.

અ. મિથ્યા સુખ (ખુશી) એ બાહ્ય ઘટનાઓમાંથી મળતું હોય છે અને તેનાં દ્વારા જ દોરવાતું જતું હોય છે, અને માટે, ઇન્દ્રિયસુખની બીજી બાજુ તેની સાથે હંમેશાં જોડાયેલી જ રહેતી હોય છે, અને તે છે: દુઃખ. સાચું સુખ કે ખુશી, જેને એક આનંદ પણ કહેવાય છે, તે મનની એક કુદરતી અવસ્થા છે. મનની સહજ અવસ્થા એક શુદ્ધ આનંદની હોય છે.

બ. સુખની શોધ માટે જરૂરી છે કાં તો તમારી તમામ ઈચ્છાઓને જતી કરો, અથવા, તો તમારા ઇષ્ટદેવને સંપૂર્ણ સમર્પણ કરીને ભક્તિનાં ભાવમાં સ્થિત થઇ જાવ, કાં, તો જો તમે ધ્યાનનો માર્ગ લો તો તમારા મનને કેળવો. આ ત્રણેય એકબીજા સાથે પૂર્ણપણે સમાવિષ્ટ નથી. તમે બીજાને જેટલું વધુ આપશો, બીજા તરફથી તમને વધુને વધુ મળતું જશે. આ “બીજા” એટલે જરૂરી નથી કે એ જ હોય કે જેમને તમે આનંદ આપતાં હોવ, પણ કુદરત તમને અનેકગણું વળતર આપવા માટે બીજા કોઈને માધ્યમ તરીકે ચૂંટશે. એકવખત તમે અંતર્મુખી થશો પછી તમે સદાય આનંદઅવસ્થામાં જ રહેશો, બાહ્ય ઘટનાઓ તમને સ્પર્શી પણ નહિ શકે. અને આ હું મારા સ્વ-અનુભવનાં આધારે કહું છું.

ક. દરેક ભાવ (લાગણીઓ) કે જે તમને દુઃખ આપતી હોય કે તમારી ચેતનાને નબળી બનાવતી હોય તો તે ત્યાજવા યોગ્ય છે. તે તાલીમ સાથે આવતું જશે. જો તમે જરૂરી પ્રયત્ન કરવાં માટે ઈચ્છુક હોવ તો, તમને પરિણામ દેખાશે જ.

ડ. વ્યક્તિએ ખુશીની ખોજમાં પોતાની નૈતિકતાને ક્યારેય ન છોડવી જોઈએ. કોઈપણ એવા કર્મો કરવાનો આનંદ કે જેમાં નૈતિકતાને બાજુ ઉપર મુકવી પડતી હોય તો તે એક મિથ્યા આનંદ છે, એક ભ્રામિક અને છેતરામણી ખુશી.

ખુશી (સુખ) એ કોઈ વ્યક્તિ સાથેની પારસ્પરિક વ્યવસ્થા નથી, ઉલટાનું તે વ્યવસ્થા ઈશ્વર સાથેની છે. જયારે તમે બીજાને ખુશ કરો છો, ત્યારે પરમાત્મા તમને શાંતિ અને ખુશીનાં આશિર્વાદ આપે છે. અને આત્મસાક્ષાત્કાર કે પછી કોઈપણ આધ્યાત્મિક લક્ષ્યને સિદ્ધ કરવાં માટે તે બન્ને જરૂરી છે.

આપણી ખુશીનો નાશ કેમ થાય છે તે જાણવા માટે મહેરબાની કરીને હિમાલય જેવડી અપેક્ષાઓ વાળો લેખ ફરીને વાંચશો.

હરે ક્રિશ્ના.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook0Tweet about this on TwitterShare on LinkedIn0Google+0Email to someone